શોધખોળ કરો
Advertisement
ન્યૂઝીલેન્ડના આ બેટ્સમેનથી ગભરાયો નવદીપ સૈની, બોલ્યો- તેની સામે બૉલિંગ કરવી ખુબજ મુશ્કેલ છે.........
નોંધનીય છે કે, બીજી વનડેમાં ભારતીય ટીમ માટે માર્ટિન ગપ્ટિલે મુશ્કેલી પેદા કરી દીધી હતી. તેને 79 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી
નવી દિલ્હીઃ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે, અને અત્યારે વનડે સીરીઝ રમી રહી છે. પ્રથમ બે વનડેમાં હાર સાથે ભારતીય ટીમ સીરીઝ પણ ગુમાવી ચૂક્યુ છે. હાર બાદ ભારતના ફાસ્ટ બૉલર નવદીપ સૈનીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે, તેને ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલ સાે બૉલિંગ કરવી ખુબ જ મુશ્કેલ લાગી રહી છે.
નવદીપ સૈનીએ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, કિવી ટીમનો ઓપનર બેટ્સમેન માર્ટિન ગપ્ટિલ ખુબજ ચાલાક બેટ્સમેન છે. તેની સામે બૉલિંગ કરવી હંમેશા પડકારજનક રહી છે.
નવદીપ સૈનીને પ્રેસ કૉન્ફરન્સમાં જ્યારે પુછવામાં આવ્યુ કે અત્યાર સુધી રમાયેલી મેચમાં કયા બેટ્સમેન સામે બૉલિંગ કરવી મુશ્કેલ બની. આનો જવાબ આપતા સૈનીએ કહ્યું કે, - મારા હિસાબથી માર્ટિન ગપ્ટિલ એક આક્રમક બેટ્સમેન છે. જેના કારણે તેને બૉલિંગ કરવી ખુબજ પડકારજનક છે.
નોંધનીય છે કે, બીજી વનડેમાં ભારતીય ટીમ માટે માર્ટિન ગપ્ટિલે મુશ્કેલી પેદા કરી દીધી હતી. તેને 79 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion