શોધખોળ કરો

IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું

RCB Winner IPL 2026: 156 રનના ટાર્ગેટને RCB એ 18મી ઓવરમાં જ હાંસલ કર્યો. વિરાટ કોહલીની 75 રનની તોફાની અને અણનમ ઈનિંગ. સતત બે સિઝન જીતીને રજત પાટીદારની ટીમે નવો ઈતિહાસ રચ્યો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • RCB એ ગુજરાત ટાઇટન્સને હરાવી IPL 2026 જીતી.
  • RCB એ સતત બીજી વખત IPL ટ્રોફી પોતાના નામે કરી.
  • વિરાટ કોહલીની 75 રનની અણનમ ઇનિંગ નિર્ણાયક રહી.
  • RCB, CSK અને MI બાદ સતત બે ટાઇટલ જીતનાર ત્રીજી ટીમ.

RCB Winner IPL 2026: ક્રિકેટ રસિકો માટે રવિવારનો દિવસ ખરા અર્થમાં 'સુપર સન્ડે' બની ગયો! અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026 ની 19મી સિઝનની બ્લોકબસ્ટર ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ફરી એકવાર કમાલ કરી દીધો છે. ગુજરાત ટાઇટન્સ (GT) ને 5 વિકેટે હરાવીને RCB એ સતત બીજી વખત IPL ની ચમકતી ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. વિરાટ કોહલીની શાનદાર 75 રનની નોટઆઉટ ઈનિંગ અને બોલરોના જબરદસ્ત પ્રદર્શનના જોરે RCB એ 156 રનનો ટાર્ગેટ માત્ર 18 ઓવરમાં જ પૂરો કરીને નવો ઈતિહાસ રચી દીધો છે. ચાલો જાણીએ આ રોમાંચક ફાઇનલ મેચની એ-ટુ-ઝેડ વિગત.

RCB એ રચ્યો નવો ઈતિહાસ

રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ રમી રહેલી RCB ની ટીમે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. IPL ના ઇતિહાસમાં સતત બે વખત ટ્રોફી જીતનારી RCB હવે માત્ર ત્રીજી ટીમ બની ગઈ છે. આ પહેલા માત્ર ચેન્નાઈ સુપર કિંગ્સ (2010 અને 2011) અને મુંબઈ ઈન્ડિયન્સ (2019 અને 2020) જ આવું કારનામું કરી શકી છે. ગત વર્ષે 2025 માં પોતાની પહેલી ટ્રોફી ઉઠાવનારી બેંગ્લોરની ટીમે 2026 નો ખિતાબ પણ જાળવી રાખીને પોતાનો દબદબો સાબિત કર્યો છે. આ સાથે જ રજત પાટીદાર પણ એમએસ ધોની અને રોહિત શર્મા પછી સતત બે ટાઇટલ જીતનાર ત્રીજો કેપ્ટન બની ગયો છે.

ગુજરાતની કંગાળ બેટિંગ, આખી ટીમ પત્તાના મહેલની જેમ વિખેરાઈ

ફાઇનલ મેચ પહેલા કોમેન્ટેટર્સ અને ક્રિકેટ નિષ્ણાતોનું માનવું હતું કે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવી ફાયદાકારક રહેશે. પરંતુ, કેપ્ટન રજત પાટીદારે બધાને ચોંકાવીને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે એકદમ સાચો સાબિત થયો. ગુજરાત ટાઇટન્સ પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરી પણ તેમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. આખી સિઝનમાં ગુજરાતની જે નબળાઈ હતી તે ફાઇનલમાં પણ જોવા મળી. શુભમન ગિલ (10 રન), સાઈ સુદર્શન (12 રન) અને જોસ બટલર (19 રન) સસ્તામાં પેવેલિયન ભેગા થઈ જતા આખી ટીમ દબાણમાં આવી ગઈ હતી. જોકે, વોશિંગ્ટન સુંદરે 50 રનની શાનદાર ઈનિંગ રમીને ટીમને 155 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી. બેંગ્લોર તરફથી રસિક સલામ દરે ઘાતક બોલિંગ કરતા 3 મોટી વિકેટો ઝડપીને ગુજરાતની કમર તોડી નાખી હતી.

આ પણ વાંચોઃ IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ફાઇનલ રમ્યા વિના જ રચ્યો ઇતિહાસ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

RCB નો 'વિરાટ' વિજય અને રોમાંચક ચેઝ

156 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી RCB ની શરૂઆત ધમાકેદાર રહી. વેંકટેશ ઐયર અને વિરાટ કોહલીએ પાવરપ્લેમાં જ 70 રન ફટકારીને મજબૂત પાયો નાખ્યો. ઐયરે માત્ર 16 બોલમાં 32 રન બનાવ્યા, પણ તે કાગિસો રબાડાના બોલ પર કેચ આઉટ થયો (આ રબાડાની IPL ની 29મી વિકેટ હતી). ત્યારપછી દેવદત્ત પડિકલ (1 રન) અને કેપ્ટન રજત પાટીદાર (15 રન) પણ જલ્દી આઉટ થઈ ગયા. મેચમાં મોટો ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે રાશિદ ખાને પોતાની એક જ ઓવરમાં પાટીદાર અને કૃણાલ પંડ્યા (0 રન) ને આઉટ કરીને રોમાંચ વધારી દીધો.

આ પણ વાંચોઃ IPL 2026 ફાઇનલ આજે નહીં રમાય? જો આમ થયું તો 1 જૂને યોજાશે મેચ, જાણો નિયમ

ચેઝ માસ્ટર કોહલીએ વિનિંગ સિક્સ ફટકારી

એક સમયે લાગતું હતું કે કદાચ મેચ ફસાઈ જશે, પરંતુ 'ચેઝ માસ્ટર' વિરાટ કોહલી અડીખમ ઊભો રહ્યો. વિરાટે આક્રમક બેટિંગ કરતા માત્ર 25 બોલમાં પોતાની સૌથી ઝડપી IPL ફિફ્ટી ફટકારી દીધી. સામે છેડેથી ટિમ ડેવિડે પણ 24 રનનું મહત્વનું યોગદાન આપ્યું. ડેવિડ આઉટ થયા બાદ જિતેશ શર્મા ક્રીઝ પર આવ્યો. અંતે વિરાટ કોહલીએ 42 બોલમાં 75 રનની વિજયી ઈનિંગ રમી અને શાનદાર સિક્સ ફટકારીને 12 બોલ બાકી રહેતા જ ટીમને ચેમ્પિયન બનાવી દીધી! ગુજરાત તરફથી બોલિંગમાં માત્ર રાશિદ ખાન જ સૌથી સફળ રહ્યો, તેણે 2 વિકેટ પોતાના નામે કરી.

Frequently Asked Questions

IPL 2026 ની ફાઇનલમાં કઈ બે ટીમો વચ્ચે મેચ રમાઈ હતી?

IPL 2026 ની ફાઇનલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાઈ હતી.

RCB એ IPL 2026 ની ફાઇનલમાં કોને હરાવ્યું?

RCB એ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ (GT) ને 5 વિકેટે હરાવીને જીત મેળવી.

RCB એ IPL માં કયો નવો ઇતિહાસ રચ્યો છે?

RCB IPL ના ઇતિહાસમાં સતત બીજી વખત ટ્રોફી જીતનાર ત્રીજી ટીમ બની છે.

ફાઇનલ મેચમાં વિરાટ કોહલીનું પ્રદર્શન કેવું રહ્યું?

વિરાટ કોહલીએ 42 બોલમાં 75 રનની અણનમ ઇનિંગ રમી અને વિજેતા સિક્સ ફટકારી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Embed widget