શોધખોળ કરો

ICC Test Rankings: એશિઝ સીરિઝ બાદ ટેસ્ટ રેન્કિંગમાં મોટો ઉલટફેર, સ્મિથ અને રૂટને થયો સૌથી વધુ ફાયદો

બોલરોની વાત કરીએ તો આર અશ્વિન 879 પોઈન્ટ સાથે નંબર વન પર છે

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પાંચ ટેસ્ટ મેચોની એશિઝ શ્રેણી બાદ આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ઘણા મોટા ફેરફારો થયા છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટને રેન્કિંગમાં સૌથી વધુ ફાયદો થયો છે. જોકે કેન વિલિયમ્સન બેટ્સમેનોના રેન્કિંગમાં નંબર વન પર યથાવત છે. કેન વિલિયમ્સનના 883 પોઈન્ટ છે. બોલરોના રેન્કિંગમાં અત્યારે ભારતના સ્ટાર સ્પિનર ​​આર.અશ્વિનને કોઈ હરાવી શકે તેમ નથી.

જો રૂટને એશિઝ શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે એવોર્ડ મળ્યો છે. 859 પોઈન્ટ સાથે જો રૂટ રેન્કિંગમાં બીજા સ્થાને આવી ગયો છે. સ્ટીવ સ્મિથને બે સ્થાનનો ફાયદો મળ્યો છે. એશિઝ બાદ સ્ટીવ સ્મિથ 842 પોઈન્ટ સાથે રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે. સીરિઝની શરૂઆત પહેલા પ્રથમ સ્થાન પર રહેલા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન લાબુશેન હવે પાંચમા સ્થાને પહોંચી ગયો છે. હેડને પણ બે સ્થાનનું નુકસાન થયું છે અને તે છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. બેટ્સમેનોની રેન્કિંગમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા 759 પોઈન્ટ સાથે 10મા સ્થાને છે.

બોલરોની વાત કરીએ તો આર અશ્વિન 879 પોઈન્ટ સાથે નંબર વન પર છે. રબાડા બીજા અને જાડેજા ત્રીજા સ્થાને છે. સ્ટુઅર્ટ બ્રોડે નંબર ચોથા સ્થાન સાથે તેની કારકિર્દીનો અંત કર્યો હતો. એક વર્ષથી ક્રિકેટથી દૂર હોવા છતાં જસપ્રીત બુમરાહ ટેસ્ટ રેન્કિંગમાં 10માં નંબર પર યથાવત છે.

જાડેજા અને અશ્વિનનો દબદબો યથાવત

ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિનનો દબદબો યથાવત છે. જાડેજા 455 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે. આર અશ્વિન 370 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. શાકિબ અલ હસન ત્રીજા નંબર પર યથાવત છે. ભારતનો અન્ય ઓલરાઉન્ડર અક્ષર પટેલ 298 પોઈન્ટ સાથે ટોપ 5માં યથાવત છે.

ટીમ રેન્કિંગની વાત કરીએ તો ભારત 118 પોઈન્ટ સાથે નંબર વન પર યથાવત છે. ઓસ્ટ્રેલિયાના પણ 118 પોઈન્ટ છે પરંતુ તે બીજા નંબર પર છે. જોકે ઈંગ્લેન્ડ 115 પોઈન્ટ સાથે રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે.                                

ટોપ સ્ટોરી

સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
Embed widget