શોધખોળ કરો

IND vs PAK: આજે બે કટ્ટર હરિફો આમને-સામને, જાણો ભારત-પાકિસ્તાન મેચની પ્લેઇંગ ઇલેવનથી લઇ તમામ ડિટેલ્સ......

T20 World Cup 2024 IND vs PAK: T20 વર્લ્ડકપ 2024ની સૌથી હાઈ-પ્રૉફાઈલ મેચ આજે એટલે કે થોડા કલાકોમાં શરૂ થશે. ન્યૂયોર્કમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે

T20 World Cup 2024 IND vs PAK: T20 વર્લ્ડકપ 2024ની સૌથી હાઈ-પ્રૉફાઈલ મેચ આજે એટલે કે થોડા કલાકોમાં શરૂ થશે. ન્યૂયોર્કમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ બંને ટીમો 2022 પછી પ્રથમ વખત T20 ફોર્મેટમાં આમને સામને ટકરાઇ રહી છે. ટી20માં ભારતનો અત્યાર સુધી પાકિસ્તાન સામે શાનદાર રેકોર્ડ રહ્યો છે. આ વખતે પણ ખેલાડીઓના ફોર્મ પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર હોય તેમ જણાય છે. રોહિત શર્માની ટીમ બાબર આઝમની સેનાને પછાડી શકે છે. આ મેચ રવિવારે સાંજે ન્યૂયોર્કમાં રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 12 T20 મેચ રમાઈ છે. આમાં ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર રહ્યો છે. ભારતે 8 મેચ જીતી છે અને 3 હારી છે. આ વખતે પણ ટીમ ઈન્ડિયા ઘણી મજબૂત છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની સાથે જસપ્રીત બુમરાહ પણ ટીમ માટે કમાલ કરી શકે છે.

કેવો રહેશે પીચનો આજે મિજાજ -
ન્યૂયોર્કમાં ભારત-પાક મેચ રમાવાની છે. અહીંની પિચ એકદમ ધીમી છે. મેચ પહેલા જ આને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. એ જ પીચ પર જ્યાં ભારત-પાકિસ્તાનની મેચ રમાવવાની છે, ત્યાં દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચેની મેચ પણ છે. આ મેચમાં નેધરલેન્ડની ટીમ 103 રન જ બનાવી શકી હતી. આ પહેલા પણ ઓછા સ્કોરવાળી મેચો બની છે. આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પણ લૉ સ્કોરિંગ બની શકે છે.

ટીમ ઇન્ડિયાના ગેમચેન્જર ખેલાડીઓ - 
જો ટીમ ઈન્ડિયા પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરે છે તો કુલદીપ યાદવને તક મળી શકે છે. જો કુલદીપ પ્લેઈંગ ઈલેવનમાં રહેશે તો તે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તે ધીમી પીચ પર કમાલ કરી શકે છે. આ સાથે રોહિત અને કોહલી પણ કમાલ કરી શકે છે. રોહિતે આયરલેન્ડ સામે અડધી સદી ફટકારી હતી. વિરાટ 1 રન બનાવીને આઉટ થયો હતો. જોકે તેનો પાકિસ્તાન સામે મજબૂત રેકોર્ડ છે.

પાકિસ્તાન સામેની મેચ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: - 
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Republic Day 2025 Live: વોર મેમોરિયલ પહોંચી PM મોદીએ  શહીદોને આપી શ્રદ્ધાંજલિ, રાષ્ટ્રપતિએ કર્યું ધ્વજારોહણ

Mahakumbh 2025:  કુંભ બાદ કયાં જતાં રહે છે નાગા સાધુ, જાણો શું છે રહસ્યમય ગાથા

Bomb Threat In Jammu: ગણતંત્ર દિવસના અવસરે  જમ્મુના MAM સ્ટેડિયમને મળી બોમ્બથી ઉડાવી દેવાની  ધમકી

દેશની કાયાપલટ કરી દેશે 434 પરિયોજના, રફતારને મળશે ગતિ, સપનાને મળશે ઉડાન
દેશની કાયાપલટ કરી દેશે 434 પરિયોજના, રફતારને મળશે ગતિ, સપનાને મળશે ઉડાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Cold Play Concert: કોન્સર્ટ પહેલા જ સ્ટેડિયમમાં લાગી આગ, જુઓ શું બની હતી ઘટનાMahakumbh 2025 : મહાકુંભમાં જઈ રહેલા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 3ના મોતPadma Awards 2025 : પદ્મ પુરસ્કારની જાહેરાત , ગુજરાતના કયા કયા મહાનુભાવોને મળશે પદ્મ પુરસ્કાર?Hun To Bolish : હું તો બોલીશ : ટીચર્સનું ટેન્શન અને ટોર્ચર!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Republic Day 2025 Live: વોર મેમોરિયલ પહોંચી PM મોદીએ  શહીદોને આપી શ્રદ્ધાંજલિ, રાષ્ટ્રપતિએ કર્યું ધ્વજારોહણ
Republic Day 2025 Live: વોર મેમોરિયલ પહોંચી PM મોદીએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ, રાષ્ટ્રપતિએ કર્યું ધ્વજારોહણ
Mahakumbh 2025:  કુંભ બાદ કયાં જતાં રહે છે નાગા સાધુ, જાણો શું છે રહસ્યમય ગાથા
Mahakumbh 2025: કુંભ બાદ કયાં જતાં રહે છે નાગા સાધુ, જાણો શું છે રહસ્યમય ગાથા
Bomb Threat In Jammu: ગણતંત્ર દિવસના અવસરે  જમ્મુના MAM સ્ટેડિયમને મળી બોમ્બથી ઉડાવી દેવાની  ધમકી
Bomb Threat In Jammu: ગણતંત્ર દિવસના અવસરે જમ્મુના MAM સ્ટેડિયમને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
દેશની કાયાપલટ કરી દેશે 434 પરિયોજના, રફતારને મળશે ગતિ, સપનાને મળશે ઉડાન
દેશની કાયાપલટ કરી દેશે 434 પરિયોજના, રફતારને મળશે ગતિ, સપનાને મળશે ઉડાન
ગુજરાતના આઠ રત્નોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા, પંકજ પટેલને પદ્મભૂષણ

મહાકુંભ જતા અરવલ્લીના પરિવારને નડ્યો અકસ્માત: ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણના મોત, બે ગંભીર

પદ્મ એવોર્ડ 2025: ગુજરાતના 8 સહિત 139 લોકોને મળશે પદ્મ પુરસ્કાર, સરકારની જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી

રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા વીરતા પુરસ્કારોની ઘોષણા: દેશની સેવા કરનારા 93 જવાનોને સન્માન

Embed widget