MI vs GT, IPL 2023 Qualifier 2: ગુજરાત ટાઈટન્સે મુંબઈને 62 રને હરાવ્યું, સતત બીજી વખત ફાઈનલમાં બનાવી જગ્યા
IPL 2023ની બીજી ક્વોલિફાયર મેચ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાશે.
LIVE
![MI vs GT, IPL 2023 Qualifier 2: ગુજરાત ટાઈટન્સે મુંબઈને 62 રને હરાવ્યું, સતત બીજી વખત ફાઈનલમાં બનાવી જગ્યા MI vs GT, IPL 2023 Qualifier 2: ગુજરાત ટાઈટન્સે મુંબઈને 62 રને હરાવ્યું, સતત બીજી વખત ફાઈનલમાં બનાવી જગ્યા](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
Background
MI vs GT Qualifier 2 Live: IPL 2023ની બીજી ક્વોલિફાયર મેચ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાશે. ગુજરાતને પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી તે બીજા ક્વોલિફાયરમાં પહોંચી હતી. બીજી તરફ એલિમિનેટર મેચમાં મુંબઈએ લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું. હવે જે ટીમ બીજા ક્વોલિફાયરમાં જીતશે તે ફાઇનલમાં પહોંચશે. આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે.
હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ ગુજરાતે સમગ્ર સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેની પાસે સારા બેટ્સમેનની સાથે ખતરનાક બોલર પણ છે. પંડ્યા અને કોચ આશિષ નેહરાની રણનીતિ મેચમાં ઘણી અસરકારક સાબિત થાય છે. તેને પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈએ પરાજય આપ્યો હતો. પરંતુ બીજા ક્વોલિફાયરમાં મેચ રોમાંચક બની શકે છે. આમાં શુભમન ગિલની સાથે રાશિદ ખાન ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. રાશિદે બોલિંગની સાથે સાથે બેટિંગમાં પણ શાનદાર પરિણામ દર્શાવ્યા છે. ટીમને ડેવિડ મિલર અને રાહુલ તેવટિયા પાસેથી પણ આશા હશે.
આ સિઝન મુંબઈ ઈન્ડિયન્સ માટે ઉતાર-ચઢાવથી ભરેલી હતી. પરંતુ તેણે પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર હતી. આ પછી, એલિમિનેટરમાં લખનૌને હરાવીને, તે બીજા ક્વોલિફાયરમાં પહોંચ્યું. મુંબઈ માટે આ મેચ જીતવી આસાન નહીં હોય. જોકે રસપ્રદ વાત એ છે કે બંને ટીમો પાસે વિસ્ફોટક બેટ્સમેન છે. આ મેચમાં કેમરૂન ગ્રીન ટીમ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. સૌની નજર સૂર્યકુમાર યાદવ પર પણ રહેશે.
ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચી
ગુજરાત ટાઇટન્સે મુંબઇ ઇન્ડિયન્સને હરાવી સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેણે ક્વોલિફાયર-2માં મુંબઈને 62 રનથી હરાવ્યું હતું. ટાઈટલ મેચમાં તેનો સામનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. ચેન્નાઈ 10મી વખત ફાઇનલમાં રમશે. આ સાથે જ ગુજરાત ટાઇટન્સની ટીમ છેલ્લી વખત આઇપીએલમાં રમ્યા બાદ સતત બીજી ફાઇનલ રમશે. ગયા વર્ષે રાજસ્થાન રોયલ્સને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ગુજરાતની ટીમ ફાઈનલમાં ચેન્નાઈ સામે પણ બદલો લેશે. મહેન્દ્ર સિંહ ધોનીની ટીમે ક્વોલિફાયર-1માં હાર્દિક પંડ્યાની ટીમને હરાવી હતી.
GT vs MI Live Score: ગુજરાતને ચોથી સફળતા મળી
ગુજરાત ટાઇટન્સ ચોથી સફળતા મળી હતી. 12મી ઓવરના બીજા બોલ પર કેમરૂન ગ્રીન ક્લીન બોલ્ડ થયો હતો. ગ્રીન 20 બોલમાં 30 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સે 12 ઓવરમાં ચાર વિકેટે 128 રન બનાવ્યા છે.
GT vs MI લાઈવ સ્કોર: મુંબઈનો સ્કોર 6 ઓવરમાં 72/3
મુંબઈ ઈન્ડિયન્સે છ ઓવરમાં ત્રણ વિકેટે 72 રન બનાવ્યા છે. તિલક વર્માના રૂપમાં તેને છઠ્ઠી ઓવરના છેલ્લા બોલ પર ત્રીજો ઝટકો લાગ્યો હતો. રાશિદ ખાને તિલક વર્માને ક્લીન બોલ્ડ કર્યો હતો. તિલક વર્માએ ઝડપથી રન બનાવ્યા, પરંતુ તે મોટી ઇનિંગ્સ રમી શક્યો નહીં. તિલકે 14 બોલમાં 43 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ નવ બોલમાં 12 રન બનાવીને અણનમ છે.
GT vs MI Live Score: મુંબઈને મળ્યો વિશાળ લક્ષ્યાંક
ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 234 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. તેણે 20 ઓવરમાં ત્રણ વિકેટે 233 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી શુભમન ગિલે સૌથી વધુ 129 રન બનાવ્યા હતા. તેણે 60 બોલની ઈનિંગમાં સાત ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. ગિલની ચાર મેચોમાં આ ત્રીજી સદી છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આકાશ મધવાલ અને પીયૂષ ચાવલાએ એક-એક વિકેટ લીધી હતી.
શુભમન ગિલની શાનદાર સદી
શુભમન ગિલે IPLની વર્તમાન સિઝનમાં પોતાની ત્રીજી સદી ફટકારી છે. તેણે 49 બોલમાં 100 રન પૂરા કર્યા. ગિલે આ સિઝનની શરૂઆતમાં લીગ રાઉન્ડમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે સદી ફટકારી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)