શોધખોળ કરો

બંને ઇનિંગ્સમાં ન આપ્યો 1 પણ રન... માનવ સુથારે રચ્યો ઇતિહાસ; 131 વર્ષ પછી બની આવી ઘટના

તાજેતરમાં ભારત માટે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરનાર માનવ સુથાર હાલમાં કાઉન્ટી ચેમ્પિયનશિપમાં વોરવિકશાયર માટે રમી રહ્યો છે. ગ્લેમોર્ગન સામેની મેચમાં તેમણે એવું કંઈક કર્યું જેની ચર્ચા ચારે તરફ થઈ રહી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • માનવ સુથારે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં અનોખો કીર્તિમાન સ્થાપિત કર્યો.
  • તેણે ગ્લેમોર્ગન સામે રન આપ્યા વિના ત્રણ વિકેટ ઝડપી.
  • બંને ઇનિંગ્સમાં ઝીરો પર વિકેટો લઈ ઈતિહાસ રચ્યો
  • 131 વર્ષ પછી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં આવું બન્યું.

Manav Suthar Record: ભારતીય સ્પિનર માનવ સુથારે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં એવું કંઈક કર્યું, જે વર્ષોથી જોવા મળ્યું ન હતું. વોરવિકશાયર માટે રમી રહલો સુથાર શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઇન્ડિયા સાથે હતો. છેલ્લી મેચના 3 દિવસ પછી તે ઇંગ્લેન્ડ જતો રહ્યો હતો. તેમણે ગ્લેમોર્ગન સામે રમાયેલી મેચની બંને ઇનિંગ્સમાં વિકેટ લીધી અને બંને ઇનિંગ્સમાં એક પણ રન આપ્યા વિના ઇતિહાસ રચી દીધો.

 

કાર્ડિફમાં રમાયેલી આ મેચમાં વોરવિકશાયરે ગ્લેમોર્ગનને ખરાબ રીતે હરાવ્યું. ગ્લેમોર્ગનની પહેલી ઇનિંગ્સ 69 રન પર સમેટાઈ ગઈ હતી, સુથારે આ ઇનિંગ્સમાં 1 વિકેટ લીધી હતી. વોરવિકશાયરે ગ્લેમોર્ગનને બીજી ઇનિંગ્સમાં 65 રન પર ઓલઆઉટ કરીને ઇનિંગ્સ અને 257 રનના મોટા અંતરથી આ મેચ જીતી લીધી. બીજી ઇનિંગ્સમાં સુથારે 2 વિકેટ ઝડપી.

આ પણ વાંચો...IND vs AFG સિરીઝ પહેલા વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન? પ્રેક્ટિસ સેશનમાં ઈજાગ્રસ્ત થયો ઈશાન કિશન

માનવ સુથારે રચ્યો ઇતિહાસ
ગ્લેમોર્ગનની પહેલી ઇનિંગ્સમાં માત્ર એક બેટ્સમેન બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો હતો. માનવ સુથારને 27મી ઓવરમાં બોલિંગ માટે લાવવામાં આવ્યો હતો, ત્યાં સુધીમાં 9 વિકેટ પડી ચૂકી હતી. પોતાની ત્રીજી બોલ પર તેમણે મીર હમઝાને બોલ્ડ કર્યો.

 

બીજી ઇનિંગ્સમાં સુથારને 24મી ઓવરમાં બોલિંગ માટે લાવવામાં આવ્યો, તેમણે પહેલી ઓવર મેડન નાખી. પોતાની બીજી ઓવરમાં તેમણે ક્રિસ કૂક (9) અને જેમી મેકઆઇરોય (0) ને આઉટ કર્યા, તેમણે તમામ બેટ્સમેનોને બોલ્ડ કર્યા. આ રીતે સુથારે મેચમાં 2.3 ઓવર ફેંકી અને એક પણ રન આપ્યા વિના 3 વિકેટ લીધી.

131 વર્ષ પછી રચાયો ઈતિહાસ
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઇતિહાસમાં આ માત્ર બીજી વાર છે જ્યારે કોઈ બોલરે બંને ઇનિંગ્સમાં વિકેટ લીધી અને એક પણ રન આપ્યો ન હોય. ઇંગ્લેન્ડના ટોમ હેવર્ડે વર્ષ 1895 માં એવું કર્યું હતું. હવે 131 વર્ષ પછી સુથારેે એવું કરીને ઇતિહાસ રચી દીધો.

માનવ સુથારે ડેબ્યૂમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું

26 વર્ષીય માનવ સુથાર માટે આ સિદ્ધિ તેમની કારકિર્દીનો એક મહત્વપૂર્ણ અધ્યાય છે. અફઘાનિસ્તાન સામેની તેમની પ્રથમ ટેસ્ટ મેચમાં તેમણે સાત વિકેટ ઝડપી હતી, જેમાં એક જ ઇનિંગ્સમાં છ વિકેટ લેવાનો સમાવેશ થાય છે. ત્યારબાદ, શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં સુથારે બોલિંગ દ્વારા શાનદાર પ્રદર્શન કરતા 16 વિકેટ લીધી હતી. ભારતે તે શ્રેણી 1-0થી જીતી હતી.

Frequently Asked Questions

માનવ સુથારે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં કયો અનોખો રેકોર્ડ બનાવ્યો?

તેમણે ગ્લેમોર્ગન સામેની મેચની બંને ઇનિંગ્સમાં વિકેટ લીધી અને એક પણ રન આપ્યા વિના ઇતિહાસ રચ્યો. આ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 131 વર્ષ પછી થયું છે.

માનવ સુથારે કેટલા વર્ષો પછી આવો રેકોર્ડ બનાવ્યો છે?

માનવ સુથારે 131 વર્ષ પછી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આવો ઇતિહાસ રચ્યો છે. આ પહેલા 1895માં ઇંગ્લેન્ડના ટોમ હેવર્ડે આવું કર્યું હતું.

ગ્લેમોર્ગન સામેની મેચમાં માનવ સુથારનું પ્રદર્શન કેવું રહ્યું?

તેમણે મેચમાં કુલ 2.3 ઓવર ફેંકી, જેમાં એક પણ રન આપ્યા વિના 3 વિકેટ ઝડપી. પહેલી ઇનિંગ્સમાં 1 અને બીજી ઇનિંગ્સમાં 2 વિકેટ લીધી.

માનવ સુથારે કઈ ટીમો વચ્ચેની મેચમાં આ સિદ્ધિ મેળવી?

તેમણે વોરવિકશાયર અને ગ્લેમોર્ગન વચ્ચેની કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચમાં આ સિદ્ધિ મેળવી. તેઓ વોરવિકશાયર તરફથી રમી રહ્યા હતા.

Advertisement

ટોપ સ્ટોરી

Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
"ફેન્સે મને ખોટો સાબિત કરી દીધો", IPLમાંથી સંન્યાસ લીધા બાદ બોલ્યો MS Dhoni; શેર કર્યો વીડિયો
Cricket News: ગુરનૂર બરારને અગ્રેશન બતાવવું પડ્યુ ભારે, ICCએ આપી કડક સજા
Cricket News: ગુરનૂર બરારને અગ્રેશન બતાવવું પડ્યુ ભારે, ICCએ આપી કડક સજા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Embed widget