Women's World Cup: રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમે ઇગ્લેન્ડને સાત રને આપી હાર
ICC Women's Cricket World Cup 2022ની સાતમી લીગ મેચમાં ઇગ્લેન્ડ સામે વેસ્ટ ઇન્ડિઝે શાનદાર જીત મેળવી હતી.
ICC Women's Cricket World Cup 2022ની સાતમી લીગ મેચમાં ઇગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં વેસ્ટ ઇન્ડિઝે શાનદાર જીત મેળવી હતી. વેસ્ટ ઇન્ડિઝે ઇગ્લેન્ડને સાત રને હાર આપી હતી. ઇગ્લેન્ડની મહિલા ટીમે આ વર્લ્ડકપમાં સતત બીજી હાર મળી છે. જ્યારે વેસ્ટ ઇન્ડિઝની ટીમ મહિલા વર્લ્ડકપ 2022માં પોતાની સતત બીજી મેચ જીતવામાં સફળ રહી હતી. વેસ્ટ ઇન્ડિઝની મહિલા વર્લ્ડકપના ઇતિહાસમાં ઇગ્લેન્ડ વિરુદ્ધ આ પ્રથમ જીત છે. આ અગાઉ રમાયેલી ચાર મેચમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમને હાર મળી છે.
આ અગાઉ વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. વેસ્ટ ઇન્ડિઝની ટીમે સારી શરૂઆત મળી હતી કારણ કે ટીમે 84 રન પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. જોકે બાદમાં ટીમે ચાર વિકેટ 98 રન પર ગુમાવી દીધી હતી. જોકે અંતમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમે 50 ઓવરમાં છ વિકેટ ગુમાવી 225 રન બનાવ્યા હતા.
WEST INDIES WIN BY 7 RUNS! 👏
— ICC (@ICC) March 9, 2022
What a nail-biting finish. Incredible! 🔥#CWC22 pic.twitter.com/izEGqaZSaI
વેસ્ટ ઇન્ડિઝ તરફથી વિકેટકીપર બેટ્સમેન શૈમીન કેમ્પબેલેએ 80 બોલમાં 66 રનની ઇનિંગ રમી હતી જ્યારે 49 રન બનાવી ચીડીન નેશન અણનમ રહી હતી. ઓપનર હીલી મૈથ્યૂઝ 45, ડીનડ્રા ડોટિન 31 રન બનાવી આઉટ થયા હતા. ઇગ્લેન્ડ તરફથી સોફી એક્લેસ્ટોને ત્રણ વિકેટ ઝડપી હતી. બીજી તરફ 226 રનનો પીછો કરવા ઉતરેલી ઇગ્લેન્ડની ટીમની શરૂઆત સારી રહી હતી પરંતુ ત્યારબાદ વિકેટ ગુમાવી દેતા મેચ હાથમાંથી જતી રહી હતી.
અંતમાં ઇગ્લેન્ડની મહિલા ટીમ સાત રનથી મેચ હારી ગઇ હતી. ઇગ્લેન્ડની ટીમ 47.4 ઓવરમાં 218 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. વેસ્ટ ઇન્ડિઝ તરફથી શમિલિયા કોનેલે ત્રણ વિકેટ ઝડપી હતી. હીલી મૈથ્યૂઝ અને અનીસા મોહમ્મદે બે-બે વિકેટ ઝડપી હતી.