Hardik Pandya wedding Live Updates : Hardik Pandya અને નતાશા વેલેન્ટાઇન ડે પર કરશે લગ્ન, ઉદયપુર જવા થયા રવાના
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક ઉદયપુરમાં વેલેન્ટાઈન ડેના દિવસે લગ્ન કરવા જઈ રહ્યા છે
LIVE
Background
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક ઉદયપુરમાં વેલેન્ટાઈન ડેના દિવસે લગ્ન કરવા જઈ રહ્યા છે. હવે તેની તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તે પરિવાર સાથે ઉદયપુર જતા જોવા મળી રહ્યા છે.
હાર્દિક પંડ્યા અને નતાશા 14 ફેબ્રુઆરીએ લગ્ન કરશે
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક 14 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં લગ્ન કરી રહ્યા છે. બંનેએ વર્ષ 2020માં અચાનક લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. બંનેને એક પુત્ર પણ છે, જેનું નામ અગસ્ત્ય છે. હાર્દિક પંડ્યા અને તેનો ભાઇ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જ્યાં નતાશા સ્ટેનકોવિકે બ્લેક ટોપ અને મેચિંગ પેન્ટ પહેર્યું હતું. જ્યારે, હાર્દિક પંડ્યાએ ઓલ બ્લેક લુક અપનાવ્યો હતો. બંને નતાશાના પરિવાર સાથે વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા.
બંનેએ 3 વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા
રિપોર્ટ્સ અનુસાર, કપલે 3 વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા. આ પછી તેઓ ભવ્ય રીતે લગ્ન કરવા માંગતા હતા. દરેક વ્યક્તિ તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે. લગ્ન સમારોહ 13 ફેબ્રુઆરીથી શરૂ થશે અને તે 16 ફેબ્રુઆરી સુધી ચાલશે. જેમાં હલ્દી, મહેંદી અને સંગીત જેવા કાર્યક્રમો યોજાનાર છે. તેની તૈયારીઓ છેલ્લા 1 વર્ષથી ચાલી રહી હતી. બંને હવે લગ્ન કરી રહ્યા છે.
હાર્દિક પંડ્યા ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી છે. જ્યારે, નતાશા સ્ટેનકોવિક એક અભિનેત્રી છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. બંનેની જોડી સોશિયલ મીડિયા પર પણ ઘણી ફેમસ છે.
કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી એરપોર્ટ પર જોવા મળ્યા
તાજેતરમાં ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી એરપોર્ટ પર જોવા મળ્યા હતા. કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી હાર્દિકમાં લગ્નમાં સામેલ થવા રવાના થયા હતા. દરમિયાન અથિયા શેટ્ટી ખૂબ જ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. એક્ટ્રેસ ઓલ ડેનિમ લુકમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.
વિરાટ કોહલી પણ હાર્દિકના લગ્નમાં સામેલ થશે
વિરાટ કોહલી પણ તેની પત્ની અનુષ્કા શર્મા સાથે હાર્દિકના લગ્ન માટે રવાના થયો હતો.
હાર્દિક પંડ્યા એરપોર્ટ પર પરિવાર સાથે જોવા મળ્યો હતો
View this post on Instagram