શોધખોળ કરો

IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ

India vs England T20I schedule: મેચ જોવા માટે તમારે મોડા સુધી જાગવું પડશે, જાણો ક્યારે શરૂ થશે મુકાબલો અને શું છે સિરીઝની સ્થિતિ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પ્રથમ મેચ વરસાદથી રદ, ઇંગ્લેન્ડ બીજી મેચ જીત્યું.

India vs England T20I schedule: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 સિરીઝની ત્રીજી મેચ હવે મંગળવારે (7 જુલાઈ) નોટિંગહામમાં રમાવા જઈ રહી છે. જો તમે ક્રિકેટના મોટા ચાહક છો, તો તમારે આ રોમાંચક મેચ જોવા માટે મોડા સુધી જાગવાની તૈયારી રાખવી પડશે, કારણ કે અગાઉની મેચની સરખામણીમાં આ મેચના સમયપત્રકમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

રાત્રે 10:00 વાગ્યે ફેંકાશે પહેલો બોલ

તમને જણાવી દઈએ કે, આ સિરીઝની બીજી મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગ્યે શરૂ થઈ ગઈ હતી. જોકે, ત્રીજી T20 મેચ માટે સમય બદલાયો છે. 7 જુલાઈના રોજ નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાનારી આ મેચનો ટોસ રાત્રે 9:30 વાગ્યે થશે અને મેચ બરાબર રાત્રે 10:00 વાગ્યે શરૂ થશે. આથી ભારતીય ચાહકોએ મેચનો પૂરેપૂરો આનંદ માણવા માટે રાતજાગરો કરવો પડશે.

ક્યાં જોઈ શકાશે લાઇવ મેચ?

જો તમે આ મેચ ટીવી પર જોવા માંગતા હોવ, તો સોની સ્પોર્ટ્સ (Sony Sports) ચેનલો પર તેનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. જ્યારે મોબાઈલ યુઝર્સ સોની લિવ (Sony Liv) એપ અને જિયો હોટસ્ટાર (JioHotstar) એપ પર આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ સરળતાથી જોઈ શકશે.

આ પણ વાંચોઃ ‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ

ઇંગ્લેન્ડનું પલડું ભારે: સિરીઝમાં 1-0 ની લીડ

અત્યાર સુધીની સિરીઝની વાત કરીએ તો, ઘરઆંગણે રમી રહેલી ઇંગ્લેન્ડની ટીમ હાલમાં મજબૂત સ્થિતિમાં છે. સિરીઝની પહેલી મેચ વરસાદને કારણે રદ કરવી પડી હતી. જેમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 189 રન બનાવ્યા હતા, પરંતુ વરસાદના વિઘ્નને કારણે ઇંગ્લેન્ડની બેટિંગ આવી શકી નહોતી.

ત્યારબાદ બીજી T20 મેચમાં પણ ભારતે પ્રથમ બેટિંગ કરી હતી અને બોર્ડ પર 190 રનનો પડકારજનક લક્ષ્યાંક મૂક્યો હતો. જોકે, ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરીને માત્ર 19 ઓવરમાં જ આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ રીતે યજમાન ઇંગ્લેન્ડ અત્યારે સિરીઝમાં 1-0 થી આગળ છે. હવે જોવાનું એ રહે છે કે ત્રીજી મેચમાં ટીમ ઇન્ડિયા શાનદાર વાપસી કરીને સિરીઝ સરભર કરી શકે છે કે નહીં!

આ પણ વાંચોઃ પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

Frequently Asked Questions

ભારત-ઇંગ્લેન્ડ T20 સિરીઝમાં હાલમાં કોણ આગળ છે?

ઘરઆંગણે રમી રહેલી ઇંગ્લેન્ડની ટીમ સિરીઝમાં 1-0 ની લીડ સાથે આગળ છે. પહેલી મેચ વરસાદને કારણે રદ થઈ હતી, જ્યારે બીજી મેચ ઇંગ્લેન્ડે જીતી હતી.

ટોપ સ્ટોરી

ટીમ ઇન્ડિયામાં મોટો ભૂકંપ: ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી 3 સ્ટાર ખેલાડીઓ બહાર, કારકિર્દી પર સંકટ
ટીમ ઇન્ડિયામાં મોટો ભૂકંપ: ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી 3 સ્ટાર ખેલાડીઓ બહાર, કારકિર્દી પર સંકટ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક
ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક
Rashifal: સર્વાર્થ સિદ્ધિ યોગથી ધન રાશિને મોટું ઇન્ક્રીમેન્ટ અને કન્યા રાશિને જૂના રોકાણથી નફો! વાંચો 12 રાશિઓનું રાશિફળ
Rashifal: સર્વાર્થ સિદ્ધિ યોગથી ધન રાશિને મોટું ઇન્ક્રીમેન્ટ અને કન્યા રાશિને જૂના રોકાણથી નફો! વાંચો 12 રાશિઓનું રાશિફળ
વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની
વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની
40 હજારના બજેટમાં મળી રહ્યા છે ધાંસુ લેપટોપ, જોઈલો આ 5 ઓપ્શન્સ
40 હજારના બજેટમાં મળી રહ્યા છે ધાંસુ લેપટોપ, જોઈલો આ 5 ઓપ્શન્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
Embed widget