Video: પાક. અને ઈંગ્લેન્ડના પ્રેક્ટિસ સેશનમાં પહોંચ્યો મોહમ્મદ શમી, આફ્રિદીને આપી બોલિંગની ખાસ ટિપ્સ
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી લાંબા સમય બાદ ક્રિકેટના મેદાનમાં પરત ફર્યા છે.
Mohammed Shami and Shaheen Afridi: ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી લાંબા સમય બાદ ક્રિકેટના મેદાનમાં પરત ફર્યા છે. બંને પોતપોતાની ટીમના સ્ક્વોડનો ખાસ ભાગ છે. સોમવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન આ બે દિગ્ગજ ફાસ્ટ બોલરો વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. આ વાતચીતના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યા છે.
શમી પાસેથી ટિપ્સ લેતો જોવા મળ્યો આફ્રિદી
આ વીડિયોમાં શાહીન આફ્રિદી બોલને કઈ રીતે છોડવો તે અંગે મોહમ્મદ શમી પાસેથી કેટલીક ટિપ્સ લેતો જોવા મળી રહ્યો છે. શમી તેને તેની બોલિંગ કૌશલ્ય સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો કહેતો પણ જોવા મળે છે. આ દરમિયાન મોહમ્મદ શમી પાકિસ્તાનના અન્ય ખેલાડીઓને પણ મળે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ વાતચીતનો વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.
આ વીડિયો બ્રિસ્બેનમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જો કે આ પ્રેક્ટિસ સેશન પાકિસ્તાન અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ માટે હતું, પરંતુ મોહમ્મદ શમી પણ અહીં પ્રેક્ટિસ કરવા પહોંચ્યો હતો. મોહમ્મદ શમી તાજેતરમાં કોવિડ -19 થી સ્વસ્થ થયો છે અને ઓસ્ટ્રેલિયા પહોંચ્યો છે. તેને ટીમ ઈન્ડિયાના સાથી ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરવા માટે વધુ સમય મળી શક્યો નહોતો. આવી સ્થિતિમાં, જ્યારે તેને પ્રેક્ટિસ માટે વધારાની તક મળી ત્યારે તેણે શરૂઆત કરી હતી.
The @T20WorldCup meetup: Stars catch up on the sidelines 🤩#WeHaveWeWill | #T20WorldCup pic.twitter.com/J1oKwCDII2
— Pakistan Cricket (@TheRealPCB) October 17, 2022
ભારત-પાકની મેચ 23 ઓક્ટોબરે રમાશેઃ
T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો 23 ઓક્ટોબરે સામસામે ટકરાશે. આ મેચથી બંને ટીમો પોતાના અભિયાનની શરૂઆત કરશે. બંને ટીમો વચ્ચે છેલ્લા એક વર્ષમાં આ ચોથી મેચ હશે. છેલ્લી ત્રણ મેચોમાં પાકિસ્તાન બે વખત જીત્યું છે જ્યારે ભારતીય ટીમ એક વખત જીતી છે. આ પહેલાં આજે રમાયેલી વોર્મ અપ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું હતું. આ મેચમાં મોહમ્મદ શમીની ઘાતક બોલિંગ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. શમીએ અંતિમ ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી અને ભારતને જીત અપાવી હતી.