સૌરવ ગાંગુલીની ભવિષ્યવાણી, ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ની સેમિફાઇનલમાં આ 4 ટીમોની પહોંચવાની કહી વાત
Sourav Ganguly Prediction For Champions Trophy 2025: સ્પૉર્ટ્સ તક સાથે વાત કરતી વખતે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટને પોતાની આગાહીમાં સૌથી પહેલા ટીમ ઈન્ડિયાનું નામ લીધું

Sourav Ganguly Prediction For Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. આ ટૂર્નામેન્ટ ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થશે. આ વખતે ચેમ્પિયન્સ ટ્રૉફી પાકિસ્તાનની યજમાની હેઠળ રમાશે, પરંતુ ટીમ ઈન્ડિયા તેની મેચ દુબઈમાં રમશે. ટૂર્નામેન્ટ પહેલા ભવિષ્યવાણીઓ ઝડપથી વધવા લાગી છે. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ પણ ચેમ્પિયન્સ ટ્રૉફી વિશે ભવિષ્યવાણી કરી હતી અને ચાર સેમિફાઇનલ ટીમોના નામ જાહેર કર્યા હતા.
ગાંગુલીએ પોતાની ભવિષ્યવાણીમાં ચાર સેમિફાઇનલ ટીમોમાં પાકિસ્તાનનું નામ સામેલ કર્યું નથી. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન આ ટૂર્નામેન્ટનો ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. આ ઉપરાંત આ વખતે પાકિસ્તાની ટીમ પણ ટૂર્નામેન્ટનું આયોજન કરી રહી છે. તો ચાલો જાણીએ કે ગાંગુલીએ પાકિસ્તાન સિવાય કઈ ચાર ટીમોને સેમિફાઇનલ તરીકે પસંદ કરી હતી.
સૌરવ ગાંગુલીની મોટી ભવિષ્યવાણી
સ્પૉર્ટ્સ તક સાથે વાત કરતી વખતે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટને પોતાની આગાહીમાં સૌથી પહેલા ટીમ ઈન્ડિયાનું નામ લીધું. આ ઉપરાંત તેણે બાકીની ત્રણ ટીમોમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ કર્યો. જોકે, એ નોંધનીય છે કે ગાંગુલે સેમિફાઇનલ તરીકે ન્યૂઝીલેન્ડની પસંદગી કરી ન હતી. હવે એ જોવું રસપ્રદ રહેશે કે ગાંગુલીની આગાહી કેટલી સચોટ સાબિત થાય છે.
19 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025
ઉલ્લેખનીય છે કે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. ટૂર્નામેન્ટની પહેલી મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કરાચીમાં રમાશે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સામે રમશે. ભારતીય ટીમનો બીજો મુકાબલો 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે થશે. ટૂર્નામેન્ટની ફાઇનલ 09 માર્ચે રમાશે. ફાઇનલ ક્યાં રમાશે તે ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચે છે કે નહીં તેના પર નિર્ભર રહેશે.
ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી 8 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, ભારત અને પાકિસ્તાનને ગ્રુપ A માં રાખવામાં આવ્યા છે. જ્યારે દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો
U-19 WT20 WC: ભારતીય ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ, ટી20 વર્લ્ડકપ જીતવા પર BCCI એ આપ્યા કરોડો રૂપિયા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
