શોધખોળ કરો

Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ

Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી છે. આ પહેલા, પડિકલે ગાલેમાં રમાયેલી પહેલી ટેસ્ટની પહેલી ઇનિંગમાં 167 રનની ઇનિંગ રમી હતી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દેવદત્ત પડિક્કલે કોલંબોમાં સતત બીજી ટેસ્ટ સદી ફટકારી.
  • નંબર-૩ પર સતત સદી, સાત વર્ષમાં પ્રથમ.
  • ગાલેમાં ૧૬૭ રનની ઇનિંગ રમી હતી.
  • સાઈ સુદર્શનની અનુપલબ્ધિને કારણે તેને તક મળી.

Devdutt Padikkal Century: શ્રીલંકા સામે કોલંબોમાં ચાલી રહેલી બીજી ટેસ્ટમાં દેવદત્ત પડિકલે સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. બીજી ટેસ્ટના પહેલા દિવસે, પડિકલે 166 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ ટેસ્ટ ક્રિકેટમાં તેની બીજી સદી છે; તેણે અગાઉ ગાલેમાં રમાયેલી પહેલી ટેસ્ટની પહેલી ઇનિંગમાં 167 રન બનાવ્યા હતા. તે લગભગ સાત વર્ષમાં નંબર-3 પોઝિશન પર રમનાર પ્રથમ ભારતીય બેટ્સમેન છે જેણે સતત બે ટેસ્ટમાં સદી ફટકારી છે. દેવદત્ત પડિકલ પહેલાં, ચેતેશ્વર પૂજારાએ ભારત માટે આ સિદ્ધિ મેળવી હતી.

 

ગાલે ટેસ્ટમાં રેકોર્ડતોડ ઈનિંગ્સ રમ્યા બાદ હવે કોલંબો ટેસ્ટમાં પણ પડિક્કલના બેટથી વધુ એક શાનદાર સદી નીકળી છે. બીજી ટેસ્ટમાં પડિક્કલના બેટથી 117 રન બન્યા હતા. સતત બીજી મેચમાં સદી ફટકારીને તેણે સાબિત કરી દીધું છે કે તે આ ફોર્મેટમાં લાંબી રેસનો ઘોડો છે.

આ પણ વાંચો...સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી

ગાલેમાં રમાયેલી સિરીઝની પ્રથમ મેચમાં દેવદત્તે કુલ 211 રન બનાવ્યા હતા અને 'પ્લેયર ઓફ ધ મેચ' બન્યો હતો. ગાલેની પ્રથમ ઈનિંગ્સ દરમિયાન 230 બોલમાં 15 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી પડિક્કલે 167 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઈનિંગ્સમાં તેણે ઝડપી અંદાજમાં 75 બોલમાં 44 રન બનાવવાનું કામ કર્યું હતું. આ પહેલા શ્રીલંકા ક્રિકેટ ઈલેવન સામેની પ્રેક્ટિસ મેચમાં પણ પડિક્કલે સદી ફટકારી હતી.

ગાલેમાં રચ્યો હતો ઈતિહાસ

ગાલેમાં નંબર 3 પર રમતા 167 રન બનાવવા એ કોઈ નાની વાત નહોતી. વર્ષ 2009 પછી શ્રીલંકાની ધરતી પર ટેસ્ટ રમતી વખતે ત્રીજા નંબરે કોઈ પણ ભારતીયનો આ સૌથી મોટો સ્કોર હતો. રાહુલ દ્રવિડ જેવા મહાન બેટ્સમેનોની યાદ અપાવતી આ ઈનિંગ્સ પછી પડિક્કલે કોલંબોમાં પણ પોતાનું એ જ ફોર્મ ચાલુ રાખ્યું અને એક છેડો સાચવીને ટીમને મજબૂત શરૂઆત અપાવી.

પડિક્કલે કરી દિગ્ગજોની બરાબરી

વિનોદ કામ્બલી, મોહમ્મદ અઝહરુદ્દીન, સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ અને શિખર ધવને શ્રીલંકાની ધરતી પર રમતી વખતે એક જ ટેસ્ટ સિરીઝની અંદર બે સદી ફટકારી હતી. હવે દેવદત્ત પડિક્કલે પણ આ દિગ્ગજોની બરાબરી કરી લીધી છે.

સુદર્શનની જગ્યાએ મળી હતી ટીમમાં એન્ટ્રી

આ સિરીઝની શરૂઆતમાં પડિક્કલ પ્લેઇંગ-11 ની પ્રથમ પસંદગી નહોતો. જો સાઈ સુદર્શન સંપૂર્ણપણે ઉપલબ્ધ હોત તો કદાચ પડિક્કલને બેન્ચ પર જ બેસવું પડ્યું હોત. પરંતુ કિસ્મતે પાસું પલટ્યું અને તક દેવદત્તને મળી. બીજી તરફ સાઈ સુદર્શનને ટેસ્ટ ફોર્મેટમાં સતત તકો આપવામાં આવી, પરંતુ તે તેને વટાવવામાં થોડો નિષ્ફળ રહ્યો. સુદર્શને અત્યાર સુધી 7 ટેસ્ટ મેચોમાં લગભગ 31 ની એવરેજથી 383 રન બનાવ્યા છે, જેમાં 3 અડધી સદી સામેલ છે, પરંતુ તે એક પણ સદી ફટકારી શક્યો નથી.

Frequently Asked Questions

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં કઈ સિદ્ધિ મેળવી?

દેવદત્ત પડિકલે કોલંબોમાં બીજી ટેસ્ટમાં સદી ફટકારી. આ તેની સતત બીજી ટેસ્ટ સદી છે, જેનાથી તે લગભગ સાત વર્ષમાં નંબર-3 પર સતત બે સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો.

દેવદત્ત પડિકલ પહેલા કયા ભારતીય બેટ્સમેને ટેસ્ટમાં નંબર-3 પર સતત બે સદી ફટકારી હતી?

દેવદત્ત પડિકલ પહેલા, ચેતેશ્વર પૂજારાએ ભારત માટે આ સિદ્ધિ મેળવી હતી. તેણે લગભગ સાત વર્ષ પહેલા આ કારનામું કર્યું હતું.

ગાલેમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં દેવદત્ત પડિકલનું પ્રદર્શન કેવું રહ્યું હતું?

ગાલેની પહેલી ટેસ્ટમાં દેવદત્તે કુલ 211 રન બનાવ્યા હતા. તેણે 167 રનની ઇનિંગ્સ રમી 'પ્લેયર ઓફ ધ મેચ' નો એવોર્ડ જીત્યો હતો.

દેવદત્ત પડિકલે કયા ભારતીય દિગ્ગજોની બરાબરી કરી?

તેણે શ્રીલંકાની ધરતી પર એક જ ટેસ્ટ સિરીઝમાં બે સદી ફટકારી વિનોદ કામ્બલી, સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ જેવા દિગ્ગજોની બરાબરી કરી.

ટોપ સ્ટોરી

IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
India A vs Nepal: ભારતે નેપાળને 306 રનથી હરાવ્યું, બનાવ્યો રેકોર્ડ, 26 રનમાં સમેટાઈ ટીમ
India A vs Nepal: ભારતે નેપાળને 306 રનથી હરાવ્યું, બનાવ્યો રેકોર્ડ, 26 રનમાં સમેટાઈ ટીમ
IND vs NZ 1st Test Day 2 Highlights: પ્રથમ ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત, રાહુલ-જયસ્વાલની અડધી સદી
IND vs NZ 1st Test Day 2 Highlights: પ્રથમ ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત, રાહુલ-જયસ્વાલની અડધી સદી
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સોનું થશે કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : પરિપત્ર પેપર પર!
Ahmedabad Crime: કૃષ્ણનગર જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો, પૂજારી અશ્વિન સોલંકીની ધરપકડ
Girnar Lili Parikrama : ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રી! વન વિભાગે યાત્રીઓને કરી ખાસ અપીલ
PM Modi Speech at BJP Sneh Milan: ગુજરાત ભાજપના સ્નેહમિલનમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Embed widget