શોધખોળ કરો
Advertisement
ધોનીનો ખાસ સાથી હવે IPL 2021માં CSKની ટીમમાંથી નહીં રમે, ખુદ નીકળી ગયો ટીમની બહાર, જાણો વિગતે
હરભજને ખુદ સીએસકે સાથે પોતાનો કૉન્ટ્રાક્ટ ખતમ થવાની જાણકારી આપી છે. આઇપીએલની 14મી સિઝન માટે રિલીઝ કરવામાં આવેલા ખેલાડીઓનુ લિસ્ટ બુધવારે સાંજે જાહેર થવાનુ છે
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્પિનર હરભજન સિંહનુ ચેન્નાઇ સુપર કિંગ્સની સાથેનો સફર પુરો થઇ ગયો છે. હરભજને ખુદ સીએસકે સાથે પોતાનો કૉન્ટ્રાક્ટ ખતમ થવાની જાણકારી આપી છે. આઇપીએલની 14મી સિઝન માટે રિલીઝ કરવામાં આવેલા ખેલાડીઓનુ લિસ્ટ બુધવારે સાંજે જાહેર થવાનુ છે.
હરભજન સિંહ ચેન્નાઇ સુપર કિંગ્સના મેનેજમેન્ટનો આભાર માન્યો છે. સ્ટાર સ્પિનરે કહ્યુ કે, સીએસકેની સાથે મારો સફર સમાપ્ત થઇ ગયો છે. મને સીએસકેની ટીમની સાથે ઘણીબધી યાદો મળી છે જે આગામી વર્ષોમા મારી સાથે રહેશે. સીએસકેના મેનેજમેન્ટે હંમેશા મારા સાથ આપ્યો અને હું તેમનો આભારી છુ.
ખાસ વાત છે કે સીએસકેની સાથે હરભજન સિંહ વર્ષ 2018થી જોડાયેલો હતો. 2018માં સીએસકેની ટીમ ત્રીજીવાર વિજેતા બનવામાં સફળ રહી હતી. હરભજન સિંહ 2019માં સીએસકે માટે રમતો દેખાયો હતો. પરંતુ વર્ષ 2020ની સિઝન પહેલા જ હરભજન સિંહે પર્સનલ કારણોસર ખુદને આઇપીએલથી દુર કરી દીધો હતો.
સીએસકેમાં થશે મોટા ફેરફાર
ધોનીની આગેવાની વાળી સીએસકેમાં આ સિઝનમાં મોટા ફેરફાર થવાના નક્કી છે. સુરેશ રૈના અને કેદાર જાધવની કિસ્મતનો ફેંસલો કેપ્ટન ધોની પર છોડી દેવામાં આવ્યો છે. આ સિવાય બીજા ખેલાડીઓ જેમાં પિયુષ ચાવલા અને મુરલી વિજય સામેલ છે, આ બન્ને ટીમની બહાર કરવાનો સીએસકેએ ફેંસલો કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement