શોધખોળ કરો
મહાકુંભ જતા અરવલ્લીના પરિવારને નડ્યો અકસ્માત: ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણના મોત, બે ગંભીર
જબલપુર પાસે ગમખ્વાર અકસ્માત: મહાકુંભ જતા અરવલ્લીના પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત. ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા સર્જાયો અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણના ઘટનાસ્થળે જ મોત.

ધનસુરાના લાલુકંપાના શ્રદ્ધાળુઓ પ્રયાગરાજમાં મહાકુંભમાં દર્શન કરવા જઈ રહ્યા હતા. અરવલ્લીના વતની પુનાથી ધનસુરા થઈને પ્રયાગરાજ જતા હતા.
1/5

મધ્યપ્રદેશના જબલપુર પાસે એક ગમખ્વાર અકસ્માતમાં અરવલ્લી જિલ્લાના વતની એક પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
2/5

આ પરિવાર પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દર્શન કરવા માટે જઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી.
3/5

મળતી માહિતી મુજબ, અરવલ્લીના વતની અને પુનામાં રહેતો આ પરિવાર ધનસુરા થઈને પ્રયાગરાજ તરફ ઈનોવા કારમાં જઈ રહ્યો હતો. જબલપુર પાસે તેમની કાર ડિવાઈડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
4/5

આ અકસ્માતમાં પતિ-પત્ની સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય બે સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
5/5

મૃતકો ધનસુરાના લાલુકંપાના રહેવાસી હતા અને મહાકુંભમાં દર્શન કરવા માટે પ્રયાગરાજ જઈ રહ્યા હતા. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
Published at : 25 Jan 2025 10:49 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
ગાંધીનગર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
