(Source: ECI/ABP News/ABP Majha)
IND vs ENG, T20 : સિક્સ ફટકારી વિરાટ કોહલીએ ભારતને જીત અપાવી, ઈંગ્લેન્ડને 7 વિકેટથી હરાવ્યું
India vs England, 2nd T20 ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની સીરીઝની બીજી ટી20 મેચ અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. ઇંગ્લેન્ડ સામેની બીજી ટી 20માં ભારતે જીત મેળવી છે. 165 રનનો લક્ષ્યાંક ભારતે 17.5 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો છે. વિરાટ કોહલીએ પોતાના T-20 કરિયરની 26મી ફિફટી મારી છે.
LIVE
Background
India vs England, T20 LIVE Score Updates: ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની સીરીઝની બીજી ટી20 મેચ અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ મેચમાં ઈન્ડિયાને 8 વિકેટથી હાર આપી સીરીઝમાં 1-0થી લીડ મેળવી છે.
ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને સાત વિકેટથી હાર આપી
ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને સાત વિકેટથી હાર આપી છે. ઈંગ્લેન્ડે 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ટીમ ઈન્ડિયાએ 17.5 ઓવરમાં ચેઝ કર્યો છે. કેપ્ટન કોહલીએ 46 બોલમાં અણનમ 73 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ સિવયા ડેબ્યૂ મેચ રમી રહેલા ઈશાન કિશને શાનદાર ઈનિંગ રમતા 32 બોલમાં 56 રન બનાવ્યા હતા. ભારતે 5 મેચની સીરીઝ 1-1થી બરાબર કરી છે.
કોહલીના અણનમ 73 રન
વિરાટ કોહલીએ નોટઆઉટ 49 બોલમાં 73 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 સિક્સ ફટકારી હતી.
ભારતની શાનદાર જીત, શ્રેણી 1-1થી બરાબર
બીજી ટી 20માં ભારતની જીત
ઇંગ્લેન્ડ સામેની બીજી ટી 20માં ભારતે જીત મેળવી છે. 165 રનનો લક્ષ્યાંક ભારતે 17.5 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો છે. વિરાટ કોહલીએ પોતાના T-20 કરિયરની 26મી ફિફટી મારી છે.
ભારતને જીત માટે માત્ર 12 રનની જરૂર
ટીમ ઈન્ડિયાએ 17 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 153 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 61 રને રમતમાં છે. ભારતને જીત માટે માત્ર 12 રનની જરૂર છે.