શોધખોળ કરો

પાટીદાર-ચૌધરી એકતાની હાંકલ પર પાટીદારના નેતાઓએ શું આપી પ્રતિક્રિયા

ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા દીવ,દમણ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલે હાંકલ કરી હતી. સાબરકાંઠામાં આંજણા ચૌધરી સમાજના મા અર્બુદા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જાહેર સભાને સંબોધતા દીવ,દમણ, દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલે જાહેર મંચ પરથી પાટીદારો અને ચૌધરી સમાજને એક થવા હાંકલ કરી હતી. પ્રફુલ્લ પટેલે કહ્યું કે મા ઉમિયા, મા ખોડલ અને મા અર્બુદા ત્રણેય સગી બહેનો છે, તો ત્રણેય સગી બહેનોના સંતાનો કેમ અલગ હોય. કડવા અને લેઉવા પટેલનો ભેદ ભૂલવાની સાથોસાથ ચૌધરીને પણ પટેલ ગણવા અપીલ કરી હતી. આટલું જ નહીં એવી પણ ટકોર કરી કે રાજકીય રીતે એક થવાની વાત નથી પણ સામાજિક રીતે એક થવાની જરૂર છે. આ તકે સંઘપ્રદેશના પ્રશાસકે અટક ભલે અલગ-અલગ હોય પણ વ્યવસાયે ખેતી કરતા હોય તે તમામને પાટીદાર ગણવા વિશાળ હ્રદયે સમાજના આગેવાનોને વિચારણા કરવા પણ અપીલ કરી હતી. તો સંઘપ્રદેશના પ્રશાસકની આ અપીલને બનાસ ડેરીના ચેરમેન અને ચૌધરી સમાજના દિગ્ગજ નેતા શંકર ચૌધરીએ પણ સમર્થન આપતા કહ્યું કે મા ઉમિયા, મા ખોડલ અને મા અર્બુદા ત્રણેય મા જગદંબાના જ અલગ- અલગ સ્વરૂપો છે. ત્યારે તમામને સાથે રાખીને આગળ વધવા અપીલ કરી હતી. આ સાથે જો તમામ સાથે મળીને આગળ વધે તો આવનારી પેઢીનું પણ ભવિષ્ય ઉજ્જવળ હશે.

સમાચાર વિડિઓઝ

પાટીદાર-ચૌધરી એકતાની હાંકલ પર પાટીદારના નેતાઓએ શું આપી પ્રતિક્રિયા
પાટીદાર-ચૌધરી એકતાની હાંકલ પર પાટીદારના નેતાઓએ શું આપી પ્રતિક્રિયા

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ

પાટીદાર-ચૌધરી એકતાની હાંકલને વ્યાપક પ્રતિસાદ, ઊંઝા ઉમિયાધામના પ્રમુખ સહિત પાટીદાર નેતાઓએ આપ્યો સાથ

ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!

EPFO Pension Status Check Online: પેન્શન સ્ટેટ્સ ઓનલાઈન કેવી રીતે ચેક કરશો? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?

વિડિઓઝ

પાટીદાર-ચૌધરી એકતાની હાંકલ પર પાટીદારના નેતાઓએ શું આપી પ્રતિક્રિયા
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ
Ahmedabad | ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2027માં જતા પહેલા ભાવ જોઈ લેજો..
Hun To Bolish : હું તો બોલીશ : 2 બાળકો જ બસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે ન આપ્યું આદર્શ શિક્ષણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!
અમદાવાદ ફ્લાવર શો જોવા જવું મોંઘું પડશે! ટિકિટના ભાવમાં કેટલો વધારો થવાની શક્યતા?

નોકરીયાતો માટે મોટા સમાચાર! હવે PFની રકમ હપ્તામાં ઉપાડી શકાશે, ટેક્સમાં પણ રાહતની તૈયારી

અમેરિકાની જાસૂસી એજન્સી CIA પર મોટો સાયબર હુમલો, હેકર્સે ડેટાબેસમાં કરી ઘૂસણખોરી

PM-YASASVI Scholarship: અભ્યાસ માટે સરકાર આપશે 1.25 લાખ રૂપિયા, જાણો શું છે યોગ્યતા?

IPL Auction 2027: આર્યવીર સેહવાગ, મોહિત ઉલવાએ IPL ઓક્શન માટે કરાવ્યું રજિસ્ટર, જાણો શું છે બેસ પ્રાઈઝ?

Jio vs Airtel vs BSNL : ઘર માટે 100 Mbps ઇન્ટરનેટ જોઈએ? આ પ્લાન્સ પર નજર નાખો

Embed widget