પહેલા જ બૉલ પર ફટકાબાજી કરવા જતાં આઉટ થયેલા પંત પર કયો ક્રિકેટર ગિન્નાયો, VIDEO વાયરલ
ઋષભ પંત આ મેચમાં પહેલા બૉલે જ ખાતુ ખોલાવ્યા વિના આઉટ થઇ ગયો હતો.
નવી દિલ્હીઃ ભારતીય ટીમ ગઇકાલે સાઉથ આફ્રિકા સામેની ત્રીજી વનડે મેચ હારી ગઇ, આ સાથે જ ટેસ્ટ બાદ સીરીઝ પણ ગુમાવવી પડી હતી. પરંતુ ત્રીજી વનડે મેચ દરમિયાને એક ઘટના એવી બની જેનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો વિકેટકીપર બેટ્સમેને ઋષભ પંતનો છે. ઋષભ પંત આ મેચમાં પહેલા બૉલે જ ખાતુ ખોલાવ્યા વિના આઉટ થઇ ગયો હતો.
જ્યારે ભારતીય ટીમની બેટિંગ ચાલી રહી હતી, ત્યારે પંત બેટિંગ માટે ક્રિઝ પર આવ્યો. આ સમયે ટીમનો સ્કૉર 116/2 હતો અને ટીમે ઋષભને વિરાટ કોહલીની સાથે એક સારી પાર્ટનરશીપની આશા હતી, પરંતુ એન્ડિલે ફેહલુકવાયોના બૉલ પર ફટકાબાજી કરવા જતાં તે આઉટ થઇ ગયો હતો.
ફેહલુકવાયોના બૉલ પર ઋષભ પંતે ક્રિઝની આગળ નીકળીને ડીપ પૉઇન્ટની ઉપરથી શૉટ ફટકાર્યો. આ શૉટ પર તે રિસાન્ડા મગલાને આસાન કેચ આપી બેઠો હતો. પંત શૂન્ય રને આઉટ થયો હતો. પંતની વિકેટ બાદ સામે ઉભો રહેલો કોહલી ગુસ્સે થઇ ગયો હતો. કોહલી પંતની વિકેટ ગુમાવવાની આદતથી પરેશાન દેખાઇ રહ્યો હતો. આ વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ મેચમાં પંત શૂન્ય રને આઉટ થઇ ગયો હતો પરંતુ બીજી વનડેમાં દમદાર 85 રનની ઇનિંગ રમી હતી.
— Bleh (@rishabh2209420) January 23, 2022
આ પણ વાંચો..........
Health Tips: ઓમિક્રોનથી બચાવશે આ શાકભાજી, ઇમ્યુનિટી પણ થશે મજબૂત, ડાયટમાં કરો સામેલ
અમેઝિંગ ટ્રિક્સઃ ચેટને મજેદાર બનાવવા Whatsappમાં કરી દો આ બે સેટિંગ, બદલાઇ જશે તમારુ એક્સપીરિયન્સ
Gmail Safety Tips: આ આસાન રીતે જાણો તમારુ Gmail હેક થયુ છે કે નહીં.............
ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, એક્ટિવ કેસનો આંકડો 134837 પર પહોંચ્યો
UPSC Recruitment 2022: UPSC માં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી, તમે પણ બની શકો છો અધિકારી