IND vs SL 3rd ODI, LIVE: શ્રીલંકાએ ભારતને ત્રીજી વન ડેમાં હરાવ્યું, સીરિઝ પર કર્યો કબજો
India vs Sri Lanka 3rd ODI: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી મેચ આજે (07 ઓગસ્ટ) રમાઇ રહી છે
LIVE
Background
India vs Sri Lanka 3rd ODI: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી મેચ આજે (07 ઓગસ્ટ) રમાશે. આ મેચ બંને ટીમો માટે કરો યા મરોની રહેશે. શ્રીલંકા સીરીઝમાં 1-0થી આગળ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા મેચ જીતીને સીરીઝ બરાબરી કરવા ઈચ્છશે જ્યારે શ્રીલંકા જીતીને સીરીઝ જીતવા ઈચ્છશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં એક-બે નહીં પરંતુ ત્રણ ફેરફાર જોવા મળી શકે છે, જેમાં ઋષભ પંતનો પણ સમાવેશ થઈ શકે છે.
શ્રીલંકાએ સીરિઝ જીતી
શ્રીલંકાએ વનડે શ્રેણીની છેલ્લી મેચમાં ભારતને 110 રને હરાવ્યું હતું. આ જીત સાથે તેણે શ્રેણી પર પણ કબ્જો કરી લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 248 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 138 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
Sri Lanka seal the ODI series 2-0! What a dominant performance from our Lions! 🇱🇰🏆 #SLvIND pic.twitter.com/py9hzveaYz
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) August 7, 2024
ભારતે ગુમાવી આઠમી વિકેટ
19 ઓવરના અંતે ભારતનો સ્કોર 8 વિકેટના નુકસાન પર 107 રન છે. શિવમ દુબે 9 રન બનાવી આઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદર 4 રન અને કુલદીપ યાદવ 2 રન બનાવી રમતમાં છે.
ભારતે ગુમાવી સાતમી વિકેટ
17 ઓવરના અંતે ભારતનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 101 રન છે. ડેબ્યૂ મેન રિયાન પરાગ 15 રન બનાવી આઉટ થયો હતો. શિવમ દુબે 9 રન અને વોશિંગ્ટન સુંદર 0 રન બનાવી રમતમાં છે.
શ્રેયસ અય્યર ફરી નિષ્ફળ ગયો
13 ઓવરના અંતે ભારતનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 82 રન છે. શ્રેયસ અય્યર 8 રન બનાવી આઉટ થયો હતો. આ સીરિઝમાં તે ખાસ ઉકાળી શક્યો નથી. આ પહેલા અક્ષર પટેલ 2 રન બનાવી એલબીડબલ્યુ આઉટ થયો હતો.
ભારતની અડધી ટીમ પેવેલિયન પરત ફરી
12.1 ઓવરના અંતે ભારતનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 73 રન છે. અક્ષર પટેલ 2 રન બનાવી વેલ્લાલેગેની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો. હાલ રિયાન પરાગ અને શ્રેયસ અય્યર રમતમાં છે.