(Source: ECI/ABP News/ABP Majha)
Video : યુક્રેન સુધી મદદે આવ્યો એક્ટર સોનુ સૂદ, રાજકોટની વિદ્યાર્થિનીએ માન્યો આભાર
પરપ્રાંતીય મજૂરો બાદ યુક્રેન સુધી એક્ટર સોનુ સુદ મદદ માટે પહોંચ્યો હતો. રાજકોટની વિદ્યાર્થિની સાથેની વાતચીતનો વીડિયો સામે આવ્યો છે. રાજકોટની ક્રાંજ ગોસાઈ સાથે વાત કરી હતી.
રાજકોટઃ પરપ્રાંતીય મજૂરો બાદ યુક્રેન સુધી એક્ટર સોનુ સુદ મદદ માટે પહોંચ્યો હતો. રાજકોટની વિદ્યાર્થિની સાથેની વાતચીતનો વીડિયો સામે આવ્યો છે. રાજકોટની ક્રાંજ ગોસાઈ સાથે વાત કરી હતી. તેના પરિવારે પણ સોનુ સૂદ સાથે વાત કરી સોનુ સૂદનો આભાર માન્યો હતો.
Video : યુક્રેન સુધી મદદે આવ્યો એક્ટર સોનુ સૂદ, રાજકોટની વિદ્યાર્થિનીએ માન્યો આભાર #SonuSood #Ukraine pic.twitter.com/8jMYzDUi8A
— ABP Asmita (@abpasmitatv) March 4, 2022
નવમા દિવસે પણ રશિયા દ્વારા યુક્રેન પર સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં રશિયાના હુમલાથી આગ લાગી હતી. દરમિયાન શુક્રવારે યુક્રેનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીને ગોળી મારી દેવામાં આવી હોવાના સમાચાર આવ્યા છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી વી.કે. સિંહે આ અંગે માહિતી આપી હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન સંકટ અને ત્યાંની તાજેતરની સ્થિતિને લઈને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી.
પોલેન્ડના પાડોશી દેશ યુક્રેનમાં હાજર કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ (નિવૃત્ત) વીકે સિંહે જણાવ્યું છે કે આજે એવા સમાચાર મળ્યા હતા કે કિવથી આવી રહેલા એક વિદ્યાર્થીને ગોળી વાગી હતી અને તેને સારવાર માટે પરત કિવ લઇ જવામાં આવ્યો હતો.
વીકે સિંહે કહ્યું કે હજુ 1600-1700 બાળકો ભારત પરત મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં લગભગ 1400 બાળકો સાત ફ્લાઈટમાં ભારત પહોંચ્યા છે. કેટલાક બાળકો પોતપોતાના માધ્યમથી વોર્સો પહોંચ્યા હતા અને તેઓએ તેમના સંબંધીઓ સાથે રહેવાનું નક્કી કર્યું છે. તે પોલેન્ડમાં સુરક્ષિત છે.