શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
INDvsAUS : બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાનો 36 રને વિજય, શમીની 3 વિકેટ
ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાનો 36 રને વિજય થયો હતો. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સીરિઝ 1-1થી બરોબરી કરી હતી.
![INDvsAUS : બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાનો 36 રને વિજય, શમીની 3 વિકેટ India vs Australia second ODI India beat Australia by 36 runs in Rajkot INDvsAUS : બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાનો 36 રને વિજય, શમીની 3 વિકેટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/17080734/team-I.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાનો 36 રને વિજય થયો હતો. 341 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયા 49.1 ઓવરમાં 304 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સીરિઝ 1-1થી બરોબરી કરી હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ 3 જાડેજા અને કુલદીપે 2-2 વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયા તરફથી એરોન ફિંચ 33 રન બનાવી આઉટ થયો હતો. સ્મિથે માર્નશ લાબુશેન સાથે ત્રીજી વિકેટ માટે 96 રનની પાર્ટનરશીપ કરી હતી. લાબુશેન 46 રન બનાવી આઉટ થયો હતો. સ્મિથ સદી ચૂકી ગયો હતો. સ્મિથ 98 રન બનાવી આઉટ થયો હતો. ભારત તરફથી શિખર ઘવન 96 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 78 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 80 રન બનાવી રન આઉટ થયો હતો. રવિંદ્ર જાડેજાએ 20 રન બનાવ્યા હતા.Clinical performance by #TeamIndia to beat Australia by 36 runs and level the series 1-1. Onto the decider in Bengaluru. #INDvAUS pic.twitter.com/H808C2tbot
— BCCI (@BCCI) January 17, 2020
આ અગાઉ રાજકોટમાં ભારત સામેની બીજી વન ડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં છ વિકેટના નુકસાને 340 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયામાં રિષભ પંતની જગ્યાએ મનિષ પાન્ડેનો જ્યારે શારદુલ ઠાકુરની જગ્યાએ નવદીપ સૈનીનો ટીમમાં સમાવેશ કરાયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion