શોધખોળ કરો

8 છગ્ગા, 48 બોલ અને સદી! ભારત સામે રહેમાનુલ્લાહ ગુરબાઝે મચાવ્યો તરખાટ, અનેક રેકોર્ડ તોડ્યા

rahmanullah gurbaz fastest odi century: અફઘાનિસ્તાનના આ યુવા ઓપનરે 102 રનની વિસ્ફોટક ઇનિંગ રમી અનેક રેકોર્ડ તોડ્યા, કોહલીને પણ પાછળ છોડ્યો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રહેમાનુલ્લાહ ગુરબાઝે અફઘાનિસ્તાન માટે સૌથી ઝડપી વનડે સદી ફટકારી.
  • ખરાબ શરૂઆત બાદ ગુરબાઝે શાનદાર ભાગીદારી કરી, ટીમને સંભાળી.
  • 48 બોલમાં 102 રન કરી, ઘણાં રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો.

rahmanullah gurbaz fastest odi century: ધર્મશાલામાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી પ્રથમ વનડે મેચમાં અફઘાનિસ્તાનના યુવા વિકેટકીપર-બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝે ઇતિહાસ રચી દીધો છે. તેણે 200 ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા માત્ર 48 બોલમાં જ પોતાની સદી પૂરી કરી લીધી. 102 રનની આ તોફાની ઇનિંગ સાથે તે અફઘાનિસ્તાન માટે વનડેમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ વિસ્ફોટક ઇનિંગ દરમિયાન તેણે વિરાટ કોહલી સહિતના ઘણા દિગ્ગજોના રેકોર્ડ તોડીને વિશ્વ ક્રિકેટમાં પોતાનો ડંકો વગાડી દીધો છે.

ખરાબ શરૂઆત બાદ ગુરબાઝે સંભાળ્યો મોરચો

મેચની વાત કરીએ તો, ધર્મશાલામાં રમાયેલી આ પ્રથમ વનડેમાં અફઘાનિસ્તાન ટોસ હારી ગયું હતું અને તેને પહેલા બેટિંગ કરવા ઉતરવું પડ્યું. તેમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. માત્ર 26 રનના સ્કોર પર જ ટીમે 3 મોટી વિકેટ ગુમાવી દીધી હતી. બીજી જ ઓવરમાં ડેબ્યૂ કરી રહેલા ભારતીય બોલર ગુર્નૂર બ્રારે ઇબ્રાહિમ ઝદરાન (1) ને આઉટ કરી પોતાની પહેલી ઇન્ટરનેશનલ વિકેટ ઝડપી. ત્યારબાદ સેદીકુલ્લાહ અટલ શૂન્ય (0) પર અને ચોથા નંબરે આવેલ રહેમત શાહ પણ માત્ર 3 રન બનાવી પેવેલિયન ભેગા થઈ ગયા.

આવી મુશ્કેલ સ્થિતિમાં ગુરબાઝે કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી સાથે મળીને બાજી સંભાળી અને ભારતીય બોલરો પર વળતો પ્રહાર કર્યો. બંનેએ ચોથી વિકેટ માટે 116 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી.

છગ્ગા-ચોગ્ગાનો વરસાદ અને રેકોર્ડ્સની વણઝાર

શનિવાર, 13 જૂનના રોજ રમાયેલી આ મેચમાં 24 વર્ષીય ગુરબાઝે ભારતીય બોલરોની બરાબરની ધોલાઈ કરી. તેણે 51 બોલમાં 8 ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગાની મદદથી 102 રન બનાવ્યા. 15.3 ઓવરમાં જ્યારે તે આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 142 રન સુધી પહોંચી ગયો હતો. ગુરબાઝની આ ઇનિંગે ઘણા ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા:

અફઘાનિસ્તાન માટે સૌથી ઝડપી સદી: માત્ર 48 બોલમાં સદી પૂરી કરીને તેણે મોહમ્મદ શહઝાદનો વર્ષ 2010 નો રેકોર્ડ (72 બોલ) તોડી નાખ્યો છે.

ભારત સામે બીજી સૌથી ઝડપી સદી: વનડેમાં ભારત સામે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પાકિસ્તાનના શાહિદ આફ્રિદી (45 બોલ, કાનપુર 2005) ના નામે છે. ગુરબાઝ 48 બોલ સાથે આ લિસ્ટમાં બીજા નંબરે આવી ગયો છે.

આ પણ વાંચોઃ હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન વનડે શ્રેણીમાંથી બહાર, ટીમમાં જગ્યા મેળવવા માટે આ બે ઓલરાઉન્ડર વચ્ચે ટક્કર

દેશ માટે સૌથી વધુ સદી: વનડે ક્રિકેટમાં ગુરબાઝની આ 9મી સદી છે, જે કોઈપણ અફઘાન બેટ્સમેન કરતા સૌથી વધુ છે. ઇબ્રાહિમ ઝદરાન અને શહઝાદ 6-6 સદી સાથે પાછળ છે.

દિગ્ગજોને પાછળ છોડ્યા: કન્વર્ઝન રેટ (અડધી સદીને સદીમાં ફેરવવાની ટકાવારી) ની વાત આવે તો, ગુરબાઝ 56.25 ટકા સાથે સૌથી આગળ નીકળી ગયો છે. તેણે આ મામલામાં ડેરિલ મિશેલ (42.86%), ક્વિન્ટન ડી કોક (41.82%) અને વિરાટ કોહલી (41.22%) જેવા દિગ્ગજોને પણ પાછળ રાખી દીધા છે.

ઓવરઓલ વિશ્વ ક્રિકેટમાં સૌથી ઝડપી વનડે સદીની યાદીમાં ગુરબાઝ હવે 14મા નંબરે પહોંચી ગયો છે (આ યાદીમાં પ્રથમ ક્રમે એબી ડી વિલિયર્સ છે જેણે 2015 માં 31 બોલમાં સદી ફટકારી હતી). 24 વર્ષની નાની ઉંમરે ગુરબાઝે જે રીતે બેટિંગ કરી છે, તે સાબિત કરે છે કે આવનારા વર્ષોમાં તે વિશ્વ ક્રિકેટ પર રાજ કરવા માટે એકદમ તૈયાર છે.

આ પણ વાંચોઃ ઓલિમ્પિક 2028 અંગે સૂર્યાનું કયું નિવેદન ગંભીરને ન ગમ્યું? કેપ્ટન પદેથી હટાવવાની ઇનસાઇડ સ્ટોરી

Frequently Asked Questions

અફઘાનિસ્તાન માટે સૌથી ઝડપી વનડે સદીનો રેકોર્ડ કોના નામે છે?

રહેમાનુલ્લાહ ગુરબાઝે 48 બોલમાં સદી ફટકારીને અફઘાનિસ્તાન માટે વનડેમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે મોહમ્મદ શહઝાદનો જૂનો રેકોર્ડ તોડ્યો છે.

ગુરબાઝની આ સદી ભારત સામેની સૌથી ઝડપી સદીઓની યાદીમાં કયા સ્થાને છે?

ગુરબાઝની 48 બોલની આ સદી વનડેમાં ભારત સામેની બીજી સૌથી ઝડપી સદી છે. શાહિદ આફ્રિદી 45 બોલ સાથે પ્રથમ સ્થાને છે.

રહેમાનુલ્લાહ ગુરબાઝે વનડે ક્રિકેટમાં કુલ કેટલી સદી ફટકારી છે?

વનડે ક્રિકેટમાં ગુરબાઝની આ 9મી સદી છે, જે કોઈપણ અફઘાન બેટ્સમેન કરતા સૌથી વધુ છે. તેણે ઇબ્રાહિમ ઝદરાન અને શહઝાદને પાછળ છોડી દીધા છે.

કન્વર્ઝન રેટમાં ગુરબાઝે કયા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા છે?

કન્વર્ઝન રેટ (અડધી સદીને સદીમાં ફેરવવાની ટકાવારી) માં ગુરબાઝ 56.25% સાથે સૌથી આગળ નીકળી ગયો છે. તેણે વિરાટ કોહલી, ક્વિન્ટન ડી કોક અને ડેરિલ મિશેલ જેવા દિગ્ગજોને પાછળ રાખ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!
ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
Embed widget