શોધખોળ કરો

IND vs PAK: પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે ભારત? કેપ્ટન સૂર્યકુમાર યાદવએ કહ્યું - 24 કલાકમાં....

IND vs PAK T20 World Cup 2026: ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ટીમ ઈન્ડિયા અહીં માત્ર ક્રિકેટ રમવા માટે આવી છે અને તેમનું લક્ષ્ય સારું પ્રદર્શન કરવાનું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારત-પાકિસ્તાન મેચ પહેલા હાથ મિલાવવા મુદ્દે વિવાદ.
  • સૂર્યકુમાર યાદવે જવાબ માટે ૨૪ કલાક રાહ જોવા કહ્યું.
  • સલમાન આગાએ રમતને રાજકારણથી દૂર રાખવાની વાત કરી.
  • T20 વર્લ્ડ કપમાં ભારતનું પાકિસ્તાન સામે પ્રભુત્વ રહ્યું છે.

IND vs PAK T20 World Cup 2026: શ્રીલંકાના કોલંબોમાં આવતીકાલે રવિવાર, 15 ફેબ્રુઆરીના રોજ યોજાનાર ભારત વિરુદ્ધ પાકિસ્તાન (India vs Pakistan) ના હાઈ વોલ્ટેજ મુકાબલા અગાઉ રાજકીય અને રમતગમતના તણાવ વચ્ચે એક નવો વિવાદ છેડાયો છે. આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાનાર T20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) ની આ મહાજંગ પૂર્વે પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવને પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવા (Handshake Controversy) અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે રહસ્ય જાળવી રાખતા માત્ર 24 કલાક રાહ જોવાનું જણાવી મેદાન પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સીમા પરના તણાવ અને ભૂતકાળની ઘટનાઓના પડઘા હવે મેદાન પર ખેલાડીઓના પરસ્પર વ્યવહાર પર પણ જોવા મળી રહ્યા છે.

હાથ મિલાવવા મુદ્દે આવતીકાલે નિર્ણય લેવાશે

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ટીમ ઈન્ડિયા અહીં માત્ર ક્રિકેટ રમવા માટે આવી છે અને તેમનું લક્ષ્ય સારું પ્રદર્શન કરવાનું છે. હાથ મિલાવવાના પ્રશ્ન પર તેમણે ઉમેર્યું કે, "અમે આવતીકાલે આ અંગે નિર્ણય લઈશું, તમે બસ 24 કલાક ધીરજ રાખો, તમને મેદાન પર જ જવાબ મળી જશે." ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પહેલગામ હુમલા અને ત્યારબાદ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) પછી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ વણસ્યા છે, જેની અસર રમતગમતના શિષ્ટાચાર પર પણ પડી છે. દુબઈમાં રમાયેલા એશિયા કપ બાદ બંને ટીમોના ખેલાડીઓએ પરસ્પર હાથ મિલાવવાનું ટાળ્યું હતું.

બીજી તરફ, પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ (Salman Agha) રમતની ભાવના (Spirit of Cricket) અંગે રાગ આલાપતા ફરિયાદના સુરમાં જણાવ્યું કે ક્રિકેટ હંમેશા યોગ્ય ભાવનાથી રમવી જોઈએ. તેમણે ઉમેર્યું કે ભારત શું નિર્ણય લેશે તે તેમના પર નિર્ભર છે, પરંતુ રમતને રાજકારણથી દૂર રાખવી જોઈએ. આંકડાકીય રીતે જોઈએ તો T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ટીમ ઈન્ડિયાનું (Indian Cricket Team) પ્રભુત્વ રહ્યું છે. અત્યાર સુધી રમાયેલી 8 મેચોમાંથી ભારતે 7 મેચમાં વિજય મેળવીને પાકિસ્તાન પર મનોવૈજ્ઞાનિક દબાણ જાળવી રાખ્યું છે. આવતીકાલે સાંજે રમાનાર આ મેચમાં માત્ર રમત જ નહીં, પરંતુ ખેલાડીઓનું વર્તન પણ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બનશે.

Frequently Asked Questions

ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2026 ની મેચ ક્યાં રમાશે?

આ મેચ શ્રીલંકાના કોલંબોમાં આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે.

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે હાથ મિલાવવાના પ્રશ્ન પર શું કહ્યું?

સૂર્યકુમાર યાદવે કહ્યું કે તેઓ આ અંગે આવતીકાલે નિર્ણય લેશે અને દર્શકોને 24 કલાક રાહ જોવાનું કહ્યું. તેમનું ધ્યાન મેદાન પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર છે.

પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ રમત અંગે શું ટિપ્પણી કરી?

સલમાન આગાએ ક્રિકેટને હંમેશા યોગ્ય ભાવનાથી રમવાની વાત કરી અને જણાવ્યું કે રમતને રાજકારણથી દૂર રાખવી જોઈએ.

T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના આંકડા શું છે?

T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં રમાયેલી 8 મેચોમાંથી ભારતે 7 મેચમાં જીત મેળવી છે, જે પાકિસ્તાન પર મનોવૈજ્ઞાનિક દબાણ જાળવી રાખે છે.

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget