શોધખોળ કરો

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો

રાજકોટમાં સિરીઝ જીતવાનું સપનું રોળાયું; રાહુલની સદી એળે ગઈ, કેપ્ટન ગિલે મધ્ય ઓવરોમાં ફ્લોપ રહેલા સ્પિનરો અને ખરાબ ફિલ્ડિંગ પર ફોડ્યું હારનું ઠીકરું.

IND vs NZ 2nd ODI: રાજકોટના મેદાન પર ભારત પાસે ન્યૂઝીલેન્ડ સામે વનડે શ્રેણી (ODI Series) જીતવાની સુવર્ણ તક હતી, પરંતુ કિવી બેટ્સમેનોએ ભારતીય બોલરોની ધોલાઈ કરીને જીત છીનવી લીધી હતી. કેએલ રાહુલની સદી અને ટીમનો મોટો સ્કોર હોવા છતાં, ભારતને 7 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો. આ હાર સાથે શ્રેણી 1-1 થી બરાબર થઈ ગઈ છે. મેચ પૂરી થયા બાદ નિરાશ થયેલા કેપ્ટન શુભમન ગિલે (Shubman Gill) હાર માટે કોઈ બહાના કાઢવાને બદલે સીધા શબ્દોમાં ટીમને નડતી ખામીઓ અને 'ગુનેગારો' તરફ આંગળી ચીંધી હતી.

1. મધ્ય ઓવરોમાં વિકેટનો દુકાળ

શુભમન ગિલે સ્વીકાર્યું હતું કે ટીમ ઈન્ડિયાની હારનું સૌથી મોટું કારણ મધ્ય ઓવરો (Middle Overs) માં વિકેટ ન મળવી હતું. ભારતીય સ્પિનરો કિવી બેટ્સમેનો પર દબાણ લાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ગિલે કહ્યું, "જ્યારે તમે વચ્ચેની ઓવરોમાં વિકેટ નથી લઈ શકતા, ત્યારે રન રોકવા અશક્ય બની જાય છે. ભલે અમે બોર્ડ પર 15-20 રન વધારે બનાવ્યા હોત, તો પણ મિડલ ઓવર્સમાં વિકેટ લેવી ફરજિયાત હતી. અમે 5 ફિલ્ડરો સર્કલની અંદર રાખ્યા હતા, છતાં અમે ભાગીદારી તોડી શક્યા નહીં, જે અમને ભારે પડ્યું."

2. સેટ બેટ્સમેન અને ભાગીદારી

કેપ્ટને ડેરિલ મિશેલ અને વિલ યંગની ભાગીદારીનો ઉલ્લેખ કરતા કહ્યું કે આવી પીચો પર એકવાર બેટ્સમેન સેટ (Set Batsman) થઈ જાય પછી તેને રોકવો મુશ્કેલ છે. "જ્યારે ભાગીદારી મજબૂત બને છે, ત્યારે સેટ બેટ્સમેન માટે મોટા શોટ રમવા આસાન થઈ જાય છે. નવા આવનાર બેટ્સમેન માટે શરૂઆતથી જ ફટકાબાજી કરવી અઘરી હોય છે, પરંતુ અમે સેટ બેટ્સમેનને આઉટ કરવામાં નિષ્ફળ રહ્યા," તેમ ગિલે ઉમેર્યું હતું.

3. ખરાબ ફિલ્ડિંગ અને કેચ ડ્રોપ

હારનું ત્રીજું અને મહત્વનું કારણ 'ખરાબ ફિલ્ડિંગ' (Poor Fielding) રહ્યું. ગિલે સ્પષ્ટ કહ્યું કે બોલરોની સાથે ફિલ્ડરોએ પણ નિરાશ કર્યા છે. "પાછલી મેચની જેમ આ મેચમાં પણ અમે કેટલાક મહત્વપૂર્ણ કેચ છોડ્યા (Dropped Catches). જો તમે આવા સ્તરે કેચ છોડો તો વિરોધી ટીમ મેચમાં વાપસી કરી જ લે છે." આ ઉપરાંત, ગિલે શરૂઆતની 10-15 ઓવરમાં બોલરો દ્વારા વધુ આક્રમકતા (Aggression) ન દાખવવા બદલ પણ નારાજગી વ્યક્ત કરી હતી.

અંતમાં, કેપ્ટન ગિલે 2027 World Cup ની તૈયારીઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે ટીમે હવે મિડલ ઓવર બોલિંગ અને ફિલ્ડિંગ પર ગંભીરતાથી કામ કરવું પડશે, નહીંતર મોટા ટૂર્નામેન્ટમાં મુશ્કેલી પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget