શોધખોળ કરો

BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત

ટેસ્ટ ક્રિકેટના ભવિષ્યને બચાવવા BCCI એક નવી 4 દિવસીય ટૂર્નામેન્ટ લાવશે; રોહિત, કોહલીની નિવૃત્તિ બાદ નવી મજબૂત ટેસ્ટ ટીમ તૈયાર કરવા 64 યુવા ખેલાડીઓ પર રમાશે મોટો દાવ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • BCCI ટેસ્ટ ક્રિકેટ માટે નવી ટીમ તૈયાર કરશે.
  • 25 વર્ષથી નીચેના 64 ખેલાડીઓની ખાસ ટુર્નામેન્ટ.
  • IPL અને ડોમેસ્ટિક પ્રદર્શન પરથી ખેલાડીઓની પસંદગી.
  • મુખ્ય કોચ અને સિલેક્ટર ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખશે.

ભારતીય ટેસ્ટ ક્રિકેટ અત્યારે એક મોટા સંક્રમણ કાળમાંથી (ટ્રાન્ઝિશન ફેઝ) પસાર થઈ રહ્યું છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને આર. અશ્વિન જેવા દિગ્ગજ ખેલાડીઓએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ લીધા બાદ, BCCI હવે ભવિષ્યની નવી અને મજબૂત ટીમ તૈયાર કરવાના કામે લાગી ગયું છે. આ માટે બોર્ડે એક ખાસ માસ્ટર પ્લાન બનાવ્યો છે, જેમાં IPL માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહેલા 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી જેવા યુવા ટેલેન્ટને સીધી તક મળશે. હવે ટેલેન્ટેડ ખેલાડીઓ માટે ઉંમર કોઈ અડચણ નહીં બને. આવનારા 10 વર્ષ માટે ટેસ્ટ ટીમનો પાયો મજબૂત કરવા, બોર્ડ 25 વર્ષથી નીચેના 64 ખેલાડીઓ માટે એક ખાસ 4 દિવસીય ટૂર્નામેન્ટ યોજવા જઈ રહ્યું છે.

ટેસ્ટ ક્રિકેટમાં કેમ પડી આ નવા પ્લાનની જરૂર?

ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ વનડે અને T20 માં તો જોરદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ રેડ બોલ ક્રિકેટ એટલે કે ટેસ્ટમાં ટીમનો દેખાવ ખૂબ જ નિરાશાજનક રહ્યો છે. 12 વર્ષ સુધી ઘરઆંગણે અજેય રહેવાનો આપણો રેકોર્ડ તૂટી ગયો અને ટીમ પહેલા ન્યુઝીલેન્ડ અને પછી સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ હારી ગઈ. આવામાં, વરિષ્ઠ ખેલાડીઓની વિદાય પછી, બોર્ડને સ્પષ્ટ થઈ ગયું છે કે ટેસ્ટ ક્રિકેટના બેઝિક્સ સુધાર્યા વગર છૂટકો નથી.

વૈભવ સૂર્યવંશી અને અન્ય યુવા સ્ટાર્સ પર વિશેષ નજર

IPL માં પોતાની ધમાકેદાર બેટિંગથી બધાનું ધ્યાન ખેંચનાર તાજેતરમાં જ 15 વર્ષના થયેલા વૈભવ સૂર્યવંશીએ અંડર 19 અને સ્થાનિક (ડોમેસ્ટિક) ક્રિકેટમાં પણ પોતાનો ડંકો વગાડ્યો છે. ચાહકો તેને જલ્દીથી ટીમ ઈન્ડિયામાં જોવા માંગે છે. વૈભવની સાથે સાથે આયુષ મ્હાત્રે અને સમીર રિઝવી જેવા યુવા સ્ટાર્સ પણ એવા લિસ્ટમાં છે, જેમના પર BCCI ના 'સેન્ટર ઓફ એક્સેલન્સ' દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

શું છે BCCI ની આ 64 ખેલાડીઓની ટૂર્નામેન્ટ?

પીટીઆઈ (PTI) ના રિપોર્ટ મુજબ, BCCI જૂન જુલાઈ મહિનામાં એક ખાસ ચાર દિવસીય ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. આ ટૂર્નામેન્ટની ખાસિયતો નીચે મુજબ હશે:

આમાં 25 વર્ષથી ઓછી ઉંમરના કુલ 64 ખેલાડીઓ ભાગ લેશે.

ખેલાડીઓની ટેકનિક, ધીરજ અને ક્ષમતાની અસલી કસોટી કરવા માટે મેચો અલગ અલગ પ્રકારની પીચો પર રમાડવામાં આવશે.

ખેલાડીઓની પસંદગી કેવી રીતે થશે? 25 ખેલાડીઓ રણજી ટ્રોફી અને ડોમેસ્ટિક સર્કિટમાંથી લેવામાં આવશે. બીજા 25 ખેલાડીઓ જુનિયર ક્રિકેટ (સીકે નાયડુ ટ્રોફી, કૂચ બિહાર ટ્રોફી) માંથી પસંદ થશે. જ્યારે બાકીના ખેલાડીઓને IPL ના પ્રદર્શનના આધારે પસંદ કરાશે.

મુખ્ય કોચ અને સિલેક્ટરની રહેશે સીધી નજર

આ કોઈ સામાન્ય ટૂર્નામેન્ટ નહીં હોય. આમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ અને ચીફ સિલેક્ટર જાતે હાજર રહીને ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખશે. અહેવાલો મુજબ, રાષ્ટ્રીય ટીમની પસંદગી પણ આ ટૂર્નામેન્ટમાં કરેલા પ્રદર્શનના આધારે જ કરવામાં આવશે.

આ ઉપરાંત, અત્યારે IPL ની 19મી સીઝન ચાલી રહી છે. આ ટૂર્નામેન્ટ પૂરી થયા પછી તરત જ ભારતની અંડર 19 અને ઈમર્જિંગ ટીમ 4 દિવસીય મેચો રમવા માટે શ્રીલંકાના પ્રવાસે જવાની છે, જે યુવા ખેલાડીઓ માટે વધુ એક મોટી તક સાબિત થશે.

Frequently Asked Questions

BCCI દ્વારા ભવિષ્યની ટેસ્ટ ટીમ તૈયાર કરવા માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે?

BCCI 25 વર્ષથી નીચેના 64 ખેલાડીઓ માટે એક ખાસ 4 દિવસીય ટૂર્નામેન્ટ યોજી રહ્યું છે. તેનો ઉદ્દેશ્ય આવનારા 10 વર્ષ માટે ટેસ્ટ ટીમનો પાયો મજબૂત કરવાનો છે.

આ નવી ટૂર્નામેન્ટમાં ખેલાડીઓની પસંદગી કેવી રીતે થશે?

રણજી ટ્રોફી અને ડોમેસ્ટિક સર્કિટમાંથી 25, જુનિયર ક્રિકેટમાંથી 25 અને IPL ના પ્રદર્શનના આધારે બાકીના ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે.

ટેસ્ટ ક્રિકેટમાં નિરાશાજનક દેખાવનું મુખ્ય કારણ શું છે?

વરિષ્ઠ ખેલાડીઓની વિદાય બાદ, રેડ બોલ ક્રિકેટમાં ટીમનો દેખાવ નિરાશાજનક રહ્યો છે, જેના કારણે BCCI ને બેઝિક્સ સુધારવાની જરૂરિયાત જણાઈ છે.

શું વૈભવ સૂર્યવંશી જેવા યુવા ખેલાડીઓને આયોજનમાં તક મળશે?

હા, IPL માં પ્રદર્શન કરનાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી જેવા યુવા ટેલેન્ટને આ નવી ટૂર્નામેન્ટ અને BCCI ના 'સેન્ટર ઓફ એક્સેલન્સ' દ્વારા ખાસ ધ્યાન મળશે.

ટોપ સ્ટોરી

32 વર્ષની ઉંમરે જ ક્રિકેટને અલવિદા! પૂર્વ ભારતીય વર્લ્ડ ચેમ્પિયને ચાહકોને ચોંકાવ્યા
32 વર્ષની ઉંમરે જ ક્રિકેટને અલવિદા! પૂર્વ ભારતીય વર્લ્ડ ચેમ્પિયને ચાહકોને ચોંકાવ્યા
IND vs NZ 2nd Test: જાડેજાની એન્ટ્રી, સિરાજ પર સસ્પેન્સ, આવી હોઈ શકે છે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
IND vs NZ 2nd Test: જાડેજાની એન્ટ્રી, સિરાજ પર સસ્પેન્સ, આવી હોઈ શકે છે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન
ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન
સૂર્યવંશીની સૌથી ઝડપી બેવડી સદી, ચોગ્ગા-છગ્ગાથી જ ફટકાર્યા 196 રન, તોડ્યા અનેક રેકોર્ડ્સ
સૂર્યવંશીની સૌથી ઝડપી બેવડી સદી, ચોગ્ગા-છગ્ગાથી જ ફટકાર્યા 196 રન, તોડ્યા અનેક રેકોર્ડ્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ
બદ્રીનાથ દાન ચોરી બાદ SITની તપાસ સમિતિએ શું આપ્યા મંદિર મેનેજમેન્ટને સૂચનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
હવે ફૂડ પેકેટ પર સ્પષ્ટ દેખાશે ચેતવણી! ગ્રાહકોના હિતમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
હવે ફૂડ પેકેટ પર સ્પષ્ટ દેખાશે ચેતવણી! ગ્રાહકોના હિતમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
બંધારણ દિવસ નિમિત્તે PM મોદીએ લખ્યો લેખ, વિપક્ષને આપી સલાહ, યુવાનોને પણ આપ્યો ખાસ સંદેશ
બંધારણ દિવસ નિમિત્તે PM મોદીએ લખ્યો લેખ, વિપક્ષને આપી સલાહ, યુવાનોને પણ આપ્યો ખાસ સંદેશ
26/11 Mumbai Attack: મુંબઈ હુમલાની ભયાનક યાદો, એ કાળી રાતે હચમચી ગયું હતું સમગ્ર વિશ્વ
26/11 Mumbai Attack: મુંબઈ હુમલાની ભયાનક યાદો, એ કાળી રાતે હચમચી ગયું હતું સમગ્ર વિશ્વ
Embed widget