નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરીઝની છેલ્લી મેચ ડે-નાઇટ ટેસ્ટ રમાવવા જઇ રહી છે. આ મેચ પિન્ક બૉલથી રમાશે. હાલમાં ભારતીય ટીમ સીરીઝમાં પહેલી મેચ જીતીને 1-0થી લીડ બનાવી ચૂકી છે. સીરીઝની બીજી મેચ નિર્ણાયક રહેશે. જો તમે આ મેચ જોવા માંગતા હોય તો અહીં જાણો ડિટેલ્સ........
ડે-નાઇટ ટેસ્ટ મેચ ક્યારે ને ક્યાંથી જોઇ શકશે. વાંચો અહીં......
1. ભારત-શ્રીલંકા વચ્ચે સીરીઝની બીજી ટેસ્ટ ક્યાં રમાશે ?
આ ટેસ્ટ બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.
2. મેચ ક્યારે અને કેટલા વાગે શરૂ થશે ?
આ મેચ 12 માર્ચે રમાશે, ડે-નાઇટ હોવાના કારણે આ મેચ બપોરે 2.30 વાગ્યાથી શરૂ થશે.
3. મેચનુ લાઇવ ટેલિકાસ્ટ કઇ ચેનલ પરથી થશે ?
આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 HD, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી HD, સ્ટાર સ્પોર્ટ્સ 1 તામિલ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ પર લાઇવ પ્રસારિત કરવામાં આવશે.
4. મેચને ઓનલાઇન કઇ રીતે જોઇ શકાશે ?
આ મેચનુ લાઇવ ઓનલાઇન સ્ટ્રીમિંગ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર જોઇ શકાશે. આ માટે આ એપનુ સબ્સક્રિપ્શન લેવુ પડશે. તમે મેચનુ લાઇવ અપડેટ ABP અસ્મિતા પર Live જોઇ શકશો.
આ પણ વાંચો---
NEET UG Age Limit: NEET UG ની પરીક્ષામાં વયમર્યાદા હટાવાઈ, જાણો મોટા સમાચાર
CTET Result 2022 Announced: CTET નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક
ભારત માટે T-20 અને 2011નો વર્લ્ડકપ રમી ચૂકેલા આ ખેલાડીએ જાહેર કરી નિવૃત્તિ
ડુક્કરનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દુનિયાના સૌ પ્રથમ વ્યક્તિનું સર્જરીના બે મહિના બાદ મોત