શોધખોળ કરો
Advertisement
કોહલીની વધુ એક ઉપલબ્ધિઃ વિરાટે ટેસ્ટ ક્રિકેટમાં આ મામલે કરી ધોનીની બરાબરી, જાણો વિગતે
કેપ્ટન તરીકે કોહલી આજે પોતાની 60મી મેચ રમી રહ્યો છે, આજે મોટેરાના મેદાનમાં ઉતરતાં જ કોહલીએ મહેન્દ્ર સિંહ ધોનીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ધોનીએ પણ ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતા 60 મેચોમાં કેપ્ટની કરી છે. ઉલ્લેખનીય છે કે ભારત માટે સૌથી વધુ ટેસ્ટ મેચોમાં કેપ્ટની કરનારો કેપ્ટન પણ રહ્યો છે
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વધુ એક કિર્તિમાન પોતાના નામે કરી લીધો છે. કેપ્ટન તરીકે કોહલી આજે પોતાની 60મી મેચ રમી રહ્યો છે, આજે મોટેરાના મેદાનમાં ઉતરતાં જ કોહલીએ મહેન્દ્ર સિંહ ધોનીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ધોનીએ પણ ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતા 60 મેચોમાં કેપ્ટની કરી છે. ઉલ્લેખનીય છે કે ભારત માટે સૌથી વધુ ટેસ્ટ મેચોમાં કેપ્ટની કરનારો કેપ્ટન પણ રહ્યો છે.
અમદાવાદમાં આજે ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ટેસ્ટ સીરીઝની ચોથી અને નિર્ણાયક મેચ રમી રહ્યો છે. નિર્ણાયક એટલે કેમકે આ મેચમાં જીત નોંધાવવા પછી ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પ્રવેશ કરી લેશે. કોહલીની કેપ્ટનશીપમાં ભારતે અત્યાર સુધી 59 મેચોમાંથી 35 મેચોમાં જીત મેળવી છે, 14 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે, અને 10 મેચ ડ્રો રહી છે. વળી, મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ભારતે 60 મેચોમાંથી 27 મેચોમાં જીત નોંધાવી છે, જ્યારે 18 હાર અને 15 ડ્રૉ રહી છે.
કોહલી તોડી શકે પોન્ટિંગનો રેકોર્ડ.....
કોહલી આ ચોથી ટેસ્ટમાં મોટેરામાં સદી ફટકારી દે છે તો તે કોઇ કેપ્ટન તરફથી સૌથી વધુ સદી બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લેશે. આ રેકોર્ડ હાલ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના નામે છે. કેપ્ટન રહેતા કોહલીના નામે અત્યાર સુધી 41 સદીઓ છે, આ કોહલીની 42મી સદી હશે. વળી, ટેસ્ટમાં કોહલીની આ 28મી સદી હશે.
ખરેખરમાં કોહલીએ છેલ્લે વર્ષ 2019માં નવેમ્બર મહિનામાં કોલકત્તાના ઇડન ગાર્ડન્સમાં બાંગ્લાદેશ વિરુદ્ધ રમાયેલી ડે-નાઇટ ટેસ્ટમાં સદી ફટકારી હતી. ત્યારબાદથી કોહલી 11 ઇનિંગમાં એકપણ સદી ફટકારી શક્યો નથી. હવે મોટેરાની ચોથી ટેસ્ટમાં આ બેસ્ટ મોકો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement