શોધખોળ કરો

IND vs NZ: રોમાંચક ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો

ટીમ ઈન્ડિયા કેપ્ટન રોહિત શર્માની શાનદાર ઇનિંગના કારણે ભારતે  ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો છે.

IND vs NZ Match:  ટીમ ઈન્ડિયા કેપ્ટન રોહિત શર્માની શાનદાર ઇનિંગના કારણે ભારતે  ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે.  ભારતીય ટીમ આ સમગ્ર ટુર્નામેન્ટમાં અપરાજિત રહી છે. ભારતીય ટીમે પોતાની તમામ મેચમાં જીત મેળવી છે. 

ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ટાઈટલ જીતી લીધું છે. ટીમ ઈન્ડિયાએ 12 વર્ષ બાદ ફરી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ભારતે સતત બીજા વર્ષે ICC ટ્રોફી પર કબજો કરીને દુબઈમાં ત્રિરંગો લહેરાવ્યો છે. આ પહેલા ભારતીય ટીમે 2024માં ટી20 વર્લ્ડ કપનો ખિતાબ પણ જીત્યો હતો. છેલ્લી ઓવરોમાં રોહિત શર્માના 76 રન, શ્રેયસ અય્યરના 48 રન અને હાર્દિક પંડ્યાના 18 રનની ઈનિંગે પણ ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

ભારત ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે

ભારતે કુલ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. હવે ભારત સૌથી વધુ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર દેશ પણ બની ગયો છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા પણ બે વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચુક્યું છે. ભારતે 2002માં શ્રીલંકા સાથે ચેમ્પિયન્સ ટ્રોફી શેર કરી હતી, ત્યારબાદ 2013માં ટીમ ઈન્ડિયાએ ધોનીની કપ્તાનીમાં ટ્રોફી જીતી હતી. હવે 2025માં ભારત ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બન્યું છે.

રોહિત, શ્રેયસ અને..., સમગ્ર ટીમ ઈન્ડિયાએ કમાલ કરી હતી

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા સ્કોરબોર્ડ પર 251 રન બનાવ્યા હતા. કિવિઝ તરફથી સૌથી વધુ રન ડેરિલ મિશેલે બનાવ્યા, જેણે 63 રનની ઇનિંગ રમી. પરંતુ ટીમ ઈન્ડિયાને ન્યુઝીલેન્ડની ઈનિંગ્સની પ્રથમ 10 ઓવરમાં ચોક્કસપણે નુકસાન થયું હતું કારણ કે છેલ્લી 10 ઓવરમાં કિવિઓએ 79 રન બનાવ્યા હતા. માઈકલ બ્રેસવેલે 40 બોલમાં 53 રનની ઈનિંગ રમીને ન્યૂઝીલેન્ડને 251 રન સુધી પહોંચાડ્યું હતું.

ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવાની હેટ્રિક લગાવી હતી.  આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ઈતિહાસ રચ્યો છે. 

રોહિત શર્માની શાનદાર ઈનિંગ

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ખૂબ જ શાનદાર ઈનિંગ રમી હતી. રોહિતે 83 બોલમાં 76 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. શ્રેયસ અય્યરે પણ 48 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી હતી. આ સાથે જ જાડેજાને એક વિકેટ મળી હતી. શમીએ એક વિકેટ અને એક ખેલાડી રનઆઉટ થયો હતો.

ન્યૂઝીલેન્ડે ભારતને જીતવા 252 રનનો લક્ષ્યાંક આપ્યો હતો

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 252 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.  ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કિવી ટીમ 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 251 રન બનાવી શકી હતી. છેલ્લી પાંચ ઓવરમાં 50 રન બનાવ્યા હતા, જેના કારણે ન્યૂઝીલેન્ડ આ આંકડાને સ્પર્શી શક્યું હતું. ન્યૂઝીલેન્ડની ટીમે શરુઆત ખૂબ જ સારી કરી હતી પરંતુ બાદમાં વિકેટો પડવાનું શરુ થયું હતું. 

દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. રચિન રવિન્દ્ર અને વિલ યંગે ન્યૂઝીલેન્ડને શાનદાર શરૂઆત અપાવી હતી. રવિન્દ્રએ 29 બોલમાં 37 રનની શાનદાર ઇનિંગ રમી હતી. કેન વિલિયમસન માત્ર 11 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ ડેરિલ મિશેલ અને ગ્લેન ફિલિપ્સની 57 રનની ભાગીદારીએ ન્યૂઝીલેન્ડને ઘણી હદ સુધી મેચમાં પરત લાવી દીધું હતું. મિશેલે 63 અને ફિલિપ્સે 34 રન બનાવ્યા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Embed widget