શોધખોળ કરો
Advertisement
સીડનીઃ ઓસ્ટ્રેલિયન દર્શકોએ ક્યા ભારતીય ક્રિકેટરને ગાળો આપી પરેશાન કરતાં 10 મિનિટ મેચ રાખવી પડી બંધ, પછી શું થયું ?
ઈનિંગની 86મી ઓવર પૂરી થયા બાદ સિરાજ બાઉન્ડ્રી પર ગયો ત્યારે ઓસ્ટ્રેલિયાના દર્શકોએ ગાળો આપી હતી.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટના નુકસાન પર 312 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. પેની 39 રને નોટ આઉટ રહ્યો હતો. ગ્રીન 84 રન બનાવી આઉટ થયો હતો. સ્મિથ 81 રન બનાવી આઉટ થયો હતો. લાબુશાનેએ 73 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૈની અને અશ્વિનને 2-2 તથા બુમરાહ અને સિરાજને 1-1 સફળતા મળી છે. પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાને 94 રનની લીડ મળી હતી.
ઈનિંગની 86મી ઓવર પૂરી થયા બાદ સિરાજ બાઉન્ડ્રી પર ગયો ત્યારે ઓસ્ટ્રેલિયાના દર્શકોએ ગાળો આપી હતી. આ અંગે તેણે કેપ્ટનને રહાણેને વાત કરી હતી. જે બાદ રેફરીને વાત કરવામાં આવી હતી અને બંને એમ્પાયરોએ સિરાજે બતાવેલી જગ્યા પર ગયા હતા. પોલીસે પણ ત્યાં તપાસ કરી હતી અને આ માટે આશે 10 મિનિટ સુધી મેચ સ્થગિત થઈ હતી.
સિરાજની ઓવરમાં ગ્રીને ઉપરા છાપરી બે છગ્ગા ઠોક્યા પછી ઓવર પૂરી કરીને બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ માટે ગયો ત્યારે આ સમગ્ર ઘટના બની હતી. સિરાજની ફરિયાદ બાદ 6 દર્શકોને મેદાન બહાર કરી દેવામાં આવ્યા હતા. સુરક્ષાકર્મીઓ દ્વારા સિરાજે બતાવેલી જગ્યાનું નિરીક્ષણ કર્યા બાદ આ પગલું લીધું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement
gujarati.abplive.com
Opinion