2021માં ચેતેશ્વર પૂજારાએ બનાવ્યો ચોંકાવનારો રેકોર્ડ, છેલ્લા 100 વર્ષમાં આમ કરનારો બન્યો બીજો બેટ્સમેન
Cheteshwar Pujara Record: વર્ષ 2021માં પણ તેના બેટમાંથી રન નીકળ્યા ન હોવા છતાં તે ગયા વર્ષે ટેસ્ટમાં વિશ્વના ટોચના પાંચ સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં રહ્યો હતો. આ
![2021માં ચેતેશ્વર પૂજારાએ બનાવ્યો ચોંકાવનારો રેકોર્ડ, છેલ્લા 100 વર્ષમાં આમ કરનારો બન્યો બીજો બેટ્સમેન Gujarati test batter Cheteshwar Pujara only second batsman in cricket world to this record in last 100 years 2021માં ચેતેશ્વર પૂજારાએ બનાવ્યો ચોંકાવનારો રેકોર્ડ, છેલ્લા 100 વર્ષમાં આમ કરનારો બન્યો બીજો બેટ્સમેન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/28/5331ba300e54f9374e20ab9ca3a1afb7_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Cheteshwar Pujara Record: પોતાના કરિયરની શાનદાર શરૂઆત કરનાર ચેતેશ્વર પૂજારાનું સ્થાન હવે ભારતીય ટીમમાં ખતરામાં છે. સોશિયલ મીડિયા પર લોકો તેને ટીમમાંથી હટાવવાની માંગ કરી રહ્યા છે. પૂજારા છેલ્લા ઘણા સમયથી સદી ફટકારી શક્યો નથી. વર્ષ 2021માં પણ તેના બેટમાંથી રન નીકળ્યા ન હોવા છતાં તે ગયા વર્ષે ટેસ્ટમાં વિશ્વના ટોચના પાંચ સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં રહ્યો હતો. આ દરમિયાન પૂજારાની સરેરાશ 30 રનથી પણ ઓછી હતી અને તે ટોપ-5માં સ્થાન મેળવનારો 100 વર્ષમાં વિશ્વનો બીજો ખેલાડી બન્યો હતો.
પૂજારાએ વર્ષ 2021માં 702 રન બનાવ્યા હતા
વર્ષ 2021માં પૂજારાએ 14 ટેસ્ટમાં 28.08ની એવરેજથી 702 રન બનાવ્યા હતા. તેણે છ અડધી સદી ફટકારી હતી, પરંતુ સ્ટ્રાઈક રેટ 34.17 હતો. તેની ધીમી ઈનિંગ્સ માટે તેને ઘણી વખત ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી ટેસ્ટમાં પૂજારાએ પ્રથમ ઇનિંગમાં શૂન્ય અને બીજી ઇનિંગમાં 16 રન બનાવ્યા હતા. જોહાનિસબર્ગમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં પ્રથમ ઈનિંગમાં તે માત્ર ત્રણ રન બનાવી શક્યો હતો.
હાર્વેએ 1956માં આ કર્યું હતું
જ્યારે કોઈ ખેલાડીએ 30 કરતા ઓછી સરેરાશથી રન બનાવ્યા હોય અને ટોપ-5માં સ્થાન મેળવવામાં સફળ રહ્યો હોય તેવી છેલ્લા 100 વર્ષમાં આ બીજી ઘટના છે. પૂજારા પહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન નીલ હાર્વેએ 1956માં આવું કર્યું હતું. 1956માં હાર્વેએ 28.50ની એવરેજથી 456 રન બનાવ્યા હતા. આમ હોવા છતાં હાર્વે તે વર્ષે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં ચોથા ક્રમે હતો.
પૂજારાના કરિયર પર લટકતી તલવાર
જ્યારે પૂજારા ટીમમાં આવ્યો ત્યારે તેને ટીમ ઈન્ડિયાના વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડનું સ્થાન લેશે તેમ માનવામાં આવતું હતું અને તેને ધ વોલ કહેવામાં આવતો હતો. પરંતુ હાલ. પૂજારાએ ટીમમાં પોતાનું સ્થાન બચાવવા મોટી ઈનિંગ રમવી પડશે, નહીંતર તેની કારકિર્દી પણ પૂરી થઈ જશે તેમ માનવામાં આવે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)