શોધખોળ કરો

IND vs ENG 1st Test: 148 વર્ષમાં પ્રથમવાર કોઇ ટીમ પાંચ સદી ફટકારી હારી, ભારતના નામે નોંધાયો આ ખરાબ રેકોર્ડ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ લીડ્સમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે પોતાની પહેલી ઇનિંગમાં 471 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 465 રન બનાવવામાં સફળ રહી. ભારતીય ટીમે પોતાની બીજી ઇનિંગમાં 364 રન બનાવ્યા અને જીત માટે 371 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ ઇંગ્લેન્ડે ફક્ત 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

આ મેચમાં ટીમ ઇન્ડિયા તરફથી કુલ 5 સદી જોવા મળી હતી. ઋષભ પંતે બંને ઇનિંગમાં સદી ફટકારી હતી. કેએલ રાહુલ, શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે પણ સદી ફટકારી હતી. તેમ છતાં ટીમ ઇન્ડિયા હારી ગઈ હતી. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે કોઈ ટીમ 5 સદી ફટકાર્યા પછી પણ ટેસ્ટ મેચ હારી ગઈ છે.

ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં આ બીજી વાર છે જ્યારે ટીમ ઇન્ડિયા 350 પ્લસના રનના લક્ષ્યાંકનો બચાવ કરવામાં નિષ્ફળ રહી છે. આ પહેલા 2022માં ટીમ ઈન્ડિયા સાથે આવું બન્યું હતું. ત્યારે પણ ઈંગ્લેન્ડની ટીમ આગળ હતી અને તેણે 378 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો.

બેન ડકેટ અને જેક ક્રોલી આ મેચમાં ઈંગ્લેન્ડની જીતના હીરો હતા. છેલ્લી ઇનિંગમાં આ બંને ખેલાડીઓ વચ્ચે પહેલી વિકેટ માટે 188 રનની ભાગીદારી થઈ હતી. ટીમ ઈન્ડિયા સામે ટેસ્ટ ક્રિકેટના ચોથા ઇનિંગમાં આ સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી હતી. અગાઉ ભારત સામે ચોથા ઇનિંગમાં કોઈ પણ ઓપનિંગ જોડી 150 રનના આંકડાને સ્પર્શી શકી ન હતી.

છેલ્લી 9 ટેસ્ટમાં આ ભારતનો 7મો પરાજય છે. ટીમ ઈન્ડિયા ફક્ત 1 મેચ જીતી શકી છે અને 1 મેચ ડ્રો રહી હતી. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર આ એકમાત્ર વિજય મળ્યો હતો. ત્યારે ટીમની કેપ્ટનશીપ જસપ્રીત બુમરાહના હાથમાં હતી. ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં આ બીજી વાર છે જ્યારે ટીમ ઇન્ડિયા 350 પ્લસના રનના લક્ષ્યાંકનો બચાવ કરવામાં નિષ્ફળ રહી છે. આ પહેલા 2022માં ટીમ ઈન્ડિયા સાથે આવું બન્યું હતું. ત્યારે પણ ઈંગ્લેન્ડની ટીમ આગળ હતી અને તેણે 378 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો.       

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget