Pat Cummins ODI Captain: ઓસ્ટ્રેલિયન ટીમમાં મોટા ફેરફાર, Pat Cumminsને મળી વન-ડે કેપ્ટનની જવાબદારી
વન-ડે કેપ્ટનશીપની સાથે સાથે વન-ડે વર્લ્ડકપ જીતાડવાની જવાબદારી પણ કમિન્સના ખભા પર રહેશે
Pat Cummins ODI Captain: T20 વર્લ્ડ કપ 2022 સીઝનની શરૂઆત પહેલા જ ઓસ્ટ્રેલિયન ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે, આ ફેરફાર ODI ફોર્મેટ માટે કરવામાં આવ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર પેટ કમિન્સને હવે ઓસ્ટ્રેલિયન વનડે ટીમની કપ્તાની સોંપવામાં આવી છે.
Pat Cummins has been named Australia's 27th ODI captain 🙌 pic.twitter.com/T0p02wwjiP
— Cricket Australia (@CricketAus) October 17, 2022
વન-ડે કેપ્ટનશીપની સાથે સાથે વન-ડે વર્લ્ડકપ જીતાડવાની જવાબદારી પણ કમિન્સના ખભા પર રહેશે. કારણ કે વન-ડે વર્લ્ડકપ આવતા વર્ષની શરૂઆતમાં યોજાવા જઇ રહ્યો છે. નોંધનીય છે કે કમિન્સ અગાઉથી જ ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમનો કેપ્ટન છે.
ઓસ્ટ્રેલિયન ટીમે ઘરઆંગણે શરૂ થઈ રહેલા ટી-20 વર્લ્ડ કપ બાદ ઈંગ્લેન્ડ સામે વનડે શ્રેણી પણ રમવાની છે. આ પણ હોમ સિરીઝ રહેશે. આ સીરીઝથી 29 વર્ષીય પેટ કમિન્સ વન-ડે ફોર્મેટમાં કેપ્ટનશીપની શરૂઆત કરતો જોવા મળશે. જ્યારે ટી20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં એરોન ફિન્ચ ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે.
વાસ્તવમાં આ પહેલા એરોન ફિન્ચ ઓસ્ટ્રેલિયન વનડે ટીમની કેપ્ટનશીપ પણ સંભાળી રહ્યો હતો. પરંતુ તેણે ગયા મહિને જ (સપ્ટેમ્બર) વન-ડે ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ જ કારણ હતું કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે વન-ડે ફોર્મેટ માટે ટીમના નવા કેપ્ટનની નિમણૂક કરવી પડી હતી.
આ ચર્ચા બાદ બોર્ડે પેટ કમિન્સને કમાન સોંપી હતી. ફિન્ચે તેની 146મી અને અંતિમ વન-ડે ઈન્ટરનેશનલ મેચ ન્યૂઝીલેન્ડ સામે કેર્ન્સમાં રમી હતી. જોકે, ફિન્ચ ટી-20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.
વોર્નર અને સ્મિથ પણ કેપ્ટનની રેસમાં હતા
ફિન્ચની નિવૃત્તિ પછી ચાહકોને લાગ્યું કે સ્ટીવ સ્મિથ અથવા ડેવિડ વોર્નરને સુકાનીપદ સોંપવામાં આવી શકે છે. આ બંને સિનિયર પણ છે. પરંતુ આ થઈ શક્યું નહીં. તે કેપ્ટનશિપની રેસમાંથી બહાર થઇ ગયા છે કારણ કે તેમની કેપ્ટનશિપ પર આજીવન પ્રતિબંધ હજુ પણ અમલમાં છે. જો તેઓને કેપ્ટનશીપ સોંપવા માટે નિયમોમાં ઘણા ફેરફાર કરવા પડશે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમની પસંદગી સમિતિના વડા જ્યોર્જ બેઇલીએ કહ્યું કે, 'પેટ કમિન્સે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સંભાળ્યા બાદ શાનદાર પ્રદર્શન કર્યું છે.
IPL સ્ટાર પેટ કમિન્સ છે
પેટ કમિન્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં પણ સારુ પ્રદર્શન કર્યુ છે. તે દિલ્હી ડેરડેવિલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી આઈપીએલમાં રમી ચૂક્યો છે. કમિન્સે આઈપીએલમાં અત્યાર સુધી 42 મેચ રમી છે જેમાં 45 વિકેટ ઝડપી છે. કમિન્સ છેલ્લી સિઝન KKR તરફથી રમ્યો હતો. જોકે, ઈજાના કારણે તે સિઝનમાંથી બહાર થઈ ગયો હતો.