![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ધોનીએ કરી રજનીકાંતની સ્ટાઈલ, IPLની સુપર ઓવર માટે રસ્તા પર જ રોકી બસ, જુઓ વીડિયો
IPL 2022ની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. થોડા જ દિવસોમાં મેચોનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવશે. આ વખતે આઈપીએલમાં 8ની જગ્યાએ 10 ટીમો મેદાનમાં ઉતરવાની છે.
![ધોનીએ કરી રજનીકાંતની સ્ટાઈલ, IPLની સુપર ઓવર માટે રસ્તા પર જ રોકી બસ, જુઓ વીડિયો ipl ms dhoni rajinikanth style bus driver stop for ipl super over ધોનીએ કરી રજનીકાંતની સ્ટાઈલ, IPLની સુપર ઓવર માટે રસ્તા પર જ રોકી બસ, જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/04/ab3b3c45a5f2d688d57d9ffef8043256_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IPL2022: IPL 2022ની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. થોડા જ દિવસોમાં મેચોનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવશે. આ વખતે આઈપીએલમાં 8ની જગ્યાએ 10 ટીમો મેદાનમાં ઉતરવાની છે. આ વખતે ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ પણ આઈપીએલમાં રમશે. આ સીઝનની પહેલાં આઈપીએલે એક દિલચસ્પ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મહેન્દ્રસિંહ ધોની રજનીકાંતની સ્ટાઈલમાં દેખાઈ રહ્યો છે.
આઈપીએલે પોતાના ઓફીશિયલ ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ધોની બસ ચલાવતો દેખાય છે. ધોની મુસાફરો ભરેલી બસ અચાનક રસ્તા વચ્ચે રોકી દે છે. ત્યારે જ એક ટ્રાફિક પોલીસ કર્મચારી ધોનીને પુછે છે કે, એ અહિંયા શું કરે છે. ધોની કહે છે કે, સુપર ઓવર ચાલી રહી છે. વીડિયોના અંતમાં કહેવાય છે કે, આ ટાટા આઈપીએલ છે. આ પાગલપણું હવે સામાન્ય છે.
When it's the #TATAIPL, fans can go to any extent to catch the action - kyunki #YehAbNormalHai!
— IndianPremierLeague (@IPL) March 4, 2022
What are you expecting from the new season?@StarSportsIndia | @disneyplus pic.twitter.com/WPMZrbQ9sd
ધોનીના આ વીડિયોને ક્રિકેટ ફેન્સ ઘણો પસંદ કરી રહ્યા છે. ધોનીના રજનીકાંત સ્ટાઈલને લઈને ફેન્સ પોતાની વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આઈપીએલ 2022ની ફાઈનલ મેચ 22 મેના દિવસે રમાશે જ્યારે આઈપીએલની શરુઆત 26 માર્ચથી થઈ રહી છે. આ સીઝનમાં 70 લીગ મેચો રમાશે અને તેના માટે 4 ક્રિકેટ મેદાન નક્કી કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ
પાકિસ્તાનના પેશાવરમાં બ્લાસ્ટમાં 30 લોકોના મોત, 50 લોકો થયા ઇજાગ્રસ્ત
Video : યુક્રેન સુધી મદદે આવ્યો એક્ટર સોનુ સૂદ, રાજકોટની વિદ્યાર્થિનીએ માન્યો આભાર
Russia Ukraine War Live: યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યુ- ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં વિસ્ફોટ થયો તો ખત્મ થઇ જશે યુરોપ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)