શોધખોળ કરો

ICCની મોટી કાર્યવાહી: T20 વર્લ્ડ કપ રમનાર આ દેશની ક્રિકેટ ટીમનું સભ્યપદ સસ્પેન્ડ કર્યું

icc suspends cricket canada: નિયમોના ઉલ્લંઘન અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ બદલ ક્રિકેટ કેનેડા સામે ICCએ લાલ આંખ કરી, જોકે ખેલાડીઓ ટુર્નામેન્ટમાં રમતા રહેશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ICCએ ક્રિકેટ કેનેડાનું સભ્યપદ શંકાસ્પદ પ્રવૃત્તિઓના આરોપસર સસ્પેન્ડ કર્યું.
  • ખેલાડીઓને નહીં થાય નુકસાન, ટીમ ICC ટુર્નામેન્ટમાં રમતી રહેશે.
  • ICC ટીમના ભંડોળ પર સીધી નજર રાખશે, સુધારણા માટે શરતો મૂકી.
  • કેનેડા 2026 T20 વર્લ્ડ કપમાં રમ્યું, ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયું.

icc suspends cricket canada: અમદાવાદમાં 1 જૂનના રોજ મળેલી ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) બોર્ડની બેઠકમાં એક મોટો અને કડક નિર્ણય લેવાયો છે. 2026 ના T20 વર્લ્ડ કપમાં રમી રહેલી કેનેડાની ટીમના બોર્ડ એટલે કે 'ક્રિકેટ કેનેડા'નું સભ્યપદ ICCએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. ICCના નિયમોનું પાલન ન કરવા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના આરોપસર આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, ક્રિકેટ ચાહકો અને ખેલાડીઓ માટે રાહતની વાત એ છે કે આ સસ્પેન્શન છતાં કેનેડાની ટીમ વર્લ્ડ કપ સહિતની તમામ ICC ટુર્નામેન્ટમાં રમવાનું ચાલુ રાખી શકશે.

બોર્ડ સામે શું છે આરોપ?

ICCએ પોતાની પ્રેસ રિલીઝમાં સ્પષ્ટ કર્યું છે કે કેનેડિયન ક્રિકેટ બોર્ડ એક સભ્ય તરીકે જરૂરી નિયમો અને પોતાની જવાબદારીઓ નિભાવવામાં સાવ નિષ્ફળ રહ્યું છે. બોર્ડ પર એવો ગંભીર આરોપ છે કે તેમણે સ્વચ્છ અને ન્યાયી રમતની સિસ્ટમ જાળવી રાખવાના પોતાના જ વચનનો ભંગ કર્યો છે અને કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં પણ તેમની સંડોવણી જોવા મળી છે. જોકે, આ નિયમ ભંગ પાછળનું ચોક્કસ કારણ કે કૌભાંડ શું છે, તેનો કોઈ મોટો ખુલાસો ICCએ હજુ સુધી કર્યો નથી.

ખેલાડીઓને નહીં થાય નુકસાન, ICC રાખશે ફંડ પર નજર

બોર્ડ સસ્પેન્ડ થતાં એવા સવાલો ઊભા થયા હતા કે શું કેનેડાની ટીમ હવે મેદાન પર નહીં જોવા મળે? પરંતુ બેઠકમાં ICCએ સ્પષ્ટ કર્યું છે કે બોર્ડની ભૂલોની સજા ખેલાડીઓને નહીં મળે. કેનેડાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ તમામ ICC ટુર્નામેન્ટ અને મેચોમાં પહેલાની જેમ જ રમતી રહેશે. ખેલાડીઓને આર્થિક રીતે કોઈ નુકસાન ન થાય તે માટે ICC હવે એક ખાસ સિસ્ટમ બનાવીને ટીમના ફંડ પર સીધી નજર રાખશે. આ ઉપરાંત, કેનેડિયન બોર્ડને પોતાની સિસ્ટમમાં સુધારો કરવા માટે કેટલીક કડક શરતો પણ આપવામાં આવી છે. આ શરતો પૂરી કર્યા પછી જ તેમનું સભ્યપદ પાછું મળશે.

આ પણ વાંચોઃ IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા

2026 ના T20 વર્લ્ડ કપમાં કેનેડાની સફર

તમને જણાવી દઈએ કે, આ વર્ષે ભારત અને શ્રીલંકાની યજમાનીમાં રમાઈ રહેલા 2026 T20 વર્લ્ડ કપમાં કેનેડાની ટીમ પણ ભાગ લઈ રહી હતી. કેનેડા ગ્રુપ A નો હિસ્સો હતું, પરંતુ તે ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગયું છે. આ ટુર્નામેન્ટમાં કેનેડાએ કુલ 4 મેચ રમી હતી, જેમાંથી 1 મેચમાં તેમને જીત મળી હતી અને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ટીમ ઈન્ડિયા સામેની તેમની 1 મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું

Frequently Asked Questions

ICCએ ક્રિકેટ કેનેડાનું સભ્યપદ શા માટે સસ્પેન્ડ કર્યું?

ICCએ ક્રિકેટ કેનેડાના સભ્યપદને ICCના નિયમોનું પાલન ન કરવા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના આરોપસર સસ્પેન્ડ કર્યું છે.

શું આ સસ્પેન્શન પછી કેનેડાની ટીમ વર્લ્ડ કપમાં રમી શકશે?

હા, ક્રિકેટ ચાહકો માટે રાહતની વાત એ છે કે આ સસ્પેન્શન છતાં કેનેડાની ટીમ વર્લ્ડ કપ સહિતની તમામ ICC ટુર્નામેન્ટમાં રમવાનું ચાલુ રાખી શકશે.

ખેલાડીઓને આર્થિક રીતે કોઈ નુકસાન થશે?

ના, ખેલાડીઓને આર્થિક રીતે કોઈ નુકસાન ન થાય તે માટે ICC હવે ટીમના ફંડ પર સીધી નજર રાખશે.

કેનેડિયન ક્રિકેટ બોર્ડ પર કયા ગંભીર આરોપો છે?

બોર્ડ પર સ્વચ્છ અને ન્યાયી રમતની સિસ્ટમ જાળવી રાખવાના પોતાના વચનનો ભંગ કરવાનો અને કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સંડોવણીનો આરોપ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
Advertisement

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Embed widget