3rd ODI: આવતીકાલે રાજકોટમાં વરસાદ પડશે ? જાણો ભારત-ઓસ્ટ્રેલિયાની અંતિમ વનડેમાં શું છે સ્થિતિ....
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, રાજકોટ ખાતે બુધવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરીઝની ત્રીજી વનડે મેચ રમાશે, પરંતુ આ દિવસે રાજકોટમાં હવામાનની પેટર્ન કેવી રહેશે ?
![3rd ODI: આવતીકાલે રાજકોટમાં વરસાદ પડશે ? જાણો ભારત-ઓસ્ટ્રેલિયાની અંતિમ વનડેમાં શું છે સ્થિતિ.... IND vs AUS Live Streaming & Weather Forecast: india vs australia 3rd odi live streaming venue match time weather update 3rd ODI: આવતીકાલે રાજકોટમાં વરસાદ પડશે ? જાણો ભારત-ઓસ્ટ્રેલિયાની અંતિમ વનડેમાં શું છે સ્થિતિ....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/26/c03716e07d63de78d50512a17b59bbf0169573089062577_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IND vs AUS Live Streaming & Weather Forecast: ભારતે ત્રમ મેચની વનડે સીરીઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 99 રને હરાવ્યું. આ રીતે ટીમ ઈન્ડિયાએ સીરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે સીરીઝની ત્રીજી વનડે 27 સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે. રાજકોટ વનડે ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ ત્રીજી વનડે જીતીને 3 મેચની સીરીઝમાં કાંગારૂઓનો સફાયો કરવા માંગશે. વળી, ઓસ્ટ્રેલિયન ટીમ તેની પ્રથમ જીતની શોધમાં છે.
રાજકોટમાં ત્રીજી વનડે દરમિયાન વરસાદ પડશે ?
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, રાજકોટ ખાતે બુધવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરીઝની ત્રીજી વનડે મેચ રમાશે, પરંતુ આ દિવસે રાજકોટમાં હવામાનની પેટર્ન કેવી રહેશે ? ખરેખર, બુધવારે રાજકોટમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહેશે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આ ઉપરાંત આકાશ વાદળછાયું રહેશે. ઝરમર વરસાદની પણ શક્યતાઓ છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મેચના દિવસે રાજકોટમાં વધુ વરસાદની કોઈ શક્યતા નથી.
લાઇવ બ્રૉડકાસ્ટિંગ અને લાઇવ સ્ટ્રીમિંગ ડિટેલ્સ
ભારતીય ચાહકો સ્પોર્ટ્સ-18 પર ભારત-ઓસ્ટ્રેલિયા ત્રીજી વનડે મેચનું જીવંત પ્રસારણ જોઈ શકશે. આ ઉપરાંત Jio સિનેમા પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ થશે. આ રીતે ક્રિકેટ ચાહકો સ્પોર્ટ્સ-18 અને જિઓ સિનેમા પર લાઈવ જોઈ શકશે. વળી, આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.
ભારતીય ટીમે સીરીઝની પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું. બંને ટીમો વચ્ચેની મેચ મોહાલીમાં રમાઈ હતી. વળી, કેએલ રાહુલની આગેવાની હેઠળની ભારતીય ટીમે બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવ્યું. જો કે હવે સીરીઝની ત્રીજી વનડે રાજકોટમાં રમાશે.
ત્રીજી વનડે માટે આવા થઇ શકે છે સંભવિત ફેરફાર -
મુખ્ય ઝડપી બૉલર જસપ્રીત બુમરાહ, જે બીજી વનડેમાં રમ્યો ન હતો, તે ત્રીજી મેચમાં વાપસી કરશે. શાર્દુલની જગ્યાએ બુમરાહને રમાડવામાં આવી શકે છે. આ ઉપરાંત નિયમિત કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવ ત્રીજી વનડેમાં ભારતીય ટીમમાં વાપસી કરશે. આવી સ્થિતિમાં ટીમમાં કેટલાય ફેરફાર જોવા મળી શકે છે. કેપ્ટન રોહિત શર્મા ગીલની ભરપાઈ કરશે. ગીલના સ્થાને કેપ્ટન ઓપનિંગમાં હશે તે નક્કી છે.
રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)