Vikram Solanki Can Join The New IPL Team Ahmedabad: આઇપીએલ ટૂર્નામેન્ટ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ તેને લઇને સમાચારો આવતા રહે છે, હવે સમાચાર છે કે ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન વિક્રમ સોલંકીએ તાત્કાલિક અસરથી કાઉન્ટી ટીમના હેડ કૉચનુ પદ છોડી દીધુ છે. બતાવવામાં આવી રહ્યું છે કે વિક્રમ સોલંકી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં નવી ફ્રેન્ચાઇઝી અમદાવાદની સાથે જોડાઇ શકે છે. પરંતુ હજુ ટીમ તરફથી આ વાતની પુષ્ટી નથી કરવામાં આવી.
વિક્રમ સોલંકીએ કહ્યું કે સરે કાઉન્ટી ટીમ છેલ્લા 9 વર્ષથી મારા જીવનનો એક અત્યંત મૂલ્યવાન ભાગ રહી છે. એક ખેલાડી અને એક કૉચના રૂપમાં મે આ કઠીન ફેંસલો લીધો છે. હું હંમેશા આ મોકો આપવા માટે આભારી રહીશ. હું અને મારો પરિવાર એલેક સ્ટીવર્ટને પણ ખાસ ધન્યવાદ આપીએ છીએ, જે એક સંરક્ષક અને માર્ગદર્શક રહ્યાં છે.
વિક્રમ સોલંકી પહેલીવાર 2013માં સરેમાં એક ખેલાડી તરીકે સામેલ થયા અને તમામ ફોર્મેટમાં 2,400 રન બનાવ્યા. 2016 માં તેમને રેયાન પટેલ, ઓલી પૉપ અને અમર વિર્દીને બેસ્ટ ખેલાડી બનાવવા માટે એક કૉચ તરીકે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. તે 2017 સિઝન માટે પુરેપુરી રીતે કૉચિંગની ક્ષમતામાં બીજા ઇલેવનની સાથે રહ્યાં છે.
આ પણ વાંચો........
India Corona Cases: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં ત્રણ લાખની હેટ્રિક, જાણો આજે કેટલા નોંધાયા કેસ
ગુજરાતના આ જિલ્લામાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત
ગુજરાત સરકારની નવી ગાઇડલાઇનમાં લગ્નપ્રસંગમાં કેટલા લોકોને અપાઇ મંજૂરી?
રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ?
35 YouTube ચેનલને મોદી સરકારે કરી બ્લોક, ભારત વિરોધી કન્ટેન રજૂ કરાતુ હતું