IPL 2024: અચાનક IPLમાં થઈ નવજોત સિંહ સિદ્ધુની એન્ટ્રી,દર્શકોને પોતાના અલગ અંદાજમાં કરશે મનોરંજન
Navjot Singh Sidhu Back In Commentary Box: IPL 2024 શરૂ થવામાં હવે થોડા દિવસો બાકી છે. ટુર્નામેન્ટ શુક્રવાર, 22 માર્ચથી શરૂ થશે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે.
Navjot Singh Sidhu Back In Commentary Box: IPL 2024 શરૂ થવામાં હવે થોડા દિવસો બાકી છે. ટુર્નામેન્ટ શુક્રવાર, 22 માર્ચથી શરૂ થશે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. પરંતુ આ વખતે IPLમાં કોમેન્ટ્રીના 'સરદાર' કહેવાતા નવજોત સિંહ સિદ્ધુ પણ વાપસી કરશે. સિદ્ધુ તેની શાનદાર કોમેન્ટ્રી માટે જાણીતા છે. કોમેન્ટ્રી દરમિયાન તે પોતાની અતરંગી વાતોથી દર્શકોનું ખૂબ મનોરંજન કરે છે.
A wise man once said, "Hope is the biggest ‘tope’"
And this wise man, the great @sherryontopp himself, has joined our Incredible StarCast! 👏
Don't miss his incredible commentary (and gajab one-liners) in #IPLOnStar - STARTS MAR 22, 6:30 PM onwards, LIVE on Star Sports Network! pic.twitter.com/BjmFq9OKQ4 — Star Sports (@StarSportsIndia) March 19, 2024
પરંતુ ઘણા સમયથી તે વિવિધ કારણોસર કોમેન્ટ્રીથી દૂર હતા. પરંતુ હવે તે આઈપીએલની આ સીઝનમાંથી પુનરાગમન કરી રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરના ઘણા પ્રખ્યાત ડાયલોગ્સ છે, જે તે ઘણીવાર કોમેન્ટ્રી દરમિયાન બોલતા હતા. ફેન્સ સિદ્ધુની કોમેન્ટ્રીને ખૂબ જ મિસ કરી રહ્યા હતા. પરંતુ હવે તેની વાપસી સાથે કોમેન્ટ્રી બોક્સમાં નવી ઉર્જા જોવા મળશે.
Navjot Singh Sidhu will be doing commentary for Star Sports in IPL 2024.
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 19, 2024
- The good old Sony days are back...!!! ⭐ pic.twitter.com/t1qPS5fVQy
'સ્ટાર સ્પોર્ટ્સ'એ સોશિયલ મીડિયા દ્વારા સિદ્ધુની કોમેન્ટ્રી બોક્સમાં વાપસીની માહિતી આપી હતી. પોસ્ટર શેર કરતી વખતે લખવામાં આવ્યું હતું કે, "કોમેન્ટ્રી બોક્સના સરદાર નવજોત સિંહ સિદ્ધુ પાછા ફર્યા છે." સિદ્ધુની કોમેન્ટ્રી પસંદ કરનારા ક્રિકેટ ચાહકો માટે આ સમાચાર ખૂબ જ સુખદ હશે. કોમેન્ટ્રી બોક્સમાં પરત ફરતા કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર 2024ની લોકસભા ચૂંટણીથી દૂર રહેવાનું પસંદ કરી શકે છે. પત્નીની ખરાબ તબિયતને કારણે સિદ્ધુએ લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી.
1983 અને 1999 વચ્ચે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા
તમને જણાવી દઈએ કે નવજોત સિંહ સિદ્ધુ 1983 થી 1999 વચ્ચે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા હતા. તે ભારત માટે ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતા હતા. આ સમયગાળા દરમિયાન તેણે 51 ટેસ્ટ અને 136 વનડે રમી હતી. ટેસ્ટની 78 ઇનિંગ્સમાં તેણે 42.13ની એવરેજથી 3202 રન બનાવ્યા, જેમાં 9 સદી અને 15 અડધી સદી સામેલ છે. આ સિવાય ODIની 127 ઇનિંગ્સમાં સિદ્ધુએ 37.08ની એવરેજથી 4413 રન બનાવ્યા હતા, જેમાં તેણે 6 સદી અને 33 અડધી સદી ફટકારી હતી.