શોધખોળ કરો

વિરાટ કોહલીને આફ્રિકાના ક્યા સ્ટાર પ્લેયર સાથે થઈ ગયો ઝગડો ? શું હતું ઝગડાનું કારણ ?

ભારતે શાનદાર શરૂઆત કરીને આફ્રિકાની ત્રણ વિકેટ ઝડપથી પાડી દીધી હતી પણ બઉમા અને વાન ડેર ડૂસેને આફ્રિકાને સંભાળ્યું હતું.

પર્લઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પર્લના બોલેન્ડ પાર્કમાં રમાયેલી પહેલી વનડે મેચમાં વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકન કેપ્ટન બવુમા સાથે ઝગડી પડ્યો હતો. ભારતની ફિલ્ડિંગ દરમિયાન વિરાટ કોહલીના રોકેટ થ્રોથી બઉમાનું સંતુલન બગડી ગયું હતું અને તે ગબડી પડતાં બચ્યો હતો તેથી બવુમાએ વિરાટ સામે આંખો કાઢતાં કોહલીએ પણ જવાબ આપતાં બંને વચ્ચે ઊગ્ર બોલાચાલી થઈ હતી. કોહલીએ હાથથી ઈશારો કરીને બવુમાને ધમકાવી નાખ્યો હતો. આ ઘટનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાની ઈનિંગની 36મી ઓવરમાં વિરાટ અને બવુમા ઝગડ્યા હતા.

ભારતે શાનદાર શરૂઆત કરીને આફ્રિકાની ત્રણ વિકેટ ઝડપથી પાડી દીધી હતી પણ બઉમા અને વાન ડેર ડૂસેને આફ્રિકાને સંભાળ્યું હતું. ઈન્ડિયન ટીમ બવુમા અને વાન ડેર ડૂસેનની પાર્ટનરશિપ તોડવા માટે પોતાની તાકાત લગાવી રહી હતી ત્યારે કેપ્ટન રાહુલે 36મી ઓવર યુઝવેન્દ્ર ચહલને આપી હતી.

આ ઓવરમાં આફ્રિકન કેપ્ટન બવુમાએ મારેલો શોટ વિરાટ પાસે ગયો હતો.  કોહલીએ બોલ વિકેટકીપર પંત પાસે બોલ થ્રો કરી દીધો હતો. વિરાટનો થ્રો એટલો ફાસ્ટ હતો કે બઉમાનું બેલેન્સ બગડી ગયું હતું અને તે જમીન પર પડી જતાં બચ્યો  હતો. રિષભ પંત પણ આ થ્રોનો યોગ્ય રીતે કેચ કરી શક્યો નહોતો.

વિરાટના રોકેટ થ્રોથી માંડ માંડ બચ્યો હોવાથી બઉમાએ કોહલી સામે આંખો કાઢીને કોમેન્ટ કરી હતી. કોહલીએ તરત હાથ લાંબો કરીને  બવુમા સામે ઈશારો કરીને જવાબ આપ્યો હતો. વિરાટ બવુમા તરફ ગયો ગતો પણ પંતે તેને રોકી દીધો હતો. 

વિરાટને પોતાની સામે આવતો જોઈને બવુમાએ  નોનસ્ટ્રાઈકર ડૂસેન સાથે ઈશારાથી વાત કરવાનું શરૂ કરી દીધું હતું પણ વિરાટ  શાંત નહોતો થયો. વિરાટે હાથથી ઈશારો કરીને બવુમા સામે કોમેન્ટ્સ ચાલુ રાખી હતી. આ મેચમાં ભારતની 31 રને હાર થઈ હતી.

ટોપ સ્ટોરી

IND vs WI 3જી T20: બોલિંગ લાઇનઅપમાં સર્જરી, પ્લેઇંગ 11માં 3 મોટા ફેરફાર શક્ય
IND vs WI 3જી T20: બોલિંગ લાઇનઅપમાં સર્જરી, પ્લેઇંગ 11માં 3 મોટા ફેરફાર શક્ય
કોહલી કે ડી વિલિયર્સ નહીં: રાશિદ ખાને આ ભારતીયને ગણાવ્યો T20નો સર્વશ્રેષ્ઠ ખેલાડી
કોહલી કે ડી વિલિયર્સ નહીં: રાશિદ ખાને આ ભારતીયને ગણાવ્યો T20નો સર્વશ્રેષ્ઠ ખેલાડી
240+ રન છતાં 3 વખત હાર! શ્રેયસ ઐયર બન્યો દુનિયાનો પહેલો એવો કેપ્ટન, જુઓ આંકડા
240+ રન છતાં 3 વખત હાર! શ્રેયસ ઐયર બન્યો દુનિયાનો પહેલો એવો કેપ્ટન, જુઓ આંકડા
ભારત vs વિન્ડિઝ 3જી T20: ક્યારે અને ક્યાં રમાશે મેચ? જાણો પિચ રિપોર્ટ સહિત A to Z વિગતો
ભારત vs વિન્ડિઝ 3જી T20: ક્યારે અને ક્યાં રમાશે મેચ? જાણો પિચ રિપોર્ટ સહિત A to Z વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
Embed widget