Lucknow Super giants logo: લખનઉની IPL ટીમ લખનઉ સુપર જાયન્ટ્સનો અધિકારીક લૉગો રિવીલ થઇ ગયો છે. લખનઉની આઇપીએલ ફ્રેન્ચાઇઝીએ ખુદ આની જાહેરાત કરી છે. થોડીક મિનીટો પહેલા લખનઉ સુપર જાયન્ટ્સના અધિકારીક ટ્વીટર પર આ વાતની જાણકારી આપવામાં આવી હતી, કે આજે સાંજે 5 વાગે પોતાનો લૉગો રિવીલ કરવાના છીએ, અને નક્કી સમય પર ફ્રેન્ચાઇઝીએ પોતાના અધિકારીક લૉગોને ફેન્સની સામે મુક્યો છે.
જોકે, હાલમાં જે વીડિયો આ પહેલા એનાઉન્સમેન્ટ તરીકે રિલીઝ કરવામા આવ્યો હતો, તેમાં ડઝનેક લૉગો દેખાઇ રહ્યાં હતા, તમે અહીં જોઇ શકો છે કે લખનઉ સુપર જાયન્ટ્સના અધિકારીક લૉગોને, જેને સોશ્યલ મીડિયા પર ફ્રેન્ચાઇઝીએ શેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલ 2022માં 8 નહીં, પરંતુ 10 ટીમો દેખાશે. કેમ કે ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ એટલે કે બીસીસીઆઇએ આ વખતે આ લીગમાં બે નવી ટીમો જોડી છે. આમાની એક લખનઉની છે. જ્યારે બીજી ટીમ અમદાવાદની છે. જોકે અમદાવાદની ટીમે હજુ સુધી પોતાના નામનો ખુલાસો નથી કર્યો, જ્યારે લખનઉની ટીમે ગયા અઠવાડિયે પોતાના અધિકારીક નામની જાહેરાત કરી દીધી હતી. લખનઉ ટીમ લખનઉ સુપર જાયન્ટ્સના નામથી ઓળખાશે. જે આરપી-સંજીવ ગોયનકા ગૃપના માલિકી હક વાળી ટીમ છે. આ ગૃપ પહેલા રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સના માલિક હતુ, જે ટીમ હવે આ ટૂર્નામેન્ટનો ભાગ નથી, કેમ કે તે માત્ર બે વર્ષ માટે જ હતી.
આ પણ વાંચો-----
Medical Science And Infertility: લગ્નના વર્ષો બાદ પણ નથી કરી શકતા કંસીવ તો આ ટેકનિક કારગર છે
Health Tips: વધતી ઉંમરના લક્ષણોને રોકે છે આ 4 વસ્તુઓ, હંમેશા રહેશો યંગ, આ રીતે કરો સેવન
પાટણઃ ગીતા રબારીના શૂટિંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ ફરિયાદ દાખલ
Government Jobs: રેલ્વેમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે....