IND vs AUS, 1st Test: સૂર્યકુમાર યાદવ સહિત કોણે કર્યું ડેબ્યૂ ? જાણો વિગત
IND vs AUS, 1st Test Nagpur: ટીમ ઈન્ડિયામાં બે ખેલાડીએ ડેબ્યૂ કર્યું છે.
IND vs AUS, 1st Test: ઓસ્ટ્રેલિયા સામે નાગપુરમાં રમાનારી પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાના બે ફાસ્ટર અને ત્રણ સ્પિનર સાથે મેદાનમાં ઉતર્યું છે. સૂર્યકુમાર યાદવ અને કેએસ ભરતે ડેબ્યૂ કર્યું છે.
કોણે આપી ટેસ્ટ કેપ
સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ અને કેપ્ટન રવિ શાસ્ત્રીએ ટેસ્ટ કેપ આપી હતી. કેએસ ભરતને ચેતેશ્વર પુજારાએ ટેસ્ટ કેપ આપી હતી.
SKY makes his TEST DEBUT as he receives the Test cap from former Head Coach @RaviShastriOfc 👏 👏
— BCCI (@BCCI) February 9, 2023
Good luck @surya_14kumar 👍 👍#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/JVRyK0Vh4u
ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.
🚨 Team News 🚨
— BCCI (@BCCI) February 9, 2023
Test debuts for @surya_14kumar & @KonaBharat for #TeamIndia 👌 👌
Follow the match ▶️ https://t.co/SwTGoyHfZx #INDvAUS | @mastercardindia
A look at our Playing XI 🔽 pic.twitter.com/div9awCB4o
કઈ ચેનલ પરથી ટેલિકાસ્ટ થશે
ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 4 ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. Disney + Hotstar એપ દ્વારા ટેસ્ટ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે.
પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ (ભારત ટેસ્ટ ટીમ)
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મો. શમી, મોહમ્મદ. સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવ.
ટેસ્ટ શ્રેણી કઈ જગ્યાએ રમાશે
- 9 ફેબ્રુઆરી 2023 થી 13 ફેબ્રુઆરી 2023 દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે.
- 17 ફેબ્રુઆરી 2023 થી 21 ફેબ્રુઆરી 2023 દરમિયાન દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાશે.
- 1 માર્ચ 2023 થી 5 માર્ચ 2023 દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે.
- 9 માર્ચથી 13 માર્ચ, 2023 સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચોથી ટેસ્ટ મેચ રમાશે.
આ પણ વાંચોઃ
IND vs AUS: નાગપુર ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાએ કર્યું પીચનું નિરીક્ષણ, શેર કરી આ ખાસ તસવીર