શમીની ઈજાથી ટીમ ઈન્ડિયા હાંફળી-ફાંફળી! પાકિસ્તાન સામે મેચમાં બોલિંગ આક્રમણ થયું નબળું, જીત પર સંકટના વાદળો!
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન મુકાબલામાં મોહમ્મદ શમીને ઈજા, ખરાબ ફિટનેસના કારણે અધવચ્ચેથી છોડવું પડ્યું મેદાન.

Mohammed Shami injury update: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની હાઈવોલ્ટેજ મેચમાં ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય ટીમના સ્ટાર બોલર મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત થવાના કારણે મેદાન છોડવું પડ્યું હતું, જેના કારણે ટીમમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
મોહમ્મદ શમી, જેણે ભારતીય બોલિંગ આક્રમણની શરૂઆત કરી હતી, તે ફિટનેસ સમસ્યાઓથી ઝઝૂમતો જોવા મળ્યો હતો. પોતાની પહેલી ઓવરમાં, તેણે પાંચ વાઈડ બોલ ફેંક્યા, જેના કારણે તેને 11 બોલની ઓવર કરવી પડી. શમીની અસ્વસ્થતા સ્પષ્ટ દેખાતી હતી અને તે માત્ર ત્રણ ઓવર ફેંકીને મેદાનની બહાર ચાલ્યો ગયો. તેના સ્થાને વોશિંગ્ટન સુંદરને બોલિંગ કરવા બોલાવવામાં આવ્યો.
જ્યારે ભારતને શરૂઆતની ઓવરોમાં પાકિસ્તાની બેટ્સમેનો પર દબાણ બનાવવાની જરૂર હતી, ત્યારે શમીના નબળા બોલ પાકિસ્તાની બેટ્સમેનો માટે સરળ રહ્યા હતા. જોકે, સારી બાબત એ હતી કે શમીએ પછીની બે ઓવરમાં પોતાની લય મેળવી અને વાઈડ બોલ ફેંકવાનું ટાળ્યું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેપ્ટન રોહિત શર્માએ તરત જ બોલિંગમાં ફેરફાર કર્યો અને છઠ્ઠી ઓવર પછી હાર્દિક પંડ્યાને નવો બોલ સોંપ્યો. હાર્દિકે તરત જ સફળતા મેળવી અને ઈનિંગ્સની નવમી ઓવરમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને આઉટ કર્યો. આ ઓવરમાં મોહમ્મદ શમી ફરી મેદાનમાં પાછો ફર્યો, જે ભારતીય ટીમ અને ચાહકો માટે રાહતના સમાચાર હતા.
મોહમ્મદ શમીનું મેદાન છોડી જવું ટીમ ઈન્ડિયા માટે મોટો ફટકો છે. એક અનુભવી બોલર તરીકે શમી ભારતીય બોલિંગ આક્રમણનો મહત્વપૂર્ણ ભાગ છે અને તેની ઈજા ટીમ માટે ચિંતાનો વિષય છે. જો કે, તે મેદાન પર પાછો ફર્યો તે એક સારો સંકેત છે, પરંતુ તેની ફિટનેસ કેટલી ગંભીર છે તે જોવું રહ્યું.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની પ્લેઈંગ ઈલેવન -
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ.
પાકિસ્તાન: ઇમામ-ઉલ-હક, બાબર આઝમ, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર/કેપ્ટન), સલમાન આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ, અબરાર અહેમદ.
આ પણ વાંચો...
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
