શોધખોળ કરો

Ishan Kishan: ધમાકેદાર વાપસી કરવાની તૈયારીમાં ઈશાન કિશન, આ ટીમનો કેપ્ટન બની ઉતરશે મેદાનમાં

Ishan Kishan Return: છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમથી દૂર રહેલો ઇશાન કિશન હવે પુનરાગમન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર દેખાય છે. તો ચાલો જાણીએ ઈશાન ક્યારે મેદાન પર જોવા મળશે.

Ishan Kishan Return In Indian Cricket: ઇશાન કિશન (Ishan Kishan) છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમની બહાર છે. તેણે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ 2023માં રમી હતી. આ દિવસોમાં ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે વનડે સીરીઝ રમી રહી છે અને તે પહેલા બંને વચ્ચે ટી20 સીરીઝ રમાઈ છે. બંને સિરીઝમાં ઈશાનને ટીમ ઈન્ડિયા(INDIAN CRICKET TEAM)નો હિસ્સો બનાવવામાં આવ્યો ન હતો. અનેક મુશ્કેલીઓનો સામનો કરી ચૂકેલ ઈશાન કિશન હવે કમબેક કરવા માટે તૈયાર દેખાઈ રહ્યો છે.

ઈશાને 2023માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાંથી બ્રેક લીધો હતો

માનસિક થાકને કારણે ઈશાને 2023માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાંથી બ્રેક લીધો હતો. આફ્રિકા પ્રવાસથી પરત ફર્યા બાદ ભારતીય વિકેટકીપર બેટ્સમેનને ડોમેસ્ટિક ક્રિકેટ રમવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણે તેમ ન કર્યું, જેના કારણે કિશને તેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવવો પડ્યો. જો કે હવે ઈશાન કિશન પુનરાગમન કરવાના મૂડમાં જોવા મળી રહ્યો છે.

કેપ્ટન બની શકે છે

ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ઇશાનને 25 પ્રી-સીઝન સંભવિત ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. ક્રિકબઝના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઇશાન કિશન આગામી સ્થાનિક સિઝનમાં ઝારખંડ (jharkhand) માટે રમવા માટે સંમત થયો છે. મામલો માત્ર રમવા પૂરતો સીમિત ન હોઈ શકે, પરંતુ વિકેટ કીપર બેટ્સમેનને ઝારખંડની કેપ્ટનશીપ પણ આપી શકાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈશાને તેની ઉપલબ્ધતા વિશે ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનને જાણ કરી છે.

રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પસંદગીકારોએ ઈશાન સાથે વાત કરી હતી. વિકેટકીપર બેટ્સમેનને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ આપવામાં આવી છે, જેના પર તે સહમત થઈ ગયો છે. તમને જમાવી દઈએ કે, ઈશાન કિશનના વળણથી સૌ કોઈ ચોંકી ગયા હતા અને ઘણા લોકોએ તેમની ટીકા પણ કરી હતી.

ઈશાન કિશનની ઈન્ટરનેશનલ કરિયર અત્યાર સુધી આવી રહી છે

ઉલ્લેખનીય છે કે ઈશાન કિશન એવો બેટ્સમેન છે જે ભારત માટે ત્રણેય ફોર્મેટ રમે છે. અત્યાર સુધી તે 2 ટેસ્ટ, 27 ODI અને 32 T20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. તેણે ટેસ્ટમાં 78 રન બનાવ્યા છે. આ સિવાય ઈશાને ODIમાં 933 રન અને T20 ઈન્ટરનેશનલમાં 796 રન બનાવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
Embed widget