શોધખોળ કરો

MS Dhoni 41st Birthday: આજે મહેન્દ્રસિંહ ધોનીનો 41મો જન્મદિવસ, જાણો ધોની સાથે જોડાયેલી રસપ્રદ વાતો

ધોની અત્યાર સુધીનો પ્રથમ અને એકમાત્ર કેપ્ટન છે જેણે ત્રણેય ICC ટ્રોફી જીતી છે

MS Dhoni Birthday: આજે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (mahendra singh dhoni) નો 41મો જન્મદિવસ છે. માહી હાલમાં લંડનમાં છે અને ત્યાં પોતાનો જન્મદિવસ ઉજવશે. ધોની (એમએસ ધોની)એ તેની કારકિર્દીમાં 90 ટેસ્ટ, 350 વનડે અને 98 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ધોની હજુ પણ IPL રમી રહ્યો છે. IPL 2022માં તેની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. ધોનીના 41માં જન્મદિવસ પર અમે તમને તેની સાથે જોડાયેલી રસપ્રદ બાબતોની જાણકારી આપી રહ્યા છીએ.

એમએસ ધોનીની ગણના એવા ઘણા સફળ ક્રિકેટરોમાં થાય છે જેમણે પોતાની કારકિર્દીની શરૂઆત શૂન્યથી કરી હતી. ધોની અત્યાર સુધીનો પ્રથમ અને એકમાત્ર કેપ્ટન છે જેણે ત્રણેય ICC ટ્રોફી જીતી છે. 2007માં એફ્રો-એશિયન મેચમાં મહેલા જયવર્દને સાથે ધોનીની 218 રનની ભાગીદારી તે સમયે ODIમાં છઠ્ઠી વિકેટની સૌથી વધુ ભાગીદારી હતી. ધોનીએ 2005માં શ્રીલંકા સામે અણનમ 183 રન ફટકારી વિકેટકીપર દ્વારા સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ બનાવ્યો હતો. આ જ ઇનિંગમાં ધોની વનડેમાં 10 સિક્સર મારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો. ધોની T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ કેપ્ટન છે. ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.

ધોનીએ સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે અને વિરાટ કોહલીની કપ્તાનીમાં આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તાજેતરમાં ધોની રવિન્દ્ર જાડેજાની કેપ્ટનશીપમાં આઇપીએલમાં રમ્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે ધોનીએ IPL અને હવે બંધ થઈ ગયેલી ચેમ્પિયન્સ લીગ T20 બંને જીતી છે.

MS Dhoni 41st Birthday:  આજે મહેન્દ્રસિંહ ધોનીનો 41મો જન્મદિવસ, જાણો ધોની સાથે જોડાયેલી રસપ્રદ વાતો

ધોનીએ 10 આઈપીએલ ફાઈનલ રમી છે. જેમાંથી 9 સીએસકે માટે અને 1 રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ તરફથી રમી છે. ધોની આઈપીએલ ઈતિહાસનો બીજો સૌથી સફળ કેપ્ટન છે. તેની કેપ્ટનશીપમાં ચેન્નઈએ 4 ટ્રોફી જીતી છે. 2009ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ધોનીએ એક ઓવર નાખી અને ટ્રેવિસ ડૌલિનની વિકેટ લીધી હતી. 2007 T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યા બાદ T20 ઇન્ટરનેશનલમાં બોલ આઉટ જીતનાર એમએસ ધોની એકમાત્ર કેપ્ટન છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટી સફળતા હોવા છતાં એમએસ ધોનીએ ક્યારેય રણજી ટ્રોફી કે કોઈ સ્થાનિક ટુર્નામેન્ટ જીતી નથી.

ધોની 2009માં 41 વર્ષમાં ન્યૂઝીલેન્ડની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન હતો. ધોની 2008 અને 2009માં ICC ODI પ્લેયર ઓફ ધ યર હતો. તેમને 2007માં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યો હતો. એમએસ ધોની ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલના પદ પર છે. એમએસ ધોનીનો એક ભાઈ પણ છે, જો કે તેના પર બનેલી ફિલ્મમાં તેનો ઉલ્લેખ નથી. 2010/11માં ભારત દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી ડ્રો કરવામાં સફળ રહ્યું હતું. એમએસ ધોની એકમાત્ર એવો ખેલાડી છે જેણે 5 થી 7 નંબર પર બેટિંગ કરીને ODI ક્રિકેટમાં 8,000 થી વધુ રન બનાવ્યા છે. ટી-20 વર્લ્ડ કપમાં 30થી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરનાર એમએસ ધોની એકમાત્ર ખેલાડી છે.

કેપ્ટન તરીકે એમએસ ધોનીએ 2010 અને 2016માં બે એશિયા કપ જીત્યા હતા. 2016 એશિયા કપ દરમિયાન તેણે કેપ્ટનશીપ છોડી દીધી હોવા છતાં તેને કેપ્ટન તરીકે તેની 200મી ODI રમવાની તક મળી હતી. ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે 332 મેચ રમી છે જે કોઈપણ ખેલાડી માટે સૌથી વધુ છે. ધોની એકમાત્ર એવો ખેલાડી છે જેણે પાંચમી વિકેટ માટે 2000+ રનની ભાગીદારી કરી છે. ધોનીએ પોતાના કરિયરની શરૂઆત ફૂટબોલ ગોલકીપર તરીકે કરી હતી. ધોની 300 કરોડની વાર્ષિક બ્રાન્ડ વેલ્યુ નોંધાવનાર પ્રથમ ખેલાડી હતો. એમએસ ધોની 30 જૂન 2017ના રોજ ODIમાં 200 સિક્સર ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો. ધોનીને 2009માં પદ્મશ્રી પુરસ્કાર અને 2018માં પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ધોનીએ વિકેટકીપર તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 829 આઉટ કર્યા છે, જે માર્ક બાઉચર અને એડમ ગિલક્રિસ્ટ પછી ત્રીજા નંબરે છે. ધોનીએ 535 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. ધોનીએ 350 ODI, 90 ટેસ્ટ મેચ અને 98 T20I માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. ધોનીએ કુલ 288 ટી20 મેચોમાં કેપ્ટનશીપ કરી છે જે કોઈપણ ખેલાડી માટે સૌથી વધુ છે. 2010 થી 2019 સુધી ધોનીએ CSK માટે સતત 143 મેચ રમી હતી. ધોની ભારતીય રેલવેમાં ટિકિટ ચેકર (TC) હતો.

ધોનીએ ચેન્નઈ માટે 13 સીઝન રમી છે જ્યારે વિરાટ કોહલી RCB માટે 15 સીઝન રમી ચુક્યો છે. જાન્યુઆરી 2019માં, ધોની 10000 ODI રન બનાવનાર 5મો ભારતીય ખેલાડી બન્યો. ધોનીએ કેપ્ટન તરીકે IPLમાં 100થી વધુ મેચ જીતી છે. 2013માં ધોનીએ ભારતને સતત છ ટેસ્ટ મેચમાં જીત અપાવી, જે ભારત માટે એક રેકોર્ડ છે. ધોનીએ સતત બે IPL ટાઇટલ જીત્યા હતા. જોકે હવે મુંબઈએ પણ આવું જ કર્યું છે. ધોનીએ પોતાની કારકિર્દીની શરૂઆત રન આઉટથી કરી હતી અને તેનો અંત પણ એ જ રીતે થયો હતો. તે ડિસેમ્બર 2004માં બાંગ્લાદેશ સામે અને ફરીથી 2019માં ભારત માટે તેની છેલ્લી ODIમાં રનઆઉટ થયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Rashifal Today:  મેષ સિંહ સહિત આ રાશિને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો 12 રાશિનું દૈનિક રાશિફળ
Rashifal Today: મેષ સિંહ સહિત આ રાશિને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો 12 રાશિનું દૈનિક રાશિફળ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
Embed widget