શોધખોળ કરો

દુનિયાના 5 સૌથી અમીર ક્રિકેટરો, યાદીમાં ભારતના 3 દિગ્ગજોનો દબદબો, ધોની કરતા આગળ નિકળ્યો વિરાટ

RICHEST CRICKETERS LIST: સૌથી ધનિક ક્રિકેટરો અંગેના તાજેતરના અહેવાલમાં, કોહલીએ નેટવર્થની દ્રષ્ટિએ ધોનીને પાછળ છોડીને બીજા ક્રમે પહોંચી ગયો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતીય દિગ્ગજો સચિન, કોહલી, ધોની અમીરોની યાદીમાં.
  • બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, બિઝનેસથી ક્રિકેટરોની મોટી કમાણી.
  • પોન્ટિંગ, લારા કોચિંગ, કોમેન્ટ્રીથી યાદીમાં સ્થાન.
  • ક્રિકેટરો મેદાન બહાર બિઝનેસમાં પણ સક્રિય.

RICHEST CRICKETERS LIST: દુનિયાના 5 સૌથી અમીર ક્રિકેટરોની યાદીમાં ભારતના ત્રણ દિગ્ગજોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આ લિસ્ટમાં બે વિદેશી ખેલાડીઓએ પણ એન્ટ્રી કરી છે. વાર્ષિક ક્રિકેટ કોન્ટ્રાક્ટથી થતી કમાણી ઉપરાંત, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને અંગત વ્યવસાય આ ક્રિકેટરોની કમાણીનું મુખ્ય સાધન છે.

ક્રિકેટની દુનિયાના સૌથી અમીર ખેલાડીઓની યાદીમાં સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને એમએસ ધોની જેવા ભારતીય દિગ્ગજોનું વર્ચસ્વ જળવાયેલું છે. આ ખેલાડીઓ માત્ર રમત દ્વારા જ નહીં, પરંતુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સફળ બિઝનેસ રોકાણ દ્વારા 1000 થી 1400 કરોડ જેવી અધધ નેટવર્થ ધરાવે છે. રિકી પોન્ટિંગ અને બ્રાયન લારા જેવા વિદેશી ખેલાડીઓ પણ કોમેન્ટ્રી અને કોચિંગ દ્વારા આ યાદીમાં સ્થાન પામ્યા છે.

સચિન તેંડુલકર:

આ યાદીમાં પહેલું નામ સચિન તેંડુલકરનું છે. માસ્ટર બ્લાસ્ટરની કુલ સંપત્તિ આશરે 1400 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. ક્રિકેટ છોડ્યા પછી પણ સચિન સતત કમાણી કરી રહ્યો છે. તે અનેક બ્રાન્ડ્સ સાથે જોડાયેલો છે અને અલગ-અલગ બિઝનેસમાં રોકાણ કરી ચૂક્યો છે.

આ પણ વાંચો..BCCI નો મોટો નિર્ણય, ભારતની આ મોટી ટુર્નામેન્ટ હવે T20 ફોર્મેટમાં રમાશે

વિરાટ કોહલી:

બીજા નંબરે વિરાટ કોહલી છે. તેમની નેટવર્થ 1000 કરોડ રૂપિયાથી વધુ છે. વિરાટ આજે દુનિયાના સૌથી મોટા સ્પોર્ટ્સ બ્રાન્ડ્સમાં ગણાય છે. ક્રિકેટ સિવાય જાહેરાત, ફેશન અને ફિટનેસ બિઝનેસથી પણ તેને મોટી કમાણી થાય છે.

એમએસ ધોની:

પૂર્વ કેપ્ટન એમએસ ધોની આ યાદીમાં ત્રીજા સ્થાને છે. તેમની સંપત્તિ પણ 1000 કરોડ રૂપિયાની આસપાસ માનવામાં આવે છે. ધોની ખેતી, ફિટનેસ, બાઇક અને અનેક બિઝનેસ પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલો છે. IPL થી પણ તેની કમાણી ચાલુ છે.

રિકી પોન્ટિંગ:

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ ચોથા નંબરે છે. કોચિંગ અને કોમેન્ટ્રી દ્વારા તેમની કમાણી સતત વધી રહી છે. તે IPL માં પણ મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે.

બ્રાયન લારા:

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારા પાંચમા સ્થાને છે. ક્રિકેટ છોડ્યા પછી તેમણે કોમેન્ટ્રી અને કોચિંગમાં નામ કમાવ્યું. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ તેમને ફાયદો મળ્યો છે.

આ યાદી પરથી સ્પષ્ટ થાય છે કે ક્રિકેટરો હવે માત્ર મેદાન પર જ નહીં, પરંતુ બિઝનેસની દુનિયામાં પણ મોટું નામ બનાવી રહ્યા છે.

Frequently Asked Questions

સૌથી અમીર ક્રિકેટરોની યાદીમાં કયા ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે?

સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને એમએસ ધોની જેવા ભારતીય દિગ્ગજો આ યાદીમાં સામેલ છે. તેમની કમાણી ક્રિકેટ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને અંગત વ્યવસાયમાંથી થાય છે.

સચિન તેંડુલકરની કુલ સંપત્તિ કેટલી છે?

સચિન તેંડુલકરની કુલ સંપત્તિ આશરે 1400 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ તેઓ વિવિધ બ્રાન્ડ્સ અને વ્યવસાયો દ્વારા કમાણી કરી રહ્યા છે.

વિરાટ કોહલી કયા ક્ષેત્રોમાંથી કમાણી કરે છે?

વિરાટ કોહલીની નેટવર્થ 1000 કરોડ રૂપિયાથી વધુ છે. ક્રિકેટ ઉપરાંત, તેઓ જાહેરાતો, ફેશન અને ફિટનેસ બિઝનેસમાંથી પણ મોટી કમાણી કરે છે.

MS ધોની કયા કયા વ્યવસાયો સાથે જોડાયેલા છે?

MS ધોનીની સંપત્તિ 1000 કરોડ રૂપિયાની આસપાસ છે. તેઓ ખેતી, ફિટનેસ, બાઇક અને અન્ય વ્યવસાયિક પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા છે, તેમજ IPL થી પણ કમાણી કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget