શોધખોળ કરો

ભારતની શાનદાર જીત: ગુરબાઝની સદી એળે ગઈ, ગિલ અને રાહુલની તોફાની બેટિંગથી અફઘાનિસ્તાન પસ્ત

વરસાદના વિઘ્ન વચ્ચે 25 ઓવરની મેચમાં અફઘાનિસ્તાને 195 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ભારતે 13 બોલ બાકી રહેતા 3 વિકેટ ગુમાવીને સરળતાથી પાર કરી લીધો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ધર્મશાલામાં વરસાદ ઘટાડતા અફઘાનિસ્તાને ખરાબ શરૂઆત કરી.
  • ગુરબાઝે ઝડપી સદી ફટકારી, અફઘાનિસ્તાને 194 રન બનાવ્યા.
  • ગિલની 84 અને રાહુલના 39થી ભારતે મેચ જીતી.

india vs afg first odi highlights 2026: ધર્મશાલામાં રમાયેલી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પ્રથમ વનડે મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા 7 વિકેટે ધમાકેદાર જીત મેળવી છે. વરસાદના કારણે 25 ઓવરની કરી દેવાયેલી આ મેચમાં અફઘાનિસ્તાને રહેમાનુલ્લાહ ગુરબાઝની ઐતિહાસિક સદીની મદદથી 194 રન બનાવ્યા હતા. જોકે, 195 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે કેપ્ટન શુભમન ગિલની 84 રનની અણનમ ઇનિંગ અને કેએલ રાહુલની વિસ્ફોટક બેટિંગની મદદથી 13 બોલ બાકી રહેતા જ મેચ પોતાના નામે કરી લીધી હતી અને સિરીઝમાં 1-0 ની લીડ મેળવી લીધી છે.

વરસાદનું વિઘ્ન અને અફઘાનિસ્તાનની ખરાબ શરૂઆત

વાત જાણે એમ છે કે, ધર્મશાલામાં વરસાદને કારણે મેચ 4 કલાક અને 15 મિનિટ મોડી શરૂ થઈ હતી, જેના લીધે મેચને 25-25 ઓવરની કરી દેવામાં આવી. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની શરૂઆત બહુ જ ખરાબ રહી હતી. ડેબ્યૂ મેચ રમી રહેલા ગુરનૂર બ્રારે બીજી જ ઓવરમાં ઇબ્રાહિમ ઝદરાનને માત્ર 1 રને આઉટ કરી દીધો. ત્યારબાદ અર્શદીપ સિંહે પણ કમાલ કરતા સેદિકુલ્લાહ અટલ અને રહેમત શાહને 3-3 રને પેવેલિયન ભેગા કરી દીધા. એક સમયે અફઘાનિસ્તાને 26 રનમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી.

ગુરબાઝની ઐતિહાસિક સદી અને બોલરોનું કમબેક

મુશ્કેલ સમયમાં ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝે કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી સાથે મળીને બાજી સંભાળી લીધી અને બંનેએ ચોથી વિકેટ માટે 116 રનની મજબૂત ભાગીદારી કરી. ગુરબાઝે ભારતીય બોલરોની બરાબરની ધોલાઈ કરી અને માત્ર 48 બોલમાં જ સદી ફટકારી દીધી, જે વનડેમાં કોઈપણ અફઘાન ખેલાડી માટે સૌથી ફાસ્ટ સદી છે. તેણે 51 બોલમાં 8 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 102 રન બનાવ્યા.

જોકે, નીતિશ કુમાર રેડ્ડીએ ગુરબાઝને ક્લીન બોલ્ડ કરતા જ ભારતીય બોલરોએ જબરદસ્ત કમબેક કર્યું અને આખી અફઘાન ટીમને 24.5 ઓવરમાં 194 રને ઓલઆઉટ કરી દીધી. ભારત તરફથી ડેબ્યૂ કરી રહેલા ગુરનૂર બ્રાર અને હર્ષ દુબેએ શાનદાર બોલિંગ કરતા 3-3 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ 8 છગ્ગા, 48 બોલ અને સદી! ભારત સામે રહેમાનુલ્લાહ ગુરબાઝે મચાવ્યો તરખાટ, અનેક રેકોર્ડ તોડ્યા

ભારતની તોફાની બેટિંગ અને શાનદાર જીત

હવે 195 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને સારી શરૂઆતની જરૂર હતી. રોહિત શર્મા અને શુભમન ગિલે સારી લયમાં ઇનિંગની શરૂઆત કરી, પરંતુ બંને વચ્ચે તાલમેલના અભાવે રોહિત 16 રન બનાવીને કમનસીબે રનઆઉટ થઈ ગયો. 46 રને પહેલી વિકેટ પડ્યા બાદ ગિલે ઇશાન કિશન સાથે 70 રનની જોરદાર ભાગીદારી નોંધાવી. ઇશાન 34 રન બનાવીને રાશિદ ખાનના બોલ પર બોલ્ડ આઉટ થયો.

અંતમાં, કેપ્ટન ગિલ એક છેડો સાચવીને ઊભો રહ્યો અને તેણે 84 રનની શાનદાર અણનમ ઇનિંગ રમી. જ્યારે કેએલ રાહુલે મેદાનમાં આવતાની સાથે જ માત્ર 19 બોલમાં 39 રન ફટકારીને અફઘાનિસ્તાનના બોલરોને સ્તબ્ધ કરી દીધા હતા. રાહુલે જ વિનિંગ શૉટ ફટકારીને ભારતને 13 બોલ બાકી રહેતા 7 વિકેટે જીત અપાવી હતી.

આ પણ વાંચોઃ હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન વનડે શ્રેણીમાંથી બહાર, ટીમમાં જગ્યા મેળવવા માટે આ બે ઓલરાઉન્ડર વચ્ચે ટક્કર

Frequently Asked Questions

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પ્રથમ વનડે મેચનું પરિણામ શું આવ્યું?

ભારતે ધર્મશાલામાં રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવીને ધમાકેદાર જીત મેળવી. આ જીત સાથે ભારતે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

અફઘાનિસ્તાન તરફથી કયા ખેલાડીએ સદી ફટકારી?

રહેમાનુલ્લાહ ગુરબાઝે ઐતિહાસિક સદી ફટકારી, જે વનડેમાં કોઈપણ અફઘાન ખેલાડી માટે સૌથી ફાસ્ટ સદી છે. તેણે 51 બોલમાં 102 રન બનાવ્યા.

ભારતીય ટીમને જીત અપાવવામાં કયા ખેલાડીઓએ મુખ્ય ભૂમિકા ભજવી?

કેપ્ટન શુભમન ગિલે 84 રનની અણનમ ઇનિંગ રમી અને કેએલ રાહુલે માત્ર 19 બોલમાં 39 રન ફટકારીને ભારતને જીત અપાવી.

મેચને કેટલી ઓવરની કરી દેવામાં આવી હતી અને તેનું કારણ શું હતું?

ધર્મશાલામાં વરસાદને કારણે મેચ 4 કલાક અને 15 મિનિટ મોડી શરૂ થઈ, જેના લીધે મેચને 25-25 ઓવરની કરી દેવામાં આવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
Advertisement

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
Embed widget