શોધખોળ કરો
Advertisement
ડે-નાઇટ ટેસ્ટનો સમય બપોરે 1થી રાત્રે 8 વાગ્યાનો કેમ રખાયો? BCCIએ કર્યો ખુલાસો....
બીસીસીઆઇએ ડે-નાઇટ ટેસ્ટના સમયને લઇને મોટો ખુલાસો કર્યો છે, બોર્ડનું કહેવું છે કે, આ સમય રાખવા પાછળ ઋતુ (શિયાળો) જવાબદાર છે
નવી દિલ્હીઃ કેપ્ટન કોહલીની આગેવાનીમાં આજે ભારતીય ટીમ પોતાની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ રમવા જઇ રહ્યું છે. કોલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં ભારત બાંગ્લાદેશ સામે બપોરે 1 વાગ્યાથી રાત્રે 8 વાગ્યુ સુધી ટેસ્ટ મેચ રમશે. હવે તેના ટાઇમિંગને લઇને એક મોટો ખુલાસો સામે આવ્યો છે. બીસીસીઆઇએ ડે-નાઇટ ટેસ્ટની મંજૂરી ત્યારે ટાઇમિંગને ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યુ કેમકે અન્ય દેશોમાં ડે-નાઇટ ટેસ્ટ માટે બપોરે 3 વાગ્યાનો સમય હોય છે, જ્યારે ભારતમાં બપોરે 1 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. ટાઇમિંગ પાછળ બોર્ડે બતાવ્યુ ખાસ કારણ....
બીસીસીઆઇએ ડે-નાઇટ ટેસ્ટના સમયને લઇને મોટો ખુલાસો કર્યો છે, બોર્ડનું કહેવું છે કે, આ સમય રાખવા પાછળ ઋતુ (શિયાળો) જવાબદાર છે.
બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે, બીજી ટેસ્ટમાં ટાઇમિંગને લઇને ખાસ વાતચીત થઇ, હાલ ભારતમાં શિયાળાની ઋતુ શરૂ થઇ ગઇ છે, જેના કારણે મોડે સુધી રમવુ શક્ય નથી. ઠંડીની મોસમમાં ખેલાડીઓને રમવામાં સમસ્યાઓ નડી શકે છે, જેથી બોર્ડે ડે-નાઇટ ટેસ્ટને રાત્રે 8 વાગ્યુ સુધી જ રમાડવાની મંજૂરી આપી છે.
શિયાળાની ઋતુ ચાલી રહી છે જેના કારણે મેદાનમાં ઝાકળ અને ઠંડીનો અનુભવ થઇ શકે છે. જે ખેલાડીઓને રમવામાં મુશ્કેલી પેદી કરી શકે છે. BCCIના અધિકારીએ જણાવ્યું કે, સીએબીએ ટાઇમિંગ ચેન્જીંગ માટે અમને કહ્યું હતું જે અમે માની લીધી છે. બપોરે ડે-નાઇટ ટેસ્ટ શરૂ થશે, ત્રણ વાગ્યા સુધી પહેલુ સેશન પુરુ થઇ જશે. બીજુ સેશન 3: 40 વાગે શરૂ થશે, અને 5:40 વાગે પુરુ થઇ જશે, અને અંતિમ સત્ર 6 થી 8 વાગ્યુ સુધી ચાલશે.
નોંધનીય છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચોની સીરીઝ રમાવવાની છે. જેમાં પ્રથમ ટેસ્ટ મેચ ઇન્દોરમાં અને બીજી ટેસ્ટ મેચ કોલકત્તામાં ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement