IND vs ENG 1st Test, Day 1 Highlights: યશસ્વી-શુભમને ફટકારી સદી, લીડ્સ ટેસ્ટમાં પ્રથમ દિવસ ટીમ ઈન્ડિયાના નામે રહ્યો
IND vs ENG 1st Test, Day 1 Highlights: પ્રથમ દિવસના અંતે ભારતીય ટીમે તેની પ્રથમ ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને 359 રન બનાવ્યા છે

IND vs ENG 1st Test, Day 1 Highlights: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ 20 જૂન (શુક્રવાર) ના રોજ લીડ્સના હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શરૂ થઈ હતી. આ મેચમાં પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. પ્રથમ દિવસના અંતે ભારતીય ટીમે તેની પ્રથમ ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને 359 રન બનાવ્યા છે. શુભમન ગિલ 127 અને ઋષભ પંત 65 રન પર નોટઆઉટ છે. અત્યાર સુધીમાં બંને વચ્ચે ચોથી વિકેટ માટે 198 બોલમાં 138 રનની ભાગીદારી થઈ છે.
Stumps on the opening day of the 1st Test!
— BCCI (@BCCI) June 20, 2025
An excellent day with the bat as #TeamIndia reach 359/3 🙌
Captain Shubman Gill (127*) and Vice-captain Rishabh Pant (65*) at the crease 🤝
Scorecard ▶️ https://t.co/CuzAEnBkyu#ENGvIND pic.twitter.com/kMTaCwYkYo
શુભમન ગિલે 175 બોલનો સામનો કર્યો છે અને 16 ચોગ્ગા ફટકાર્યા છે. બીજી તરફ, ઋષભ પંતે તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા છે. પંતે અત્યાર સુધીમાં 102 બોલ રમ્યા છે. ભારત માટે ઓપનર યશસ્વી જયસ્વાલ પણ સદી (101 રન) ફટકારવામા સફળ રહ્યો હતો.
📸 In frame:
— BCCI (@BCCI) June 20, 2025
Two Centurions from Day 1 in Headingley 🤩#TeamIndia | #ENGvIND | @ShubmanGill | @ybj_19 pic.twitter.com/TB4psqEtt4
પહેલો દિવસ ટીમ ઈન્ડિયાના નામે રહ્યો
ટોસ હારીને પહેલા બેટિંગ કર્યા બાદ ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી હતી. કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે પ્રથમ વિકેટ માટે 91 રન ઉમેર્યા હતા. કેએલ રાહુલના આઉટ થવાને કારણે આ ભાગીદારીનો અંત આવ્યો હતો. રાહુલ બ્રાઇડન કાર્સના હાથે ફર્સ્ટ સ્લિપમાં જો રૂટના હાથે કેચ આઉટ થયો હતો. રાહુલે 78 બોલમાં 42 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગાનો સમાવેશ થાય છે. સાઈ સુદર્શને નિરાશ કર્યા હતા અને તે લંચ પહેલા ખાતું ખોલ્યા વિના જ આઉટ થયો હતો.
The newest entrant of a commendable record 👏👏
— BCCI (@BCCI) June 20, 2025
Shubman Gill is now part of an elite list 💯#TeamIndia | #ENGvIND | @ShubmanGill pic.twitter.com/oZLhXFXbxm
લંચ પછી યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે ઇનિંગને આગળ વધારી હતી. બંને વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારી દરમિયાન યશસ્વીએ 96 બોલમાં 8 ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. શુભમન ગિલે 56 બોલમાં પોતાની અડધી સદી પુરી કરી હતી. શુભમન ટેસ્ટ કેપ્ટન તરીકે પોતાની પહેલી ઇનિંગમાં 50 કે તેથી વધુ રન બનાવનાર નવમો ભારતીય છે.
યશસ્વી જયસ્વાલે 144 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. યશસ્વીની ટેસ્ટ કારકિર્દીની આ 5મી સદી હતી. જોકે, યશસ્વી સદી પછી વધુ સમય ક્રીઝ પર ટકી શક્યો નહીં અને બેન સ્ટોક્સના બોલ પર બોલ્ડ થયો હતો. યશસ્વીએ 159 બોલમાં 16 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 101 રન કર્યા હતા. યશસ્વી અને શુભમન ગિલ વચ્ચે ત્રીજી વિકેટ માટે 129 રનની ભાગીદારી થઈ હતી.
યશસ્વી જયસ્વાલના આઉટ થયા પછી શુભમન ગિલે ઋષભ પંત સાથે મળીને ઇનિંગને આગળ ધપાવી હતી. બંનેએ ચોથી વિકેટ માટે સદીની ભાગીદારી કરીને ભારતને સારી સ્થિતિમાં પહોંચાડ્યું છે. શુભમને 140 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, જેમાં 14 ચોગ્ગાનો સમાવેશ થાય છે. ઋષભ પંતે 91 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી, જેમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.




















