શોધખોળ કરો
Advertisement
ભ્રષ્ટાચારના આરોપમાં ICCની કાર્રવાઈ, T10 લીગની ટીમના માલિક પર લગાવ્યો પ્રતિબંધ
દીપક અગ્રવાલ ટી10 લીગની ફ્રેન્ચાઈઝી સિંધીના માલિક છે. દીપક પર આઈસીસીની આચાર સંહિતાની કલમ 2.4.7ના ઉલ્લંઘનનો આરોપ છે.
નવી દિલ્હીઃ ક્રિકેટમાં ભ્રષ્ટાચાર અને ગેરકાયેદસર ગતિવિધિઓને રોકવા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના પ્રયત્નો ચાલુ છે. આ મામલે આઈસીસીની ભ્રષ્ટાચાર વિરોધી એકમ (એસીયૂ)ની તપાસ બાદ અબુ ધાબીમાં રમાનારી ટી20 લીગમાં એક ટીમના માલિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આઈસીસીએ ભારતીય બિઝનેસમેન દીપક અગ્રવાલપર 2 વર્ષ સુધી કોઈપણ પ્રકારની ક્રિકેટ ગતિવિધિઓમાં સામેલ થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
દીપક અગ્રવાલ ટી10 લીગની ફ્રેન્ચાઈઝી સિંધીના માલિક છે. દીપક પર આઈસીસીની આચાર સંહિતાની કલમ 2.4.7ના ઉલ્લંઘનનો આરોપ છે જેમાં તપાસમાં વિલંબ કરવાસ, પૂરાવા સાથે છેડછાડ કરવાની વાત સામેલ છે. દીપક પર 27 એપ્રિલ, 2022 સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
આઈસીસીએ આ નિર્ણય દીપક દ્વારા આઈસીસી ભ્રષ્ટાચાર વિરોધી કોડના ઉલ્લંઘનની વાત માન્યા બાદ લીધો છે. તેની સજામાં છ મહિનાનો ઘટાડો કરવામાં આવ્યો છે કારણ તે દીપકે પોતાના પર લાગેલ આરોપો સ્વીકારી લીધા છે. એવામાં જો તે શર્તોનું યોગ્ય રીતે પાલન કરે તો તેના પરનો પ્રતિબંધ ઓક્ટોબર 2021માં ખત્મ થઈ જશે.
આઈસીસીના ડીજી એલેક્સ માર્શલે કહ્યું કે, “માત્ર એક નહીં આવા અનેક ઉદાહરણ છે જ્યાં દીપક દ્વારા તપાસમાં વિલંબ કરવા અને તપાસને રોકવાના પૂરાવા મળ્યા છે. તેણે જોકે આઈસીસીની ભ્રષ્ટાચાર વિરોધી નિયમોના ઉલ્લંઘનની વાત સ્વીકારી છે અને એસીયૂને અન્ય ભાગીદારોના મામલે ચાલી રહેલ તપાસમાં જરૂર મદદ કરી રહ્યા છે. આ મદદની અસર તેમની સજામાં જોવા મળશે.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion