શોધખોળ કરો
Advertisement
ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ઉઠાવ્યુ મોટુ પગલુ, ખેલાડીઓના પગાર મુક્યો કાપ ને સ્ટાર ખેલાડીઓના કૉન્ટ્રાક્ટ પણ રદ્દ કર્યા
ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ચોંકાવનારો ફેંસલો કરતા પોતાના વિકેટકીપર બેટ્સમેન જૉની બેયરર્સ્ટોને 2020-21 સિઝન માટે ટેસ્ટ ક્રિકેટના સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ નથી આપ્યો, બેયરર્સ્ટોને જોકે લિમીટેડ ઓવરોનો કૉન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે વર્ષ 2020-21ની સિઝન માટે સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ વાળા ખેલાડીઓનુ લિસ્ટ જાહેર કરી દીધુ છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ચોંકાવનારો ફેંસલો કરતા પોતાના વિકેટકીપર બેટ્સમેન જૉની બેયરર્સ્ટોને 2020-21 સિઝન માટે ટેસ્ટ ક્રિકેટના સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ નથી આપ્યો, બેયરર્સ્ટોને જોકે લિમીટેડ ઓવરોનો કૉન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
બેટ્સમેન જેક ક્રૉલે, ઓલી પોપ અને ડૉમ સિલ્બેને પહેલીવા ટેસ્ટ કૉન્ટ્રાક્ટ મળ્યો છે. ઓલરાઉન્ડર ટૉમ કરનને સિમીત ઓવરોનો કૉન્ટ્રાક્ટ આપ્યો છે, જ્યારે કેન્ટના બેટ્સમેન જો ડેનલેને કૉન્ટ્રાક્ટમાં સામેલ નથી કરવામાં આવ્યો, ડેનલેની પાસે પહેલી લિમીટેડ ઓવરોનો કૉન્ટ્રાક્ટ હતો.
કુલ 23 ખેલાડીઓને કૉન્ટ્રાક્ટ મળ્યો છે, જે પહેલી ઓક્ટોબરથી આગામી 12 મહિના સુધી લાગુ થશે. આ તમામ ખેલાડીઓને પોતાના કૉન્ટ્રાક્ટના આધારે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ (ઇસીબી) પાસેથી પગાર મળશે. ઇસીબીએ કહ્યું કે ખેલાડીઓને કેટલો ચૂકવણુ કરવામાં આવશે તે જોવાનુ છે, કેમકે કોરોના વાયરસના કારણે હાલ નાણાંકીય સંકટ છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement