IND vs ENG: રોહિતને કોરોના થયા બાદ પણ ઋષભ પંતે આ હરકત કરી, લોકોએ ટીકા કરી, જુઓ વીડિયો
ખેલાડીઓ સતત કોરોના પોઝિટીવ આવી રહ્યા છે તેમ છતાં ભારતના પ્લેયર્સ સુધરી નથી રહ્યા. ઋષભ પંતનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Rohit Sharma Corona Positive: ભારતીય ટીમ (India) હાલ ઈંગ્લેન્ડના (England) પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન બંને ટીમો વચ્ચે એક ટેસ્ટ, 3 વનડે અને 3 ટી20 મેચ રમાનાર છે. ટેસ્ટ મેચની શરુઆત 1 જુલાઈથી થશે. પરંતુ આ પહેલાં ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર આવ્યા હતા. ટીમના કેપ્ટન રોહિત શર્માનો (Rohit Sharma) કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) આ જાણકારી એક ટ્વીટ કરીને આપી હતી. આ પહેલાં આર. અશ્વિન અને વિરાટ કોહલી પણ કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે.
ફેન્સ પાસે પહોંચ્યો ઋષભ પંતઃ
ખેલાડીઓ સતત કોરોના પોઝિટીવ આવી રહ્યા છે તેમ છતાં ભારતના પ્લેયર્સ સુધરી નથી રહ્યા. ઋષભ પંતનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પંત ફેન્સ વચ્ચે જઈને સેલ્ફી લઈ રહ્યો છે. આ પહેલાં રોહિત શર્મા અને વિરાટ કોહલી લંડનમાં માસ્ક વગર ફરતા અને લોકો સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. આજે પણ વિરાટ કોહલીનો એક ફોટો વાયરલ થયો હતો અને જેમાં તે એકલો માર્કેટમાં ફરતો દેખાઈ રહ્યો છે. આ દરમિયાન વિરાટે માસ્ક પણ નહોતું પહેર્યું
પંતની થઈ રહી છે ટીકાઃ
આ પહેલાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI)એ કડક આદેશ આપ્યા હતા અને ખેલાડીઓને ભીડ અને લોકોનાં ટોળાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. આમ છતાં ભારતીય ખેલાડીઓ સતર્ક નથી લાગી રહ્યા. પ્રેક્ટિસ મેચ દરમિયાન ઋષભ પંત ફેન્સ વચ્ચે પહોંચી ગયો હતો અને તેમની સાથે સેલ્ફી લીધી હતી. ત્યારે હવે ઋષભ પંતની આ હરકતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ પંતની ટીકા પણ થઈ રહી છે.
Ground announcer at the #IndiaTourMatch: “During the course of #LEIvIND, India’s players will not be signing autographs or taking selfies with any fans.”
— Nakul Pande (@NakulMPande) June 25, 2022
Rishabh Pant: pic.twitter.com/tVtMcG29iQ