IND vs BAN: આજે ભારત-બાંગ્લાદેશ મેચમાં વરસાદ પડશે કે નહીં ? જાણો ઢાકામાં આજનું હવામાન
ભારતીય ટીમ બાંગ્લાદેશ પહોંચી ચૂકી છે. ટીમ ઇન્ડિયાને અહીં 4 ડિેસેમ્બરથી ત્રણ મેચોની વનડે સીરીઝ રમવાની છે. આ સીરીઝની પહેલી મેચ રવિવારે ઢાકામાં રમાશે.
India vs Bangladesh 1st ODI: ભારતીય ટીમ આજે ઢાકામાં બાંગ્લાદેશ સામે વનડે સીરીઝ રમવા માટે મેદાનમાં ઉતરશે, આજે સીરીઝની પ્રથમ મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાશે, પરંતુ આ પહેલા હવામાનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં બન્ને ટીમો સીરીઝ જીતવા માટે જબરદસ્ત કમર કસી રહી છે.
ભારતીય ટીમ બાંગ્લાદેશ પહોંચી ચૂકી છે. ટીમ ઇન્ડિયાને અહીં 4 ડિેસેમ્બરથી ત્રણ મેચોની વનડે સીરીઝ રમવાની છે. આ સીરીઝની પહેલી મેચ રવિવારે ઢાકામાં રમાશે. બન્ને ટીમો આ મેચ માટે જબરદસ્ત પ્રેક્ટિસ કરી રહ્યાં છે. વળી, મેચ દરમિયાન ઢાકાનુ હવામાન કેવુ રહેશે તેના વિશે હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે. જાણો ડિટેલ્સ.....
પ્રથમ વનડે વરસાદના કારણે ધોવાશે, ઢાકામાં કેવુ રહેશે હવામાન -
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે વનડે સીરીઝની પહેલી મેચ 4 ડિસેમ્બરે રમાશે, બન્ને ટીમોએ આ માટે તૈયારીઓ કરી લીધી છે, પરંતુ આ મેચને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખરેખરમાં હવામાન વિભાગે બતાવ્યુ છે કે, મેચ દરમિયાન ઢાકામાં વરસાદ પડવાની સંભવાના બિલકુલ નથી. વળી, રવિવારે અહીંનું તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહી શકે છે. ક્રિકેટની એક શાનદાર રમત માટે આ તાપમાન બિલકુલ યોગ્ય છે, એટલે કહી શકાય મેચમાં વરસાદ વિલન નહીં બની શકે.
વને સીરીઝ માટે બન્ને ટીમોની ફૂલ સ્ક્વૉડ -
ભારતની વનડે ટીમ -
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, યશ દલાલ.
બાંગ્લાદેશની વનડે ટીમ -
નજમૂલ હુસૈન શાન્તિ, યાસિર અલી, આસિફ હુસેન, મહામુદ્દુલ્લાહ રિયાદ, મેહન્દી હસન, શાકિબ અલ હસન, અનામુલ હક (વિકેટકીપર), લિટન દાસ (કેપ્ટન, વિકેટકીપર), મુશફિકૂર રહીમ (વિકેટકીપર), નુરુલ હસન (વિકેટકીપર), ઇબાદત હુસેન, હસન મહેમૂદ, મુસ્તફિજૂર રહેમાન, નાસમ અહેમદ, તસ્કીન અહેમદ.
Umran Malik replaces Mohammed Shami for ODIs against Bangladesh
— ANI Digital (@ani_digital) December 3, 2022
Read @ANI Story | https://t.co/retO8PMM2D#UmranMalik #MohammedShami #ODI #Bangladesh #Cricket pic.twitter.com/e21Ln9q4Ys